September 29th 2008

જીંદગીની કમાણી

                      જીંદગીની કમાણી

તાઃ૧૮/૮/૧૯૮૩      …………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ્

જીંદગીની છે કમાણી, માણી લેતુ બાકી રહેના
 …….. મુરખ જગમાં મિથ્યા સંબંધ, જગના જાણી લેજે
…………………………………………..આ ભવને જાણી લેજે

કર્મની ન્યારી ગતી નિરાળી,પ્રેમ જગતમાં પુંજવા જેવો
………સાચીસગાઇ તારી સંગેઆવે,મિથ્યાલાગે જગનાબંધન
…………………………………………….જીંદગીની છે કમાણી

સતની સેવા મનમાંનથી, પણ અંતે તારા મનમાં જાગે
………શું કર્યુ કે શુ કરવાનું, કાંઇ ના સુઝે ત્યારે જીવને
 …………………………………………..જીદગીંની છે કમાણી

જોઇ જીવનની ચડતીપડતી,સમજી શક્યો નાજીવન ટાણે
………સંત સમાગમ સાચો લાગે, અંતે એ સૌ સાથે આવે
 ……………………………………………જીંદગીની છે કમાણી

અંત નથી સમજી શકવાનો,ક્યારે નિરખી જાય
……..સમજી ને પળેપળ લેજે,જીવનમાં પગલાં ચાર
  ……………………………………………જીદગીની છે કમાણી

########################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment