September 30th 2008

તમે છો મારા

……………………….  તમે છો મારા  

તાઃ૨૯/૮/૧૯૭૫……………… પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માન્યા મેં તો તમને અમારા
……………..  છોને ગમે તેમ તોય ગમનારા
મનને મનાવ્યું તનને બચાવ્યું
 ……………. જીવન જીવવા તમ સંગ દુલારા
 ………………………………. ……..માન્યા મેં તો તમને

કદમ કદમ પર આંખોની સામે
…………….  યાદ તમારી વિસરી શકુ ના
દેતા સહારો મનને મારા,છાનું માનું મનાવી
…………………….. ………. …….માન્યા મેં તો તમને

પગથી પગથી જીવનની પણ
 …………… કેમ માની મેં તારી એ વાણી
ક્યાંથીભુલે મનએ પળનેમાણ્યા મિલનમનોહર
 …………………………….. ………માન્યા મેં તો તમને 

 ઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽઽ

September 30th 2008

પ્રેમાલીંગન

…………………..    પ્રેમાલીંગન

તાઃ૨૬/૮/૧૯૭૫ …….                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનમાં પ્રેમ કદી નવ પામ્યો
  ……………..જગતમાં અહીં તહીં ભટકાયો
  ……………………………………………જીવનમાં પ્રેમ
પ્રેમ થતો અંતરમાં તે પર,
 ……………….. જ્યારથી ગાંઠે બંધાયો
સમાજની આ વિધિ પતાવી
 ……………….. હું અંતે કિનારે આવ્યો.
 ……………………………… ……….જીવનમાં પ્રેમ
આવ્યો જ્યારે ભવસાગરના,
………………….  શીતળ શાંન્ત કિનારે
પામ્યો નહીં પ્રેમાલીંગન
…………………….  દુર તેથી હું ખોવાયો
 …………………………….. ……….જીવનમાં પ્રેમ
સાગરમાં જેમ મીન તરસે
………………….  તેમ પ્રેમ વિના તરસાતો
મને મળી તું દેતી સહારો
 ………………….. જીવન જીવવા હું જાગ્યો
 ………………………………… ……..જીવનમાં પ્રેમ
આશ જીવનમાં તને હતી ત્યાં
                   જીવનજીવવા રોકાણોહતો હું
સાથ મને જીવનમાં મળે તો
……………..  આનંદાલીંગન જીવી જાશું
  ……………………………………..જીવનમાં પ્રેમ

##############################################

September 29th 2008

જીંદગીની કમાણી

                      જીંદગીની કમાણી

તાઃ૧૮/૮/૧૯૮૩      …………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ્

જીંદગીની છે કમાણી, માણી લેતુ બાકી રહેના
 …….. મુરખ જગમાં મિથ્યા સંબંધ, જગના જાણી લેજે
…………………………………………..આ ભવને જાણી લેજે

કર્મની ન્યારી ગતી નિરાળી,પ્રેમ જગતમાં પુંજવા જેવો
………સાચીસગાઇ તારી સંગેઆવે,મિથ્યાલાગે જગનાબંધન
…………………………………………….જીંદગીની છે કમાણી

સતની સેવા મનમાંનથી, પણ અંતે તારા મનમાં જાગે
………શું કર્યુ કે શુ કરવાનું, કાંઇ ના સુઝે ત્યારે જીવને
 …………………………………………..જીદગીંની છે કમાણી

જોઇ જીવનની ચડતીપડતી,સમજી શક્યો નાજીવન ટાણે
………સંત સમાગમ સાચો લાગે, અંતે એ સૌ સાથે આવે
 ……………………………………………જીંદગીની છે કમાણી

અંત નથી સમજી શકવાનો,ક્યારે નિરખી જાય
……..સમજી ને પળેપળ લેજે,જીવનમાં પગલાં ચાર
  ……………………………………………જીદગીની છે કમાણી

########################################

September 29th 2008

જોગીની માયા

…………………      જોગીની માયા

તાઃ૨૨/૭/૧૯૮૩ ….(ગુરુપુર્ણીમા) …પ્રદીપ બ્રહ્મભટ્ટ

માયા લાગીરે મને ફરતા આ જોગીની…..(૨)
કાયાનું ભાન નહીં, મોહનું નામ નહીં
જીવતર આપ્યુ છે જેણે જાણી,ઓ યોગી તારી
                                        ……..માયા લાગી રે

જાણે અજાણે મારા દેહથી હું નમું છુ
……………..    ભવસાગરમાં ખોબલા ભરું છુ
ક્યારે તરાસે આ જીવની ઝંઝટ ને
                    મોહ મને નહીં તરવા દે…માયા લાગી

ગુરુ બનાવી પુરુ કરવાની
………………..  મનમાં છે તમન્ના પણ જાગી
જનમ મરણનું વ્યર્થ આ સર્જન
                    છુટશે હવે સાચી સેવાથી….માયા લાગી.

઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼

September 29th 2008

गहेराइ

………………………….      गहेराइ

ताः३०-५-१९७७                   …….. प्रदीप ब्रह्मभट्ट

पावन तेरे दर्शन है,
…………………………जो कभी ना भुल पाउगा
गहेरा तेरा चहेरा है,
…………………………जो कभी ना समझमै पाउगा
तेरे आंगनमें जो फुल खीले,
………………………….कभीना मुरझा पायेगे
नैनोकी तेरी बानीको,
…………………………..कभी ना पढ मै पाउगा
कर्मोकी तेरी लीलाको,
…………………………..कभी ना मै लीख पाउगा
दर्शन से तेरे मुक्तानंद,
………………………….. परम शांन्ती मै पाउगा
ओ प्राणसे प्यारे बाबा,
……………………………तेरे चरणकमल मै पाउगा
मुक्त बनेगे मुक्तानंदसे,
……………………………जो कभी न जगमें आयेंगे

++++++++++++++++++++++++++++++++++++++++++++++++

  ……….महाराष्टके गणेशपुरीके गुरुदेव सीध्धपीठ आश्रमके पु.बाबा की सेवामे
ये लेख सर्मपीत करते हुए आणंद, गुजरातसे प्रदीप ब्रह्मभट्ट तथा परीवारकी
ओर से बाबाको वंदन सहित प्रणाम.

ताः३०-५-१९७७, आणंद.

September 28th 2008

આરાધના

……….         ……….. આરાધના

તા૨૦/૧૧/૧૯૭૭ …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

મા અંબા તારી કરુ આરાધના,
                     મુજ હૈયુ તુજને સદા નમે
પ્રેમે દર્શન કરવા માડી
                      તરસે મારા મન અને પ્રાણ
                                  ……..મા અંબા તારી

ગબ્બર થી આવે અંબે મૈયા
                        મા કાળકા  પાવાગઢથી
આવે મૈયા ભક્તો કાજે
……………        સાચી એક સૌની ભક્તિ
……………………………..    …….મા અંબા તારી.

મા આણંદ આવે પ્રેમે ઘુમે
………………..    અમ ગરબે રમતા સૌની
કાયા પલડે મનડં પલડે
                       પ્રેમે તારા માવડી..ઓ..(૨)
…………………………………..    ….મા અંબા તારી.

ગરબે ધુમતી ચાચર ચૉકે
                        ભક્તોની સુણી પુકાર
તાલે તાલ મલે ત્યાં
………………………જીવનો થાય  ઉધ્ધાર 
……………………………….  …………મા અંબા તારી

+++++++++++++++++++++++++++++++++++++++++

September 28th 2008

શ્રાવણી મેઘલો

 ………………………   શ્રાવણી મેઘલો

 તાઃ૧૭/૯/૧૯૭૭ …………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રાવણી સંધ્યા મધ્યે, શાંન્ત અને આનંદ વચ્ચે
વરસી ગયો આ મેઘલો…..(૨)  ……શ્રાવણી સંધ્યા.

નીત નીત વરસે નેણ,શાન્ત અને શીતળ દીસે
ઝળઝળ ઝળઝળ તેજ વૃક્ષ પત્તે છે ભાસે 
આંખોમાં આનંદની હેલી,તાત ભલે છોને વરસે
મહેનત કરતાં રાત અને દીન, હાથ નહીં થાકે
………………………………………….શ્રાવણી સંધ્યા મધ્યે.

શીતશીત વાતો વેણ, ધીમો કલરવ કરતો જાય 
શુધબુધ ભાસે તોય, માનવ મનડાં હરી જાય 
વૃક્ષને દેતો પાંદડાથી લેતો મીઠો એ આનંદ
રહેમ કરે એ જગ માનવ પર,વરસો વર્સી જાય
 …………………………………………શ્રાવણી સંધ્યા મધ્યે.

ઘેરા ઘેરા વાદળ, વરસે મેઘ નીલા દેખાય
ટાઢુ ટાઢુ લાગે,ને માનવમન આનંદીત થાય
જમીન પલાળી ભાસે,નેઅંતે સાગરમાં સમાય
વહેણ કદીના અટકે જોવા, વરસે ક્યાંથી મેઘ
 ………………………………………..શ્રાવણી સંધ્યા મધ્યે.

