September 15th 2008

કામિની

……………………….      કામિની

તાઃ૨૫/૮/૧૯૭૪ …………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગની શોભા કોને વારી જાય
             આંખોને આનંદ આપતી આ સૃષ્ટિ
ફુલો ધરેલી આ લતા ક્યાંથી?
આરાધના બની છે આ કામિનીની……..જગની શોભા

કેસુડાના ફુલોને હું નીરખી રહુ
                 ભમરાના ગુંજનને હું ગણગણું
ગુલાબની આ પાંખડીઓ પીખી રહું
પુષ્પની ગુણલતા છે કલા કામિનીની…….જગની શોભા

માનવીના દેહને જગમાં લાવી દે છે
               કામદેવની રચાયેલી આ કામિની
કોના લખ્યા ક્યાં લેખ કેમ કહું
લીલા અપરંપાર છે આ કામિનીની……..જગની શોભા

============================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment