September 15th 2008

પ્રેમાલીંગન

…………..              પ્રેમાલીંગન

તાઃ૨૬/૮/૧૯૭૫ ……..               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવનમાં પ્રેમ કદી નવ પામ્યો
 …………….. જગતમાં અહીં તહીં ભટકાયો
 …………………………………જીવનમાં પ્રેમ  કદી 

પ્રેમ થતો અંતરમાં તે પર,જ્યારથી ગાંઠે બંધાયો
સમાજની આ વિધિ પતાવી અંતે કિનારે આવ્યો
…….                           ………..જીવનમાં પ્રેમ કદી 

આવ્યો જ્યારે ભવસાગરના શીતળ શાંત કિનારે
પામ્યો નહીં હું પ્રેમાલીંગન દુર તેથી હું ખોવાણો
 …………………………… ……….જીવનમાં પ્રેમ કદી 

સાગરમાં જેમ મીન તરસે તેમ હું પણ તરસતો
મને મળી તુ દેતી સહારો,જીવન જીવવા જાગ્યો
 ……                           ………..જીવનમાં પ્રેમ કદી

આશ જીવનમાં હતી ત્યારે જીવનજીવવા રોકાણો
સાથ મનેમળે જીવનમાં આનંદાલીંગન જીવીજાશું 
 …………………………… ……….જીવનમાં પ્રેમ કદી  

——————————————————      

September 15th 2008

પીંધા જાણી જાણી

 ………………….   પીંધા જાણી જાણી

તાઃ૧/૬/૧૯૭૫ ……………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યાં સુધી મારુ મનડું ના માને
             મેં તો પીધા છે જાણી જાણી…..જ્યાં સુધી

કરમ લખેલા કોણે જાણ્યા….(૨)
  કીધા છે એણે મુજથી ય અળગા
કહ્યુ ના કેમ માને ,આ મારુ મનડું રે………..જ્યાં સુધી

તમને દીધેલા વચનો જ પાળ્યા
  કરશો તમે તોય દીલ પર પડદો
ગમેતેમ ના કહેશો આ મોહ્યું મનડું રે………..જ્યાં સુધી

દીવસ અને રાતન વૅણ જુદા છે
  ક્યાંથી એ મળશે મન કહે મારું
જોયુ જેમ જાણ્યું છે કરમ માણીશુ રે………….જ્યાં સુધી

  1. _________________________________________
September 15th 2008

કામિની

……………………….      કામિની

તાઃ૨૫/૮/૧૯૭૪ …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગની શોભા કોને વારી જાય
             આંખોને આનંદ આપતી આ સૃષ્ટિ
ફુલો ધરેલી આ લતા ક્યાંથી?
આરાધના બની છે આ કામિનીની……..જગની શોભા

કેસુડાના ફુલોને હું નીરખી રહુ
                 ભમરાના ગુંજનને હું ગણગણું
ગુલાબની આ પાંખડીઓ પીખી રહું
પુષ્પની ગુણલતા છે કલા કામિનીની…….જગની શોભા

માનવીના દેહને જગમાં લાવી દે છે
               કામદેવની રચાયેલી આ કામિની
કોના લખ્યા ક્યાં લેખ કેમ કહું
લીલા અપરંપાર છે આ કામિનીની……..જગની શોભા

============================================

September 15th 2008

મા ભોમને કાજે

 ………..                     મા ભોમને કાજે

તાઃ૨૬/૧/ ૧૯૭૪(૨૬મી જાન્યુઆરી,૧૯૭૪)પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરજે તારા કામ તું મા ભોમને કાજે
               બનજે તુ તલવાર આ વ્હેણની સાથે
………………………………………….કરજે તારા કામ તું

શીતળ બનીને આ જન્મ બરબાદ ના કરતું
……….  કોના કોના કામ કીધા તેં પુણ્યાતું ભરી લેજે
નારા તારા થાય તોય મદદગાર તું બનજે
……….  અમર થાશે કામ તારા નામની ચિંતા છોડજે
…………………………………………….કરજે તારા કામ તું

ગાંધી, નહેરુ, લાલ બહાદુર વીર પુત્ર સમાન
………..  બલિદાનની અમર વેદીપર બની તું નિરાકાર
કરજે માનવની તુ ઇજ્જત ફરજથી બળવાન
 …………. સૈન્યો એકે એક છીએ,દુશ્મન ને દઇ પડકાર
……………………………………………….કરજે તારા કામ તું

હિન્દુ, મુસ્લીમ, શીખ, ઇસાઇ જાત હિન્દુસ્તાન
 …………. મારુ તારુ કરજે કાલે આજે થઇ જા તુ તૈયાર
ગગન ભેદી રણશીંગુ વાગી કરે તને પોકાર
…………. ઉઠોજાગો છોડોનીંદ્રા થયો દેશપર કારમોવાર
………………………………………………….કરજે તારા કામ તું

—————————————————–

September 15th 2008

માની જાને

 ………… …………માની જાને

૨૧/૧/૧૯૭૪ …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારી વ્હાલી તુ માની જાને
…………….    મારી સાથે તું લાગી જાને
તારો સાથ નિભાવીશ હું
..                 જીવનભરનાઆવે કોઇદુઃખ
                      ……….મારી વાત તું માની જાને

બાગને ખેતર બહું ફર્યા, હવે આવી લેને મારી કૅર
……..   લાવીશ તને હું માંડવેથી, થોડા દીવસમાંમારે ઘેર
તારી ચાલ ના ભુલ્યો ને યાદ હજુ છે તારા નખરા
………   ડગલું માંડું કે ના લફરુ શોધું મળી મને તું અસલી
                              ………મારી વાત તું માની જાને

પરણુ પરણુ કરતાં કરતાં વીત્યો કેટલો મારો ટેમ
………….  દહાડાવીત્યા મહીનાઓવીત્યા વીત્યાવરસો અનેક
ના કોઇ સાઇન મળી કે ના મળી કોઇ લીલી ઝંડી
……….     વિચાર કરતાં રહી જશો નહી મળે મારી કોઇ વીંટીં
                              ……….હું કેવી રીતે માનુ તમારી 

###########################################                            

September 15th 2008

जीवन नैया

   ……………………..   जीवन नैया

ताः२३-७-१९७२………………… प्रदीप ब्रह्मभट्ट

हे राम हे कृष्ण, मेरी ये तृष्णा
जीवननैया पार लगा दो, बीन दुःख हैये चैन
 ………………………………….   ……..हे राम हे कृष्ण
तुमरे बीननहीं और खिवैया,बीन लागेनहीं चैन
आती जाती हर सांसोमे, तुमरे बीनमेरा कौन
……….                              ……..हे राम हे कृष्ण
बीच सागरमें डोले नैया, सुखदुःख देखे नैन
संसारके चक्कर में, डोले जीवनकी ये नैया
 ………..                           ……..हे राम हे कृष्ण
कौनसे मेरेदोष थेजीसने जीवनआज दीलाया
ना कोइ तो कामथा मेरा जो जीवन बहेकादे
…………                             …….हे राम हे कृष्ण
तुमसेआके मागुंमैतो जीवनमें नारहेकोइ व्हेम
परदीप बनके दीप जलाउ, मीले जीवनमे प्रेम
…………                            ……..हे राम हे कृष्ण

श्रीराम श्रीकृष्ण श्रीराम श्रीकृष्ण  श्रीराम  श्रीकृष्ण