July 27th 2010

આંધી

                          આંધી

તાઃ૨૭/૭/૨૦૧૦                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

હિસાબ કૉડી કૉડીનો રખાય,ને બક્ષીસ લાખની થાય
પ્રભુકૃપાની અજબ પેઢીમાં,ક્યારેય આંધી ના દેખાય
                         ……….હિસાબ કૉડી કૉડીનો રખાય.
નાવિક ચલાવે નાવડી,ત્યાં મુસાફરો મસ્તીમાં ખોવાય
સફરનોઆનંદ સૌને મણાવી,સાથે ચાલક પણ હરખાય
જગતની નાવડી પ્રભુ હંકારે,ને જીવો કર્મબંધને જોડાય
ભક્તિ એવી સાંકળછે,જીવને સુખ સંમૃધ્ધિએ લઇ જાય
                         ………..હિસાબ કૉડી કૉડીનો રખાય.
સમય નાપારખે માનવી,ને મોહમાયામાં લબદાઇ જાય
પાઠ મળે ત્યાં પરમાત્માનો,જેને જગે આંધી છે કહેવાય
શીતળ પવનની જ્યાં ગતી વધે,ત્યાં ઘરગામ વેડફાય
મેધરાજાની નારાજગીએ તો,ધરતી બંબાકાર થઇ જાય
                            ……….હિસાબ કૉડી કૉડીનો રખાય.
મતી મળીછે દેહનેજન્મે,કોની કેવી કેટલી સમયે દેખાય
ભેદભાવની નાલકીર નાની,જ્યાં ન્યાય સર્જનહારે થાય
આશરો જેને પરમાત્માનો,જગતમાં વાળ ના વાંકો થાય
આંધીની કોઇ ચિંતાસતાવે,કે નાઆવે કોઇ કુદરતનોકોપ
                             ……….હિસાબ કૉડી કૉડીનો રખાય.

====*******====*******====******===