September 24th 2008

રજકણ

 …………………….. રજકણ

તાઃ૪/૨/૧૯૭૭ ……………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભવેભવમાં ભટકી આવી,યુગેયુગના જોગીને જોતી
તરસે આ રજકણ સૃષ્ટીના સર્જક નિરાકાર પ્રભુને
 ………………………………………. ……..ભવેભવમાં ભટકી
વૃદાવનમાં કાનાને જોઇ, રાસ રમંતી રાધાને જોઇ
ગોપીઓના સંગમાં, ગીતોમાં ગરકેલી ટોળીનેદીઠી
રાસની રમઝટ કરતીઅનેરી, સાચીભક્તિ પણજોઇ
    ……………………………………………..ભવેભવમાં ભટકી
કળીયુગની કામણલીલાને જોતી આવી આયુગે
હૈયુના હેત દે મનડુ નામેળ કરે દુખડા દીઠાદ્વારે
આંખોમાં તેજ ના,દીસે ત્યાંપડરમાયાના અપાર
    …………………………………………..ભવેભવમાં ભટકી
સ્પર્શેના જીવને મનને નામોહ આ કામણકાયાનો
દુનીયા દેખાવની ભક્તિ ના ભાવની હૈયે દેખાતી
મળતી ના મનની પ્રીત નિરાળી ખાલી દેખાવની
    …………………………………………..ભવેભવમાં ભટકી
__________________________________________