June 20th 2013

હિમાનો જન્મદીન

Hima

 

 

 

 

 

 

 

 

 

 

 

 

.              હિમાનો જન્મદીન

તાઃ૨૧/૬/૨૦૧૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાથ પકડી ચાલતા રવિનો,જીવન સંગીની થઈ જાય
સાત ફેરા અગ્નિના ફરતાં,એ પતિ પત્નિ  બની જાય
.                      ……………….હાથ પકડી ચાલતા રવિનો.
સંસ્કાર દીધા હિમાને માબાપે,એ વર્તનથી  જ દેખાય
પગે લાગી જય જલારામ કહેતા,પ્રભાત ઉજ્વળ થાય
મળે અંતરથી પ્રેમ હિમાને,આ જન્મ સફળ થઈ જાય
પ્રદીપ,રમાને આનંદ અનેરો,રવિની પત્નિએ કહેવાય
.                      ………………..હાથ પકડી ચાલતા રવિનો.
આંગણે આવીને એ અર્ચના કરે,સુર્યનારાયણને પુંજાય
પવિત્ર કર્મ જીવનમાં કરતાં,જોઇને મન મારૂ  હરખાય
લાગણી પ્રેમ સદા મેળવતા,આજે જન્મદીન ઉજવાય
જલાસાંઇને પ્રાર્થના એટલી,પવિત્ર જીવન જીવી જાય
.                    …………………હાથ પકડી ચાલતા રવિનો.
દીપલ કહે મારી વ્હાલી ભાભી,ને નીશીતકુમાર હરખાય
પ્રેમની પાવન કેડી લઈને,આશીર્વાદ પ્રેમથી દઈ જાય
ભરતભાઇ છે પિતા પ્રેમાળ,ને ઇલાબેનના છે એ સંસ્કાર
દુબાઇથી સાચો સ્નેહ મોકલે,દીકરીનુ જીવનપાવનથાય
.                      ………………..હાથ પકડી ચાલતા રવિનો.

===============================================

.        .મારા વ્હાલા પુત્ર ચી.રવિની પત્નિ અ.સૌ. હિમાનો આજે જન્મદીવસ છે.પરમકૃપાળુ
જલાસાંઇની અસીમ કૃપા મળે અને પરમાત્મા તેને તન,મન અને ધનથી સુખશાંન્તિ આપે
અને સર્વ મનોકામના પુર્ણ કરી ઉજ્વળ જીવન જીવે તેજ અંતરથીપ્રાર્થના.
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ નિશીતકુમારના જય જલારામ.

June 20th 2013

બારણે ટકોરા

.                      .. બારણે ટકોરા

તાઃ૨૦/૬/૨૦૧૩                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

વિચારની કેડી મળે મનને,જ્યાં બારણે ટકોરા સંભળાય
કોણ આવ્યું  છે બારણે મારે,મનમાં અનેક વિચારો થાય
.                               …………….વિચારની કેડી મળે મનને.
ઉજ્વળ સુર્યના કિરણને જોતા,પ્રભાત થઇ એમ કહેવાય
મનને શાંન્તિ મળેજ કૃપાએ,જ્યાં સુર્ય અર્ચના પ્રેમે થાય
પડ્યાટકોરા બારણે મારે,આગમનનો અણસાર મળી જાય
બારણુ ખોલતા વડીલ જોતાં,સંકેત જલાસાંઇનો મળી જાય
.                               ……………..વિચારની કેડી મળે મનને.
ભક્તિ સાચી પ્રેમથી કરતાં,જીવથી ઉજ્વળ રાહ મેળવાય
અપેક્ષાના વાદળતુટતાં,સાચાસંતની કૃપા જીવ પર થાય
આવીને આંગણે પ્રભુ રહે,જ્યાં ભક્તિ પ્રેમ નિખાલસ થાય
જીવની જ્યોત પ્રગટે કૃપાએ,જીવને મુક્તિમાર્ગ મળી જાય
.                                  …………….વિચારની કેડી મળે મનને.

=========================================