June 9th 2013

મળેલ શાંન્તિ

.                મળેલ શાંન્તિ

તાઃ૯/૬/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની કેડી નિરાળી,સાચી માનવતાએ મળી જાય
કળીયુગની કાતર છુટે,ત્યાંજ મનને શાંન્તિ મળી જાય
.                               ………………..કુદરતની કેડી નિરાળી.
અગમ નિગમના ભેદ અનેરા,ના કોઇથીય  છટકાય
કળીયુગની આ માયા અનેરી,સમયે સમયે સમજાય
મળે જ્યાં માયાનોમોહ જીવને,ત્યાંઅહીં તહીં ભટકાય
અંત નાઆવે દેહનો અવનીથી,કુદરતી લીલાકહેવાય
.                                ………………..કુદરતની કેડી નિરાળી.
જીવને મળે છે શાંન્તિ જગમાં,જ્યાં મનથી ભક્તિ થાય
જલાસાંઇની સાચી ભક્તિ,જીવને મુક્તિમાર્ગે લઈ જાય
પ્રેમ નિખાલસ મનથી કરતાં,માનવતાય  મહેંકી  જાય
મળેલ શાંન્તિ જીવને અવનીએ,ના કોઇ અપેક્ષા રખાય
.                              …………………કુદરતની કેડી નિરાળી.

=================================