June 8th 2013

પપ્પા પાગલ

.                        પપ્પા પાગલ

તાઃ૮/૬/૨૦૧૩                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

કલાકુંજની  છે કેડીજ ન્યારી,નાટકની સરળતાએ દેખાય
સંતાનની કળીયુગતા જોતા,આખર પપ્પા પાગલ થાય
.                          ……………….કલાકુંજની  છે કેડીજ ન્યારી.
મુકુંન્દભાઇ પર મહેર માતાની,પિતાના પાત્રથી દેખાય
નિર્મળતાની રાહ પકડી ચાલતા,નાટક સફળ થઇ જાય
દીકરા વહુના પાત્રને ભજવી,કલા સંતાન ખુબ હરખાય
જમાઇ ને દીકરીની  રાહ પકડી,આ નાટક ઉજ્વળ થાય
.                           ………………કલાકુંજની  છે કેડીજ ન્યારી.
તોતડો હોય કે ભીમ હોય,સુંદર પાત્રને જ ભજવી જવાય
દેવીબેનની  શીતળ દ્રષ્ટિએતો,પિતા વરરાજા થઈ જાય
પ્રદીપને હૈયે આનંદઅનેરો,રશેશભાઇને જોતા મળીજાય
હ્યુસ્ટન શહેરમાં કલાકુંજથી,અનુભવી કલાકારને જોવાય
.                         ………………..કલાકુંજની  છે કેડીજ ન્યારી.

=========================================
.             .હ્યુસ્ટનના સ્થાનીક કલાકારોના  કલાપ્રેમે કલાકુંજની સ્થાપના કરી નવા સોપાને
આ બીજુ નાટક પપ્પા થયા પાગલ જનતાને આપી ખુબ જ ઉત્તમ મનોરંજન કરાવેલ છે.
તેની યાદ રૂપે આ લખાણ હ્યુસ્ટનના કલાપ્રેમીઓની સંસ્થા  કલાકુંજને સપ્રેમ ભેંટ.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા રવિ બ્રહ્મભટ્ટ તરફથી જય જલારામ.    તાઃ૮/૬/૨૦૧૩.