September 8th 2022

પવિત્રસાંકળ સમયની

+++Janmashtami 2022 : શ્રી કૃષ્ણની આ પાંચ વાતો, જે તમને બનાવી શકે છે સફળ જીવન | Janmashtami 2022 : These five things of Shri Krishna, which can make you a successful life - Gujarati Oneindia+++
.            પવિત્રસાંકળ સમયની

તાઃ૮/૯/૨૦૨૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પવિત્રકૃપા અવનીપર,મળેલ માનવદેહને સમયે મળતી જાય
કુદરતની આપવિત્રકેડી ભારતદેશથી પ્રસરી,જ્યાં અનેકદેહથી જન્મીજાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
જીવને અવનીપર સમયે માનવદેહમળે,એ ભગવાનની પવિત્રકૃપા કહેવાય
અવનીપર અનેકદેહથી સંબંધ જીવને,જે સમયનીસાથે ચાલતા જીવનેમળે
અનેક નિરાધારદેહ જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,જીવને મળતો જાય
માનવદેહ એપરમાત્માનીકૃપા કહેવાય,જે ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધદેહથી,માનવદેહ એપવિત્ર્રરાહે લઈ જાય
પ્રેરણામળે પરમાત્માની મળેલદેહને,એ પ્રભુએ લીધેલદેહથી પ્રેરણાઆપીજાય
માનવદેહને સમયની સાથે પ્રભુકૃપા લઇ જાય,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજા કરાય
સમયને નાપકડાય કોઇ દેહથી અવનીપર,પ્રભુકૃપા પવિત્ર સાંકળ આપીજાય
.....પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુની પુંજા કરાય.
###################################################################
July 12th 2022

પ્રેમ નિખાલસમળે

નિખાલસ પ્રેમ અને પ્રેમની કબુલાતમાં સચ્ચાઈનો રણકો – Gujaratmitra Daily Newspaper
.            પ્રેમ નિખાલસમળે

તાઃ૧૨/૭/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

નિખાલસપ્રેમ મળ્યો જીવનમાં પ્રેમીઓનો,એ જીવનમાં આનંદ આપી જાય
પરમાત્માની પાવનકૃપાએજ સમયેસંગાથ મળ્યો,જ્યાં મને પવિત્રપ્રેમ મળ્યો
.....એ ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,જ્યાં નાકોઇ આશાકેઅપેક્ષાએ જીવન જીવાય.
માનવદેહને પ્રભુનીકૃપાથી રાહમળૅ,એ જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
જગતમાં પવિત્રહિંદુધર્મ થયો,જ્યાં ભગવાન અનેકદેહથી ભારતમાંજન્મીજાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહમળે,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
પાવનરાહે જીવનજીવતા નિખાલસપ્રેમ મળે,એ સમયે પવિત્રપ્રેમ આપીજાય
.....એ ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,જ્યાં નાકોઇ આશાકેઅપેક્ષાએ જીવન જીવાય.
જીવને મળેલદેહને શ્રધ્ધાથીભક્તિકરતા,જીવનમાં પ્રભુનીપવિત્રકૃપા મળીજાય
માનવદેહને જીવનમાં કર્મનોસબંધ,જે જીવને અવનીપરજન્મમરણ આપીજાય
સમયની સાથે ચાલતા દેહને પવિત્રપ્રેમમળૅ,એ નિખાલસ પ્રેમીઓનો કહેવાય
અદભુતકૃપા જીવનમાં ભગવાનની મળી,જે પવિત્રપ્રેમ માનવદેહને આપીજાય
.....એ ભગવાનની પવિત્રકૃપા જીવનમાં,જ્યાં નાકોઇ આશાકેઅપેક્ષાએ જીવન જીવાય.
*********************************************************************

