June 29th 2013

તારણહાર

.                    .તારણહાર

તાઃ૨૯/૬/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

સકળ સૄષ્ટિના સર્જનહાર,અખિલ બ્રહ્માન્ડના એ તારણહાર
અવનીપરના જીવનો આધાર,ભક્તિએ દઇ દે પ્રેમ અપાર
.                              …………………..સકળ સૄષ્ટિના સર્જનહાર.
અનેક દેહ મળે છે જીવને,સાંકળ અવનીએજ બાંધી જાય
અકળલીલા એજ પરમાત્માની,ના કોઇથી ક્યારે છટકાય
માનવદેહમાં ઉજ્વળતા સંગે,જીવનુ કલ્યાણ કરી જવાય
ભક્તિનીસાચી એકજ કેડીએ,જીવને મુક્તિમાર્ગ મળીજાય
.                               ………………….સકળ સૄષ્ટિના સર્જનહાર.
પ્રાણી પશુનો દેહ મળતા જીવને,ના ક્યાંય કશુંય સમજાય
નિરાધારી જીવનમાં ફરતા,ના રાહ કદી જીવથી  મેળવાય
ના સથવારો કોઇ સમજનો રહે,કે ના મળે શાંન્તિનો સંગાથ
મૃત્યુ જ છે એક કેડી દેહની,અવનીથી જીવથી છુટી જવાય
.                             …………………..સકળ સૄષ્ટિના સર્જનહાર.

*********************************************

June 28th 2013

આવી જાવને

.                 .આવી જાવને

તાઃ૨૮/૬/૨૦૧૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવી જાવને પ્રેમ લઇને,હુ દયાનો દરીયો છું
પ્રેમની એકજ સાંકળ જોઇને,હું પગે લાગુજ છું
.              …………………આવી જાવને પ્રેમ લઇને.
નિર્મળતાને સંગે રાખજો,સરળતા મળશે સંગે
જીવન ઉજ્વળ કેડીએજ,મળશે માનવતા રંગ
ઉંમરના નાકોઇ બંધનદેહને,સરળ જીવનથાય
અંતરના આનંદને પારખી,મળશે કૃપા અનંત
.                 ……………….આવી જાવને પ્રેમ લઇને.
ખોબે લઈને પ્રેમ આવશો,હું ઝોળીને ભરી દઈશ
સમયપકડીને સંગે રહેજો,પ્રેમનીજ્યોતને લઈ
મળશે કૃપા જલાસાંઇની,નિર્મળ ભક્તિને જોઇ
આજે આવો કાલે આવો,નામને કોઇ ચિંતા ભઈ
.                    ……………….આવી જાવને પ્રેમ લઇને.

ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ‌ઽઽઽઽઽઽઽ

June 27th 2013

મનની માન્યતા

.                   મનની માન્યતા                         

તાઃ૨૭/૩/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની છે કૃપા અનેરી,માનવ જીવનથી સમજાય
હાથ પકડી પરમાત્મા ચાલે,ત્યાંજ માનવતા મહેંકાય
.                         …………………કુદરતની છે કૃપા અનેરી.
અજબકૃપા છે અવિનાશીની,સદકર્મોથી જ સહેવાય
દરેક કેડીએ જીવને જીંદગીમાં,સરળતાજ મળી જાય
અંતરને મળતો આનંદ અનેરો,ને પામરતા મહેંકાય
માનવજીવન સરળ બનતા,આ જીવન મહેંકી જાય
.                         …………………કુદરતની છે કૃપા અનેરી.
મનથી થયેલ ભક્તિજીવને,સાચી સમજણ આ પીજાય
શ્રધ્ધા અને વિશ્વાસની જ્યોત,આજીવન પ્રગટાવી જાય
માન્યતા એતો અતુટ કૃપા છે,જે જીવને જગે અનુભવાય
આવી પ્રેમ મળે જલાસાંઇનો,મળેલજન્મસફળ કરી જાય
.                        ………………….કુદરતની છે કૃપા અનેરી.

