July 8th 2010

જગની માયા

                         જગની માયા

તાઃ૮/૭/૨૦૧૦                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનની માયા મોકળી કરવા,પ્રભુ ભજન હું કરું
રામ શ્યામની સમજણ લેતાં,હૈયે શાંન્તિ હું ધરુ
                          …………મનની માયા મોકળી કરવા.
જીવનના સોપાનને સમજતાં,ના કોઇથી હું ડરું
પ્રેમની સાચી કેડી મળતાં,જીવનને ઉજ્વળ કરું
પ્રભુ ભક્તિનો સાથ હું  લેતાં,વ્યાધીઓથી બચું
ભાગે માયા મોહ જગતના,જ્યાં જલાસાંઇ ભજુ
                           …………મનની માયા મોકળી કરવા.
માળાનો જ્યાં સાથમળ્યો,ત્યાં મણકેમણકા ગણું
સ્નેહી શબ્દોની વર્ષા મેળવતાં,જીવે શાંન્તિ ધરું
યુગ યુગના બંધન છે જીવનાં,સુખદુઃખથી હું ડરું
મળે પ્રભુનીકૃપા દેહે,જ્યાં જલાસાંઇનો પ્રેમ મળે
                            …………મનની માયા મોકળી કરવા.

+++++++++++++++++++++++++++++++++