July 19th 2010

અજબ ગજબ

                        અજબ ગજબ

તાઃ૧૯/૭/૨૦૧૦                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજબ આ દુનીયા છે,ગજબ આ ધરતી છે
અજબ આ કુદરત છે,ગજબ આ સાગર  છે

અજબ આ આકાશ છે,ગજબ આ તારલા છે
અજબ આ પ્રેમ જ છે,ગજબ આ ડંડો પણ છે
અજબ આ મેઘનાદ છે,ગજબ આ ગર્જના છે
અજબ આ વિજળી છે,ગજબ આ વરસાદ છે

અજબ આ માનવી છે,ગજબ આ દાનવ છે
અજબ આ ભક્તિ છે,ગજબ આ એની શક્તિછે 
અજબ આ કલમ છે,ગજબ આ એની લીલા છે
અજબ એ અજબ જ છે,ગજબ એ ગાયબ પણછે

@@@@@@@@@@@@@@@@@@@

July 19th 2010

કર્મના સંબંધ

                            કર્મના સંબંધ

તાઃ૧૯/૭/૨૦૧૦                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

અજર,અમર ને અકળલીલા,ના કોઇથીય એ પરખાય
મળતાદેહ અવનીએ જીવને,કર્મના સંબંધ છે સમજાય
                         …………અજર,અમર ને અકળલીલા.
પરમાત્મા તો છે પરમ કૃપાળુ,જ્યાં ભક્તિ પ્રેમથી થાય
શરીરના સંબંધ તો દેહથી,ક્યારે ક્યાં ક્યાંથી મળી જાય
અગમ નિગમના ભેદ ભ્રમમાં,માનવી તો અટવાઇ જાય
સંગ રાખતા માનવતાનો જીવે,જગે પાવનકર્મ  જ થાય
                           ………..અજર,અમર ને અકળલીલા.
પ્રાણી માત્ર દયાને પાત્ર જગતમાં,નિરાધાર એ કહેવાય
સંગે સ્નેહ ને પ્રેમરાખતાં,માનવતાએ સાચો પ્રેમ દેવાય
કર્મ કરેલા જગતમાં જીવે,ના મિથ્યા કોઇથીય એ કરાય
સંબંધ કર્મના આવે સંગે,જે સાચવવા જન્મ સાર્થક થાય
                          ………..અજર,અમર ને અકળલીલા.

+++++++++++++++++++++++++++++++++