September 9th 2008

ઘરની બારીએથી

                      ઘરની બારીએથી

તાઃ૮/૯/૨૦૦૮ ………………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

કુદરતની કલા નિરાલી, ને ભક્તિનો સહવાસ
મનનીમાનવતા મઝાની,જ્યાંત્યાં કરે વિશ્વાસ
………………………………..કુદરત ની કલા નિરાળી

સાંજ પડે ત્યાં સવાર પડે,જન જીવન ફુલેફલે
સુરજના કિરણો દીપે, ઘરની બારી જ્યાં ખુલે
………………………………..કુદરત ની કલા નિરાળી

વાતો વાયરો મહેંક ધરે, શ્વાસે શ્વાસે ઉમંગ ભરે
માનવમહેંરામણ મલકાય,નેપ્રભાતે પુષ્પ છવાય
………………………………….કુદરતની કલા નિરાળી

પંખી કલરવ જ્યાં કરે, વાદળ કાળા વિદાય લે
આગમન સૃષ્ટિનાદીસે,જ્યાં ઘરનીબારીઓ ખુલે
………………………………….કુદરતની કલા નિરાળી

ખળખળ નીર નદીના, ને પનીહારીઓ ઘડા ભરે
સંસાર તૃપ્ત કરવા નારી, બેંડલા આજે શીરે ધરે
………………………………….કુદરતની કલા નિરાળી

 #######################################