	
June 28th 2017

પવિત્ર કુટુંબ

....Image result for હિન્દુ ધર્મ....
.          .પવિત્ર કુટુંબ
તાઃ૨૮/૬/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભારતમાં પવિત્ર હિંદુ કુટુંબ જે પરમાત્માની કૃપા.
   પતિદેવ         પવિત્ર પત્ની
શ્રી વિષ્ણુભાઇ    શ્રીમતી લક્ષ્મીબેન  
શ્રી સુર્યભાઈ      શ્રીમતી રાંદલબેન    
શ્રી શંકરભાઈ     શ્રીમતી પાર્વતીબેન  
શ્રી ગણપતિભાઈ   શ્રીમતી રિધ્ધીબેન,શ્રીમતી સિધ્ધીબેન
શ્રી રામભાઈ      શ્રીમતી સીતાબેન
શ્રી કૃષ્ણભાઇ     શ્રીમતી રાધાબેન
શ્રી પવનભાઇ     શ્રીમતી અંજનીબેન
શ્રી બ્રહ્માભાઇ     શ્રીમતી ગાયત્રીબેન
       આ પવિત્ર પરિવાર છે જે દુનીયામાં વસતા હિંદુઓ માટે પરમાત્મા 
તરીકે ઓળખાય છે.અને સાચી વાત એ છે કે તમે શ્રધ્ધાથી તેમણે બતાવેલ
ભક્તિમાર્ગને સમજી સેવા કરો તો જીવનુ કલ્યાણ થાય અને જીવને મુક્તિમાર્ગ
પણ મળી જાય.
========================================================

 

October 8th 2015

ફયુનરલ-હળવે હૈયે”

.                     . ફયુનરલ-હળવે હૈયે”

શબ્દની સાંકળ     તાઃ૮/૧૦/૨૦૧૫      પ્રદીપ બ્રહ્મભટ્ટ

  ફ રી પૃથ્વીપર આવવુ હોય તો મોહમાયાને ચોટી રહેવુ.
      યુ ગ એ પરમાત્માની લીલા છે. જેમાં જીવે દેહ મળતા જીવવુ પડે.
          જર કોની કેવી છે તે અનુભવથીજ પરખાય  છે.
            ર મત ગમત એ સમય પસાર કરવાની કેડી છે.
               લ ખ્યા લલાટે લેખ વિધીના કોણ શક્યુ છે જાણી રાજા હોય કે રાણી.
  હ જુ તમારી પાસે સમય છે સાચી ભક્તિએ પ્રભુ કૃપા મળશે.
       ળ ની જેમ જો વાંકા ચુકા થઈ ગયા તો આફતની વર્ષા થશે.
             વે લણ એ રોટલી બનાવે પણ જો બૈડે પડે તો હાડકુ તોડી નાખે.
હૈ યેથી નીકળેલ પ્રેમ હંમેશા શાંન્તિ આપશે.
      યે કહેના મુશ્કિલ હૈ કી હમ પહલે જનમમેં કૌન થે.

==============================================

August 20th 2014

કળીયુગ

.                        .કળીયુગ

તાઃ૨૦/૮/૨૦૧૪                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંખો મળી ત્યાં મોહ લાગ્યો,જીવને માયા વળગી ગઈ
પ્રેમની નાની એક જ  જ્યોતે,આ  જીંદગી  જકડાઇ ગઇ

શીતળતાનો સંગ મળે જ્યાં,નિર્મળતા આવી મળે તઇ
મોહમાયાની ચાદર છુટે ,પામર જીવન સચવાય અહીં

લાગણી મોહને આઘી મુકતા,કળીયુગ છટકી જશે ભઇ
નાલાગણી કે ના માગણી,જીવને જગતમાં મળશે અહી

ઉજ્વળતાની સાચીરાહ,જલાસાંઇની કૃપાએ આવે ભઈ
શુ લાવ્યા શુ લઈ જવાના,ના સાધુબાવાને ખબર અહીં

કળીયુગની આ કાતર સીધી,ભોળપણમાં છેતરે છે અહીં.
મળે મુક્તિ માર્ગ જીવને,જ્યાંઅવનીએ સાચી ભક્તિ થઈ

+++++++++++++++++++++++++++++++++++

September 25th 2013

આપતી ગઈ

.                   .આપતી ગઈ

તાઃ૨૫/૯/૨૦૧૩                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનને મળેલ શાંન્તિ જીવનમાં આનંદ આપતી ગઈ
સમજણ સાચી પામી લેતા નિર્મળતા આપતી ગઈ

તનથી કરેલ  મહેનત  ઘરમાં લક્ષ્મી આપતી  ગઈ
નિર્મળતાનો  સંગ રાખતા મને શાંન્તિ આપતી ગઈ

સ્નેહની સાચીસાંકળ પકડતા જગે પ્રેમ આપતી ગઈ
પ્રીતનીકેડી મનથી પકડતા સાચોસ્નેહ આપતી ગઈ

સરળ ભાવનાએ પેન પકડતા લખાણ આપતી ગઈ
મળી હ્યુસ્ટનમાં લેખકોની પ્રીત પ્રેરણા આપતી ગઈ

ઉજ્વળતાની રાહ મળતા જીવને  સ્નેહ આપતી ગઈ
પ્રેરણા આવી દ્વાર ખોલતા કલમને રાહ આપતી ગઈ

આજકાલની ચિંતા છોડતા જીવને કેડી આપતી ગઈ
જલાસાંઇની સાચીભક્તિ નિખાલસતા આપતી ગઈ

મોહમાયાની કેડીને છોડતા સુખશાંન્તિ આપતી ગઈ
સાચી રાહ જીવને મળતા પ્રભુની કૃપા આપતી ગઈ
===============================

 

July 6th 2013

મળતો સંકેત

.                   .મળતો સંકેત                        

તાઃ૬/૭/૨૦૧૩                          પ્રદીપ બ્રહ્મભટ્ટ

નાવડી પકડી ચાલતો માનવી,કિનારો શોધતો જાય
મળે નાએકે લહેરપાણીની,ત્યાંથીજ એ મુંઝાતો જાય

લાગણીને પકડી ચાલતો માનવી,મુંઝવણ લેતો જાય
સાથીને શોધતો ડગલે પગલે,નિરાધાર એ થતો જાય

સરળ જીવનને શોધવા ચાલે,દીવસરાત અહીંને તહીં
બાળપણને ભુલાઇ ગયું અને જુવાનીમાં ભટકે છે અહીં

કલમની કેડી ના કાતર જેવી,જીવને જ્યોત આપે છે ભઈ
પ્રેમ નિખાલસ પામી લેવા,ગુજરાતી મળી ગયા છે અહીં

કરેલ કામની કદમ ના શોધો,એ તો મુક્તિ સ્વર્ગની થઈ
ભક્તિ કેરા સંગનેરાખતા દેહે,આદર સત્કાર થશેજ અહીં

લેખ લખેલા જીવના જગે,ના કોઇથી અવનીએ છટકાશે
જલાસાંઈની જ્યોત મેળવતા,ના જીવનમાંએ ભટકાશે

કદર કામની કાલેજ બોલશે,નાકોઇ અપેક્ષા રાખશો અહીં
ઉજ્વળ પ્રેમની રાહ મેળવી,જીવન સાર્થક થઇ જશે ભઇ

+++++++++++=========+++++++++++

 

 

June 21st 2013

કોણ અને ક્યારે

Krupa

 

 

 

 

 

 

 

 

