September 7th 2008

સગપણની શક્તિ

                     સગપણની શક્તિ

તાઃ૬/૯/૨૦૦૮ …………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધરતી પરના આગમન ને, સગપણનો છે સંબંધ
આગળપાછળ ના વિચારવાનું આછે સાચુ સગપણ

સંતાનબનીને અવની પર માબાપનુ છે સગપણ
ના તારું આ જગતમાં બીજુ છે કોઇ અવતરણ
જીવનુ લેણુ ને કર્મનુ દેવુ જન્મ મલતા સચવાય
કરવાતારે જીવનેજેબાકી રહીગયેલા જન્મોનાકામ
                        …………..ધરતી પરના આગમનને
ભાઇબહેનના બંધનનિરાળા જ્યાંસાચોપ્રેમ હરખાય
લાગણીપ્રેમને સ્નેહની દોર અદભુત રીતે સમજાય
બહેનના પ્રેમને પામવાકાજે,ભાઇની ભાવના ભરજે
સકલ જગતમાં નિશ્વાર્થ પ્રેમ બહેનને પ્રેમે દઇ દેજે
……………….  …….  ……………..ધરતી પરના આગમનને
પતિપત્નીમાં સમાયો, સહજ સફળ ને ઉત્તમ પ્રેમ
માગણી જીવમાં દેખાતી હ્રદયથી નીકળી મળતી
અવિનાશી આજગતની સૃષ્ટિ પતિપત્નીમાંઅટવાતી
જ્યાં વિશ્વપિતાની કૃપાથકી આજીવની ઉન્નતિ થાતી
 …                      ….. ……….ધરતી પરના આગમનને
વૃધ્ધ શરીરને ના વળગી રહેવું મુક્તિ માટે તરસવું
સંતાન થકી સંતાનને નિરખી આ ભવમાં ના ભટકવું
લાગી જો લંઘરનીમાયા, મળ્યાકરશે આજગમાં કાયા
અંતે માનવજન્મ પછી પશુપક્ષીમાં આજીવ અટવાશે
…………………………………….  …..ધરતી પરના આગમનને

////////////////////////////////////////////////////////

September 7th 2008

સાંકળના બંધન

               સાંકળના બંધન

તાઃ૬/૯/૨૦૦૮                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંકળ તારા બંધન, ના તુટે ના કોઇથી તોડાય
જગમાં કર્મના બંધન ના સમજ્યા ના સમજાય
ઓ વિશ્વવિધાતા તારી લીલા કોઇથીના પરખાય
આ સૃષ્ટિનો અણસાર જગમાં કોઇથી ના છોડાય
…….      …………………………સાંકળ તારા બંધન
અગણીત તું ઉપકાર સમજુ, તારા ના કહેવાય
ભવસાગરમાં થતા તારાકામ તારાકર્મથી ગંઠાય
………….                  …………સાંકળ તારા બંધન
કુદરતનીકરામત જગતમાં નાપારખી નાપરખાય
દીધી હૈયાથી હામ કોઇને,સૃષ્ટિમાં સાચી સમજાય
  …………. ………………………સાંકળ તારા બંધન
મુક્તિ માગતાં જીવનમાં કદી માગે ન મળી જાય
લાગળીતારી પરખાય જ્યાંભક્તિમાં મનપરોવાય
      …………………..  …………સાંકળ તારા બંધન
હરે રામ હરે કૃષ્ણ કરતાં કરતાં મનડૂ ક્યાંક કચવાય
જયજલારામ,જયસાંઇરામ સાંભળતા પ્રભુપણ હરખાય
…..                           …………સાંકળ તારા બંધન
લાગણી વહેંચતા પ્રેમ આટોપતા જીવો જ્યાં મલકાય
મનની સાંકળની કડી સંધાતા જીવની ઉન્નતી થાય
……..                          ……….સાંકળ તારા બંધન

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