++++++++++++++++++++++++++++++++++++++++

          

September 27th 2008

મારું નામ અમથો

                    મારું નામ અમથો

તાઃ૨૬/૯/૨૦૦૮                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

અમથો મારું નામ,પણ કરતો હું સૌના કામ
પ્રેમથી મળતો સૌને, ને હું હૈયે રાખતો હામ
 ………………………………….ભઇ અમથો મારું નામ

આંગળી પકડી ચાલુ, જ્યાં નાનું બાળક દેખુ
પાપાપગલી  કરાવુ ને વંદન પણ શીખવાડુ
વ્હાલ પણ કરુ હું એવું જાણે લાગે પોતા જેવું
દોડી આવે મારી પાસે છોડી મમ્મીનો ખોળો
 ……………………….   ……..ભઇ અમથો મારું નામ

લાકડી લઇને આવતાં મેં દીઠા ઘરડા કાકા
હામ હૈયાથી દેતો ને દુઃખડાં ભુલવા કહેતો
ભુતકાળ ભરખી ગયો જે યાદ હવેના કરવો
પ્રભુ ભજી લેવાજ આજે,કાલના કહેવા જેવી
…………………………..  …….ભઇ અમથો મારું નામ

નામ મળ્યુ મને માબાપથી,ના મને કોઇ મોહ
ના કામ કોઇના આવ્યો,બની ગયો હું અમથો
માતાપિતાની લાગણી,ને પ્રભુ ભક્તિમાં સ્નેહ
અમથો ના રહ્યો હવે,મને મળ્યો ઘણાનો પ્રેમ
………………………..    ……..ભઇ અમથો મારું નામ

mmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmmm

September 26th 2008

સંતોષી માતા

  …………………….     સંતોષી માતા

તાઃ૨૬/૯/૨૦૦૮ …. ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

જય જય મા સંતોષી તારી પ્રેમે આરતી ઉતારુ
હૈયાથી વંદન કરુ હું ને ભાવથી શીશ નમાવુ
                               …….મા જય જય મા સંતોષી

નિશદીન મંગળમુરતી નિરખી પ્રેમે ભજન હુંગાવું
દીન દુખીઓના કીધા કામ ને મને શાંન્તી દીધી
                            ……. ઓ મા હું ગુણલા તારા ગાઉ 

જીવનમાં જ્યોતજલાવી મા બાળકને લેજો ઉગારી
ના મિથ્યા માનવ જીવન ને ના લાલચ હું માગુ
                          …….દેજો મા કૃપા કરજોસાર્થક જન્મ

રોજ સવારે વંદન કરતો ને પ્રેમે આરતી હું ઉતારુ
રાખજો સેવકને ચરણોમાં ને કરજોજીવન ઉજ્વળ
                       ……..ઓ માડી આ બાળને સંભાળી લેજો.

++++++++++++++++++++++++++++++++++++++++

September 26th 2008

ભક્તિનો પ્રતાપ

 ………. …………….. ભક્તિનો પ્રતાપ

તાઃ૨૫/૯/૨૦૦૮ ……. …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગમાં જીવન મહેંકી જાય,ને હૈયે અનંત આનંદ થાય
મનને શાંન્તિ મળતીજાય,ને પ્રીત સદા જીવનમાંથાય
જ્યાં લગનીભક્તિથી થાય,ત્યાંજીવન પ્રેમેજીવી જવાય
……….              …….માગુ હુ પ્રભુથી ભક્તિએ જીવન બંધાય

સંતની સેવા ને માર્ગ લીધો, જ્યાં મળે જીવને સંતાપ
ના માગણી કરી કદી કે ના આશા જીવને કોઇ દેખાય
મળે મનને શાંન્તિ પ્રભુથી જે જીવને મુક્તિએ લઇજાય
……..                 ……માગું હુ પ્રભુથી ભક્તિએ જીવન બંધાય

જય જલારામનું રટણ  ને સંત સાંઇબાબા ભજાય
લખ્યા લેખ મિથ્યા થાય જ્યાં સાચા સંતને સમરાય
ભક્તિ ની શક્તિ છે એવી જે મુક્તિ ના ખોલે છે દ્વાર
 …………………    …..માગુ હુ પ્રભુથી ભક્તિએ જીવન બંધાય

—————————————————————————

Next Page »