August 31st 2017

પરમકૃપાળુ દેવ

.             .પરમકૃપાળુ દેવ     

તાઃ૩૧/૮/૨૦૧૭                  પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિર્મળ ભાવનાએ ભક્તિ કરતા,જીવને પરમાત્માની પરમકૃપા મળી જાય
પાવનરાહની પવિત્રકેડીને પામવા,પ્રત્યક્ષ સુર્યનારાયણ દેવના દર્શન થાય
......એજ અજબ શક્તિશાળી દેવ છે અવનીએ,ના મંદીરમાં તેમના દર્શન કરાય.
કુદરત એતો છે પરમાત્માની દ્રષ્ટિ,માનવીને નિખાલસ ભક્તિએ સમજાય
મળેલ માનવદેહ જીવને અવનીએ લાવે,જે કર્મના બંધનથી જ મેળવાય
સરળ જીવનનીરાહ એ કર્મથી સ્પર્શે,એ પળેપળને પાવનપણ કરી જાય
ઉજવળ જીવન એકૃપા સુર્યદેવની,જે અવનીપર ઉદયઅસ્તથી મળી જાય
......એજ અજબ શક્તિશાળી દેવ છે અવનીએ,ના મંદીરમાં તેમના દર્શન કરાય.
કર્મ એસંબંધ છે જીવના મળેલદેહથી દેખાય,નાકોઇ જીવથી દુર રહેવાય
આગમન વિદાય એતો જીવને સ્પર્શે,જે પરમાત્માની કૃપાએ જ સમજાય
સંત જલાસાંઇએ ચીધેલ રાહે ચાલતા,ભોજન આપી માનવી થઈ જીવાય
એજ પાવનરાહ જીવની કહેવાય,જે મળેલ દેહને પાવનકર્મજ આપી જાય 
......એજ અજબ શક્તિશાળી દેવ છે અવનીએ,ના મંદીરમાં તેમના દર્શન કરાય.
=============================================================
August 28th 2017

આફત આવી

.            .આફત આવી 

તાઃ૨૮/૮/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
કુદરતની આ અજબ લીલા છે અવનીપર,સમયને પકડતા માનવીને એ સમજાય
સમયની સાંકળ જગતપિતાનીકેડી,મેધરાજાને વર્ષાવી ભયંકર આફત આપી જાય
.......લાખો જીવો પર વરસાદ વરસતા,સંગે વીજળીના ધબકારે ધરના આંગણા ધબકી જાય.
રાતદીવસ નાસ્પર્શે આ સમયને,કે ના સુર્યનારાયણના દર્શન કોઇ માનવીને થાય
અજબ ધબકારા થાય અવનીપર વીજળીના,જે સાંભળી અનેક જીવો ભટકી જાય
ધુમ ધડાકા લઈને વરસાદનુ આગમન થતા,માનવીને કુદરતની આફત મળી જાય
ના આગમન કે વિદાય સ્પર્શે અવની પર,જે માનવીના ધરને પ્રેમથી ખોલી જાય
.......લાખો જીવો પર વરસાદ વરસતા,સંગે વીજળીના ધબકારે ધરના આંગણા ધબકી જાય.
કરેલકર્મ એ પકડે જીવને દેહ મળતા દેખાય,કુદરતની કળીયુગી થાપડ ના પકડાય
સમય એતો છે કુદરતની સાંકળ જગતપર,ના કોઇ જીવથી આવતી કાલ સમજાય 
ક્યારે અને ક્યાં કુદરતની લીલા મેળવાય,એ અવની પર કોઇ જીવથી એ પકડાય
મળે જગતપર આફતની હેલી અચાનક,સફળતાની ના કોઇ જ કેડી પણ મેળવાય
.......લાખો જીવો પર વરસાદ વરસતા,સંગે વીજળીના ધબકારે ધરના આંગણા ધબકી જાય.
=======================================================================

 

August 19th 2017

પવન દેવ

 Related image
.             .પવન દેવ   

તાઃ૧૯/૮/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અજબ શક્તિના છે અભિલાષી,નિર્મળ જીવનની પવિત્રરાહ આપી જાય
એજ પિતા છે બજરંગબલી હનુમાનના,જગતમાં કોઇનાથીય ના અંબાય
.....એવા પવનદેવની પાવન કૃપા મળે જીવને,જ્યાં તેમને શ્રધ્ધાએજ નમન કરાય.
કુદરતની આજ પાવનરાહ છે અવનીએ,મળેલ દેહના વર્તનથી સમજાય
માતા અંજનીના પવિત્ર સંતાન હનુમાનજી,જેના પિતા પવનદેવ કહેવાય
શક્તિનો સંગાથ હતો શ્રીહનુમાનને,જે પરમાત્મા શ્રીરામને મદદકરી જાય
રાજારાવણને મળેલ દુષ્માર્ગને ટકોરી,લંકામાં શક્તિશાળીનુ દહનકરી જાય
.....એવા પવનદેવની પાવન કૃપા મળે જીવને,જ્યાં તેમને શ્રધ્ધાએજ નમન કરાય.
પરમકૃપા પરમાત્માની છે અવનીપર,જે નિર્મળ શ્રધ્ધા ભક્તિએ અનુભવાય
ના અભિમાનની કેડી અડે જીવને,કે ના મોહ માયાના વાદળ સ્પર્શી જાય
અજબલીલા પરમાત્માની અવનીપર,જે શ્રીરામનો દેહ અયોધ્યામાં મેળવાય
માતા સીતાએ પવિત્રરાહે મેળવેલ સંસ્કાર,જે પતિની પાવનરાહે ચાલી જાય
.....એવા પવનદેવની પાવન કૃપા મળે જીવને,જ્યાં તેમને શ્રધ્ધાએજ નમન કરાય.
=============================================================


	
August 18th 2017

પ્રેમ બંધન

Image result for પ્રેમનો સંબંધ
.            .પ્રેમ બંધન   

તાઃ૧૮/૮/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને મળેલ દેહને અવનીપર,અનેક સંબંધનો સંગાથ મળી જાય
કયો સંબંધ ક્યારે મળે દેહને,પરમાત્માની પરમકૃપાએ જ સમજાય
....અનેક યુગ સ્પર્શેછે જગતપર,જે જીવને દેહ મળે કર્મનીકેડી આપી જાય.
પાવનરાહની કેડી મળે દેહને,જે નિખાલસ ભક્તિથીએજ મેળવાય
નાકોઇજ અપેક્ષાની માગણીરહે જીવનમાં,કેનાકોઇ દુષ્કર્મ પણથાય
માનવજીવનને સ્પર્શે છે કળીયુગ,જે અનેક કર્મના સંબંધથી દેખાય
નિર્મળ જીવન એ કૃપા જલાસાંઇની,જે માનવ જીવનને દોરી જાય
....અનેક યુગ સ્પર્શેછે જગતપર,જે જીવને દેહ મળે કર્મનીકેડી આપી જાય.
દેહ મળતા જીવને અનેક સંબંધ મળે,જે કુળની કેડી મળે દેખાય
નિર્મળ કર્મની રાહ મળે,જ્યાં શ્રધ્ધાએ પાવન ભક્તિ પ્રેમથી થાય
મોહમાયા નાઆંગણે આવે જીવનમાં,જ્યાં નિર્મળ પ્રેમબંધન થાય
એજ પવિત્રરાહ જીવને મળેલ દેહની,નાઆફત આંગણેઆવી જાય
....અનેક યુગ સ્પર્શેછે જગતપર,જે જીવને દેહ મળે કર્મનીકેડી આપી જાય.
========================================================
August 17th 2017

માબાપની સેવા

Image result for માબાપ

.           .માબાપની સેવા
તાઃ૧૭/૮/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની અજબલીલા અવનીપર,અનેક અનુભવથી સમજાઇ જાય
પાવનકેડી એ આપે શાંન્તિ જીવનમાં,ના અપેક્ષા કોઇ અડી જાય
.....દેહને મળેલ સંસ્કાર પવિત્રરાહ આપે,જે માબાપનીજ કૃપા કહેવાય.
કર્મનીકેડી એ તો સંબંધ છે દેહના અવનીએ,જે દેહ મળતા દેખાય
કરેલ કર્મનો સંબંધ એસ્પર્શે જીવને,જે જીવને મળેલ દેહથી સમજાય
અવનીપરનુ આગમન એ કૃપા માબાપની,અવનીપર દેહ આપી જાય
ઉંમરને ના આંબે કોઇ જગતપર,મળેલ દેહના વર્તનથી સમજાઈ જાય
.....દેહને મળેલ સંસ્કાર પવિત્રરાહ આપે,જે માબાપનીજ કૃપા કહેવાય.
જીવને જકડે છે કર્મના સંબંધ,એજ મળેલ દેહના વર્તનને અડી જાય
પ્રેમ જગતમાં મળે છે દેહને જીવનમાં,જે નિર્મળ જીવનને સ્પર્શી જાય
પ્રેમની નિર્મળરાહે જીવતા પતિપત્નીને,સમયની કેડીએ પ્રેમ મળી જાય
માબાપની લાયકાત મળે જીવનમાં,જે સંતાનના આગમનથી જ દેખાય
.....દેહને મળેલ સંસ્કાર પવિત્રરાહ આપે,જે માબાપનીજ કૃપા કહેવાય.
======================================================
August 16th 2017

અનુભવનો સંગાથ

    Image result for અનુભવનો સંગાથ
.           .અનુભવનો સંગાથ
તાઃ૧૬/૮/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળે માનવદેહ જીવને અવનીએ,જે પરમાત્માની પરમ કૃપા કહેવાય
આવન જાવન એ સંબંધ છે જીવના,જે કર્મના બંધનથી મળી જાય
.....કુદરતની છે આ અજબલીલા,જીવને નિર્મળભાવે કરેલ કર્મથી સમજાય.
મળેલ દેહને સમયનીસાંકળ સ્પર્શે,જીવનમાં અનેક અનુભવે મેળવાય
જ્યોત પ્રેમની પ્રગટતા જીવનમાં,પરમાત્માની કૃપા જીવને મળી જાય
મોહમાયાનો સંબંધ ના સ્પર્શે દેહને,એજ પાવનકેડીનો અનુભવ થાય
સંગાથ મળે જીવનમાં સત્કર્મનો,જે જલાસાંઇની ભક્તિરાહે મળી જાય
.....કુદરતની છે આ અજબલીલા,જીવને નિર્મળભાવે કરેલ કર્મથી સમજાય.
જગતમાં ના આંબે કોઇ ઉંમરને,જે કુદરતની અજબ શક્તિરાહ કહેવાય
પાવનજીવન એ નિર્મળકેડી માનવીની,જે અનુભવનો સંગાથ આપી જાય
ના આફતનો કોઇ અણસાર રહે,કે ના કોઇ જ અપેક્ષા જીવનમાં રખાય
સંસારની જોડી એ તો છે સંબંધ દેહના,જીવને માબાપથી જ મળી જાય
.....કુદરતની છે આ અજબલીલા,જીવને નિર્મળભાવે કરેલ કર્મથી સમજાય.
=======================================================

	
August 15th 2017

आझाद दीन

Related image
.            .आझाद दीन
ताः१५/८/२०१७             प्रदीप ब्रह्मभट्ट 

भारत मेरा देशहै महान,जीसे आझाद दीनपर प्रदीपका सलाम
प्रेम भावसे रहेते हे भारतके वासी,उज्वळ जीवनको लेके साथ
......एसे मेरे देश भारतका,आज आझाद दीन पर करते हे सन्मान.
भारत देशकी जनता है पवित्र,और साथमे हिंमत रखते है अपार
देशके जो बने है मंत्री,वो अजब शक्तिको रखके करते थे काम
आजादीकी हैअमरगाथा भारतकी,अंग्रेजोको भगाके कीया आझाद
परमशांन्तिको देकर देशकी जनताको,अजब शांंन्तिका दीया साथ
......एसे मेरे देश भारतका,आज आझाद दीन पर करते हे सन्मान
पवित्रराह पर लेजानेसे देशको,जगतमे मिलताहै अनेक देशका मान
भारतवासी है शक्तिशाळी जीवनमें,उज्वळराहसे करते है सब काम
देशके गुजराती है श्रध्धाशाळी,जो देशको दीलातेहै गौरव और मान
वडाप्रधान है श्री नरेंद्रभाइमोदी,दुनीयामे भारतको करवाते है सलाम
......एसे मेरे देश भारतका,आज आझाद दीन पर करते हे सन्मान.
=====================================================

	
August 15th 2017

ગીરધર ગોપાલ

Image result for ગીરધર ગોપાલ
.             .ગીરધર ગોપાલ 

તાઃ૧૫/૮/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં વ્હાલા ગીરધર ગોપાલા,મા જશોદાના દીકરા થઈ આવ્યા
રાધીકા સંગે એ મોરલી વગાડતા,ગોપીઓના એ વ્હાલાય કહેવાયા
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
પવિત્રપ્રેમની ગંગાને વહેવડાવતા,મથુરામાં અનેકનો પ્રેમ મેળવી જાય
સમયની સાથે ચાલતા જીવનમાં,માની અનંત કૃપાનો લાભ લઈ જાય
વાંસળી વગાડી સ્વર દીધો પ્રેમીઓને,જે વૃદાવનમાંય સંભળાઇ જાય
તાલીઓના તાલને પકડી ચાલતા,ગોપીઓ સંગે એ ગરબે ઘુમી જાય
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
પરમાત્માએ લીધેલદેહ અવનીપર,કૃષ્ણકનૈયા ગીરધર ગોપાલાય કહેવાય
અનેક પવિત્રનામનો સંગ રહેતા,અનેક ગોપીઓના વ્હાલાએ થઈ જાય
દાંડીયા સંગે વાંસળીય વગાડતા,ધરતીના જીવોને પાવનરાહ આપીજાય
પ્રદીપના એવ્હાલા શ્રીકૃષ્ણનો આજે જન્મદીવસ,સૌ ભક્તોથી ઉજવાય
...એવા અવતારી જન્માષ્ટમીએ આવ્યા અવનીપર,જે શ્રી કૃષ્ણથી ઓળખાય.
=========================================================
August 15th 2017

સરળજીવન

Related image
.            .સરળ જીવન
તાઃ૧૫/૮/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકેડી મળે આશિર્વાદથી સંતાનને,જ્યાં માબાપનો પ્રેમ મળી જાય
સંસ્કાર સાચવી જીવનજીવતા અવનીએ,કુટુંબનુ સન્માન પણથઈ જાય
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
કુદરતની લીલા અવનીપર દેહના વર્તને સમજાય,જે કર્મને સંબંધી જાય
મળેજ્યાં માયા દેહને દેખાવની,ત્યાં કળીયુગની કેડી જીવને જકડી જાય
સંબંધ નાસ્પર્શેદેહને જીવનમાં,જ્યાં વર્તનથી મળેલદેહે જીવ દુઃખી થાય
માનવતાની મહેંક ના પ્રસરે જીવની,કુદરતની ના કોઇ જ કૃપા મેળવાય
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
રામશ્યામની અદભુતછે લીલા અવનીએ,પરમાત્મા દેહ લઈને આવી જાય
અવનીપર દેહ લઈને જીવોને,પાવનરાહ દેવા રાજારાવણનુ દહન કરીજાય
અજબશક્તિધારી દેહને સદમાર્ગ દેવા,શ્રી કૃષ્ણની અદભુતલીલા થઈ જાય
જીવને મળેલદેહ એ કર્મના બંધન,જે અજબ શક્તિશાળીની કૃપા કહેવાય 
.....એજ રાહ મળેલ દેહની વખણાય,જે મેળવતા અવનીપર જીવને શાંંન્તિ થાય.
============================================================
August 15th 2017

પાવનરાહ

Related image
.              .પાવનરાહ  

તાઃ૧૫/૮/૨૦૧૭                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પરમ કૃપા જગતપર,અનેક જીવોને અનુભવથી સમજાય
નામાયા સ્પર્શે જીવનમાં જીવને,એજ પાવનરાહ જે જીવથી મેળવાય
....મળેલ દેહને નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિ,જીવને અનંતશાંંન્તિ આપી જાય.
અવનીપરના આગમનને સંબંધ કર્મથી,જે જીવને અનેક દેહ દઈ જાય
લાગણીમોહ જગતમાં જીવને જકડે,અનેક દેહના બંધનથી જકડી જાય
પાવન રાહ મળે જીવને અવનીએ,જે મળેલ દેહના વર્તનથી જ દેખાય
શ્રધ્ધારાખી ભક્તિ કરતા કૃપા મળે,જે સંત જલાસાંઇથી માર્ગ મેળવાય
....મળેલ દેહને નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિ,જીવને અનંતશાંંન્તિ આપી જાય.
પવિત્ર જીવનની રાહમળે જે જીવને,એ અનેક જીવોને રાહ આપી જાય
પાવનકર્મએ નિર્મળ જીવનનેસ્પર્શે,જેથકી જીવનમાં ના આફત અડીજાય
કુદરતની આજ અજબ લીલા છે અવનીએ,અબજો વર્ષોથી અનુભવાય
જન્મમરણ એ સંબંધછે જીવના,કરેલ કર્મના બંધનથી અવનીપર અવાય
....મળેલ દેહને નિર્મળશ્રધ્ધાએ કરેલ ભક્તિ,જીવને અનંતશાંંન્તિ આપી જાય.
==========================================================
Next Page »