=================================

June 26th 2013

ભક્તિનો સાથ

jalabapa's birthday

 

 

 

 

 

 

 

 

 

.               .  ભક્તિનો સાથ

તાઃ૨૬/૬/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવતાની મહેંક પ્રસરે,ને જીવન પણ ઉજ્વળ થાય
પાવન કર્મ જીવનમાં થતાં,સાથ ભક્તિનો મળી જાય
.                         …………………માનવતાની મહેંક પ્રસરે.
જન્મની કેડી જીવન સંગે,જન્મ મળતા ચાલતી જાય
કર્મનામળેલ બંધન જીવને,એઅવનીએ લાવી જાય
સંબંધનો સથવારો વળગી ચાલે,ના કોઇથી છટકાય
આવી અવનીપર જીવતા,જન્મના બંધન મળી જાય
.                         ………………….માનવતાની મહેંક પ્રસરે.
મુક્તિ માર્ગને પકડી લેવા,સાચી ભક્તિ મનથી થાય
ભક્તિમાર્ગ છે જ્યોતનિરાળી,જીવ જન્મથી છુટી જાય
મળે પ્રેમ પરમાત્માનો,જ્યાં જલાસાઈની ભક્તિ થાય
આવી આંગણે મુક્તિ રહે,જે જીવને જન્મથી છોડી જાય
.                         ………………….માનવતાની મહેંક પ્રસરે.

*******************************************

June 25th 2013

કર્મબંધન

sai

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.                    . કર્મબંધન

તાઃ૨૫/૬/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી મળશે ક્યારે મળશે,ના કોઇથી કદી કહેવાય
ઉજ્વળ જીવનની ન્યારી કેડી,સમજણથી સમજાય
.                     …………………ક્યાંથી મળશે ક્યારે મળશે.
અવનીપરનુ આગમન બને છે,જીવની સાચી રાહ
પામરજીવન માનવીનુ,કૃપાએ થઈ જાય છે ન્હ્યાલ
કર્મનીકેડી ઉજ્વળબને,જ્યાં જલાસાંઇની પુંજાથાય
જીવનેસંબંધ મળે છે કર્મના,જે જીવની કેડી કહેવાય
.                   …………………ક્યાંથી મળશે ક્યારે મળશે.
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં માનવતા સમજાય
જન્મ જીવના સંબંધ ન્યારા,જેને કર્મબંધન કહેવાય
મહેંક પ્રસરે કર્મની કેડીએ,જે સંસ્કારથી જ સચવાય
કરેલકર્મના બંધનએવા,જે મુક્તિ માર્ગેય દોરી જાય
.                     ………………….ક્યાંથી મળશે ક્યારે મળશે.

+++++++++++++++++++++++++++++++++++

June 25th 2013

ગજાનંદ

Lord Shiv Mata Parvati

 

 

 

 

 

 

 

 

 

 

 

.                    . ગજાનંદ

તાઃ૨૫/૬/૨૦૧૩                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગણપતિ કહો કે ગજાનંદ,એ છે ભોળા શીવજીના સંતાન
માતા પાર્વતીનાએ લાડલા,જગતજીવના છે એ કરતાર
.                               …………………ગણપતિ કહો કે ગજાનંદ.
અવનીપરનુ આગમન જીવનુ,ગજાનંદની કલમે સચવાય
કર્મ બંધનને પકડી ચાલતો જીવ,સાચી ભક્તિએ બચી જાય
અગમનિગમના ભેદ અનોખા,ના માનવમનને એ સમજાય
કૃપા મળે ગજાનંદની જીવને,જ્યાં ભોલેનાથની ભક્તિ થાય
.                                ………………….ગણપતિ કહો કે ગજાનંદ.
માનવજીવની શ્રધ્ધા છે સાચી,જેને સબુરીય પણ કહેવાય
અલ્લા ઇશ્વરને એક જ માનતા,જગે માનવતા મહેંકી જાય
આવી મળે પ્રેમ પરમાત્માનો,એને જ સાચી ભક્તિ કહેવાય
આંગણે આવીને આશીર્વાદ મળે,ત્યાં ગજાનંદની કૃપા થાય
.                             ……………………ગણપતિ કહો કે ગજાનંદ.

======================================

June 24th 2013

શ્રી મહાદેવ

Pitaji Shivaji

 

 

 

 

 

 

 

 

 

 

 

.                   .શ્રી મહાદેવ

તાઃ૨૪/૬/૨૦૧૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભોળા છે ભગવાન  શિવજી,તેમને  ભોલેનાથ કહેવાય
પરમ કૃપાળુ  છે દયાળુ,તેઓ મહાદેવથીય ઓળખાય
.                 ………………..ભોળા છે ભગવાન શિવજી.
જગત જીવ પર અપાર કૃપા દઈ,ભક્તિ પારખી જાય
આવી આપે પ્રેમ પ્રદીપને,જીવને શાંન્તિ આપી જાય
મા પાર્વતીની કૃપા અનેરી,સાચી ભક્તિએ મળી જાય
ઉજ્વળતાની રાહ આપીને,જીવને મુક્તિએ દોરી જાય
.                ………………….ભોળા છે ભગવાન શિવજી.
ૐ નમઃ શિવાય ના સ્પંદનથી,દેહે ભક્તિ સાચી થાય
મોહ માયાની ચાદર છુટતાં,સાચી પ્રભુકૃપા થઈ જાય
પ્રેમ મળે મને માબાપનો,કૃપા મહાદેવની મળી જાય
આધી વ્યાધીથી મુક્તિ મળતા,માનવતા મહેંકી જાય
.                ………………….ભોળા છે ભગવાન શિવજી.

+++++++++++++++++++++++++++++++++++

June 22nd 2013

સાચી કેડી ધ્રુમીલની

Dhrumil

 

 

 

 

 

 

 

 

 

 

.                    .સાચી કેડી ધ્રુમીલની

તાઃ૨૧/૬/૨૦૧૩                            પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉજ્વળતાની કેડી પકડીને,દીકરો ધ્રુમીલ ચાલ્યો જાય
ભણતરના સોપાનો ચઢતા,આ જન્મ સફળ થઈ જાય
….આજે પપ્પા રમેશલાલ હરખાય,સંગે મમ્મી દક્ષાબેન રાજી થાય.
મોહમાયાના બંધનને છોડતા,કળીયુગથી એ બચી જાય
મનથી સાચી મહેનત કરતાં જ,લાયકાતને મેળવી જાય
સગા સંબંધીઓ દોડી આવ્યા,સંગે લઇને આવે સાચો પ્રેમ
ઉજ્વળ રાહ મળતા ધ્રુમીલને,સન્માન મળી ગયા છે એમ
.                                  ……………….ઉજ્વળતાની કેડી પકડીને.
દીપકમાસી દોડી આવ્યા,સંગે યોગેશકુમાર પણ આવી જાય
આવ્યા પ્રેમે માસી માસાઓ,સંગે ફોઇ ફુઆ  પણ આવી જાય
સન્માનની સાચી કેડીએ,ધ્રુમીલના મિત્રો પ્રેમ વરસાવી જાય
પ્રદીપ,રમા આવીને હરખાતા,સંગે રવિ,હિમા પણઆવી જાય
.                                …………………ઉજ્વળતાની કેડી પકડીને.

======================================
.                 ચી.ધ્રુમીલે હાઇસ્કુલ પુરી કરતા તેની મહેનતે એક હોશિયાર વિધ્યાર્થી તરીકે તેનુ
સ્કુલમાં સન્માન કરવામાં આવ્યું આ તેના પિતા રમેશલાલ અને માતા દક્ષાબેન માટે ખુબજ
ગૌરવનીવાત છે.તેની લાયકાત પ્રમાણે જલારામ બાપા અને સાંઇબાબા ભણતરની ઉજ્વળ
કેડી આપી  અને તન મન ધનથી શાંન્તિ આપે તેવી પ્રાર્થના.
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ,હીમા,નિશીતકુમારના આશીર્વાદ સહિત જય સાંઇરામ.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++

June 21st 2013

કોણ અને ક્યારે

Krupa

 

 

 

 

 

 

 

 

.              .કોણ અને ક્યારે

તાઃ૨૧/૬/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કોણ તમને ક્યારે મળશે ના કોઇને સમજાય.
કોણ તમને ક્યારે રળશે ના કોઇથી કહેવાય.
કોણ તમને ક્યારે ધરશે ના કોઇને સમજાય.
કોણ તમારી જીંદગી વેડફશે ના કોઇથી કહેવાય.
કોણ તમારી કેડી તોડશે ના કોઇથી એ કહેવાય.
કોણ તમારી આબરૂ બનશે ના કોઇને સમજાય.
કોણ તમારી કાયા તોડશે ના કોઇથી કહેવાય.
કોણ તમારૂ મોં બંધ કરશે ના કોઇને સમજાય.
કોણ તમારી લાગણી તોડશે ના કોઇને કહેવાય.
કોણ તમારી કાતર બનશે ના કોઇથી કહેવાય.
કોણ તમારી લાકડી બનશે ના કોઇને સમજાય.
કોણ તમને સાથ આપશે એ સમયથી સમજાય.
કોણ તમારો મોહ તોડશે ના કોઇથી કહેવાય.
કોણ તમારો અંત લાવશે એ પ્રભુકૃપાએ સમજાય.

+++++++++++++++++++++++++++++++++++++++

June 20th 2013

હિમાનો જન્મદીન

Hima

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.              હિમાનો જન્મદીન

તાઃ૨૧/૬/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાથ પકડી ચાલતા રવિનો,જીવન સંગીની થઈ જાય
સાત ફેરા અગ્નિના ફરતાં,એ પતિ પત્નિ  બની જાય
.                      ……………….હાથ પકડી ચાલતા રવિનો.
સંસ્કાર દીધા હિમાને માબાપે,એ વર્તનથી  જ દેખાય
પગે લાગી જય જલારામ કહેતા,પ્રભાત ઉજ્વળ થાય
મળે અંતરથી પ્રેમ હિમાને,આ જન્મ સફળ થઈ જાય
પ્રદીપ,રમાને આનંદ અનેરો,રવિની પત્નિએ કહેવાય
.                      ………………..હાથ પકડી ચાલતા રવિનો.
આંગણે આવીને એ અર્ચના કરે,સુર્યનારાયણને પુંજાય
પવિત્ર કર્મ જીવનમાં કરતાં,જોઇને મન મારૂ  હરખાય
લાગણી પ્રેમ સદા મેળવતા,આજે જન્મદીન ઉજવાય
જલાસાંઇને પ્રાર્થના એટલી,પવિત્ર જીવન જીવી જાય
.                    …………………હાથ પકડી ચાલતા રવિનો.
દીપલ કહે મારી વ્હાલી ભાભી,ને નીશીતકુમાર હરખાય
પ્રેમની પાવન કેડી લઈને,આશીર્વાદ પ્રેમથી દઈ જાય
ભરતભાઇ છે પિતા પ્રેમાળ,ને ઇલાબેનના છે એ સંસ્કાર
દુબાઇથી સાચો સ્નેહ મોકલે,દીકરીનુ જીવનપાવનથાય
.                      ………………..હાથ પકડી ચાલતા રવિનો.

===============================================

.        .મારા વ્હાલા પુત્ર ચી.રવિની પત્નિ અ.સૌ. હિમાનો આજે જન્મદીવસ છે.પરમકૃપાળુ
જલાસાંઇની અસીમ કૃપા મળે અને પરમાત્મા તેને તન,મન અને ધનથી સુખશાંન્તિ આપે
અને સર્વ મનોકામના પુર્ણ કરી ઉજ્વળ જીવન જીવે તેજ અંતરથીપ્રાર્થના.
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ નિશીતકુમારના જય જલારામ.

Next Page »