.              .કોણ અને ક્યારે

તાઃ૨૧/૬/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ તમને ક્યારે મળશે ના કોઇને સમજાય.
કોણ તમને ક્યારે રળશે ના કોઇથી કહેવાય.
કોણ તમને ક્યારે ધરશે ના કોઇને સમજાય.
કોણ તમારી જીંદગી વેડફશે ના કોઇથી કહેવાય.
કોણ તમારી કેડી તોડશે ના કોઇથી એ કહેવાય.
કોણ તમારી આબરૂ બનશે ના કોઇને સમજાય.
કોણ તમારી કાયા તોડશે ના કોઇથી કહેવાય.
કોણ તમારૂ મોં બંધ કરશે ના કોઇને સમજાય.
કોણ તમારી લાગણી તોડશે ના કોઇને કહેવાય.
કોણ તમારી કાતર બનશે ના કોઇથી કહેવાય.
કોણ તમારી લાકડી બનશે ના કોઇને સમજાય.
કોણ તમને સાથ આપશે એ સમયથી સમજાય.
કોણ તમારો મોહ તોડશે ના કોઇથી કહેવાય.
કોણ તમારો અંત લાવશે એ પ્રભુકૃપાએ સમજાય.

+++++++++++++++++++++++++++++++++++++++

December 24th 2012

વિચારનીકેડી

.                         વિચારનીકેડી

તાઃ૨૪/૧૨/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલને આવકારતા જીવનમાં સવાર પડી ગઈ
.            શું કરવુ ને શું ના કરવુ તે વિચારતા સાંજ પડી ગઈ
માનવમનને ના મોકળાશ મળી કોઇ જીવનમાં અહીં
.           આફત આવે કે લાફત વાગે કાંઇજ સમજ આવે નહીં
જીવનને જકડતી કેડી મળતાં વ્યાધીઓ મળતી થઈ
.            લાગણીની પકડી લાકડી જીવે નિર્મળતા ભાગી ગઈ
સિધ્ધીના સોપાન શોધતા જ આવી પડ્યો નીચે અહીં
.            મનની મુંઝવણ ના સંગે ચાલે ઉજ્વળતા મળી  ગઈ
અંતરની છોડતા લાગણીઓને સાચીરાહ પકડાઇ ગઈ
.           સમજ સમજને શોધતાં અંતે વિચારની કેડી મળી ગઈ.

)(((((((((()(((((((((((((((((()))))))))))))))())))))))))))(

October 9th 2011

જીવ ને જગત

.                 જીવ ને જગત

તાઃ૯/૧૦/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

*સમયને જગતમાં કોઇ પકડી શક્યુ નથી.
*જીવને મળેલ દેહની અપેક્ષા અધુતી રહેતા તેને જન્મ મળે છે.
*પ્રાણી અને પશુના દેહની જીંદગી એ બીજા પર આધારીત હોય છે.
*આજકાલના બંધન દરેક દેહને વળગેલ છે સાચી ભક્તિ જીવને બચાવે  છે.
*મારાની મમતા અને તારાનો તિરસ્કાર એ જ જીવનને ભિંજવી રાખે છે.
*મળતો પ્રેમ એ જીવની લાયકાત અથવા કર્મનાબંધન જે જીવનો ભુતકાળ છે.
*જ્યાં મોહમાયાના સંબંધ છે ત્યાં સતકર્મોનો સહવાસ કદી રહેતો જ નથી.
*જન્મ દેનાર માતા અને પાલનહાર પિતાને સદા નિર્મળ ભાવનાથી જોવા જોઇએ.
*જગના બધા બંધન નાશ પામે જ્યાં સાચા સંતની ભક્તિ થાય અને વર્તન સચવાય.
*કળીયુગની કાતર સૌપર ચાલે છે,પણ જ્યાં પરમાત્માની સાચી ભક્તિ છે ત્યાં અટકે છે.
*અપેક્ષા એ જીવની માગણી છે.કૃપાએ જીવની સાચી લાયકાત છે,જે ભક્તિએ જ મળે છે.

.    જીવ અને જગતની આ સમજ દરેક દેહને સ્પર્શે છે તેમાંથી કોઇ જ છટકી શકતુ નથી.
અને એટલા માટે માનવદેહથી સદમાર્ગે જવાય તો જીવનો ઉધ્ધાર થાય અને મુક્તિ મળે.

*************************************************************

Next Page »