July 31st 2011
. કામની કદર
તાઃ૩૧/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનથી કરતાં કામ જીવનમાં,સફળતાઓ જ સહેવાય
માનવતાની મહેંક ત્યાં પ્રસરે,જ્યાં કામની કદર થાય
. ………….મનથી કરતાં કામ જીવનમાં.
સમજણનો સહવાસ રાખતાં,દેહે મહેનત સાચી થાય
કામકાજને મનથી સમજીલેતાં,સફળતામળતી જાય
મહેંક માનવતાની મળેજગે,એ જન્મપાવન કરીજાય
ના અપેક્ષા અંતરની રહે,કે ના કોઇ કામ અધુરા થાય
. …………..મનથી કરતાં કામ જીવનમાં.
આજનું કામ આજે જ કરતાં,ના આવતીકાલે લંબાય
નાઆધી વ્યાધી રહે દેહે,જ્યાં સાચવી મહેનત થાય
નિર્મળતાની વહેતી ગંગા,એ પાવન જન્મ કરી જાય
ના અપેક્ષા અંતરની રહે,કે ના કોઇ કામ અધુરા થાય
. …………..મનથી કરતાં કામ જીવનમાં.
++++++++++++++++++++++++++++++++
July 31st 2011
. લફરુ
તાઃ૩૧/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લટક મટકતી ચાલ જોતાં,કળીયુગે દેહ લબડી જ જાય
બે ત્રણ ડગલાં ચાલતાં પાછળ,બરડે લાકડી પડી જાય
. ………….લટક મટકતી ચાલ જોતાં.
હાય બોલતા હૈયુ થથરે,ને ના પાછળ વળીને જોવાય
અટકી જાય એક ડગલું જગે,તો મોહ માયાએ ભટકાય
ચાર દીવસની ચાંદની ચમકે,ને અંધારૂ ઘોર થઈજાય
ના દેખાય દીવાલ કે દરવાજો,ત્યાં લફરું વળગી જાય
. …………..લટક મટકતી ચાલ જોતાં.
બંધ થાય એકઆંખ મટકી,ત્યાં સામેબીજી મટકી જાય
અણસાર દે એ તકલીફનો,જે ના માનવ દેહે સમજાય
તકલીફોના વાદળઘેરાતાં,જીવનમાંઅંધકાર શરૂથાય
આગળપાછળ ના કોઇ સહારો,આ જીદગી ત્યાંવેડફાય
. …………..લટક મટકતી ચાલ જોતાં.
===================================
July 31st 2011
. જીંદગી કેટલી
તાઃ૩૧/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જાણતું નથી કોઇ આ જગતમાં,કે જીંદગી ક્યારે પુરી થાય
નિર્ધન કે ધનવાનની ના કિંમત,જીવ જ્યાં દેહ છોડી જાય
. …………જાણતું નથી કોઇ આ જગતમાં.
આજકાલને પરખાય નાકોઇથી,ના પરમદીવસનો ખ્યાલ
સમજે સાચીરાહ મળીછે,જેનાથી જગમાં થઇ જશે ન્યાલ
મળેલ જીંદગી માનવીની જીવને,જગે આફતોથી ધેરાય
સાચવી સમજી ચાલતી જીંદગી,આફતે નર્ક એ થઈ જાય
. ………….જાણતું નથી કોઇ આ જગતમાં.
આંગળી પકડી ચાલતું બાળક,માબાપે સંસ્કારથી બંધાય
સરળ ચાલતી જીવની કેડી,ભાવનાએ નિર્મળ બની જાય
સકળજગતમાં સૃષ્ટિનીમાયા,જીવને કાયાએ જકડી જાય
ભક્તિનીનિરળી રાહમળે,ત્યાં જીવની જીંદગી સુધરીજાય
. …………..જાણતું નથી કોઇ આ જગતમાં.
==================================
July 31st 2011
. પકડાયેલ કેડી
તાઃ૩૧/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જકડે મોહ નેમાયા,ના જગમાં છે તેની કોઇ કાયા
આડી અવળી રીત બતાવી,આપી જાય જીવનમાં લ્હારા
. …………..જીવને જકડે મોહ ને માયા.
કેવી કોરી જીંદગી દેહની,જીવનમાં બંધ આંખેજ સમજાય
વર્તન વાણીને જાણી લેતાં,જગમાં એ જીવ પરખાઇ જાય
દેખાવે ફરતી માળાના મણકે,ના કુદરતની કલા સમજાય
મુક્તિ માગવી દેહથીજગે,એજ દીપની ઉજ્વળતા દેખાય
. …………..જીવને જકડે મોહ ને માયા.
સરળતાની જ્યાં સીડી મળે,ત્યાં કામક્રોધ પણ ભાગીજાય
મળે કૃપા સંત જલાસાંઇની,જે મળેલ દેહથીય અનુભવાય
સાચીસમજણ માનવીની છે,જેનાથી ભક્તિદ્વાર ખુલીજાય
પકડાયેલી કેડી જગતે જીવની,તે તેના કર્મબંધન કહેવાય
. ………….જીવને જકડે મોહ ને માયા.
++++++++++++++++++++++++++++++++++++
July 30th 2011
. ચાલતી ગાડી
તાઃ૩૦/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ચાલતી ગાડીએ ચઢી જાવ તો,સૌનો સાથ મળી જાય
આવતી ગાડીની રાહ ના જોતાં,નિર્મળ સૌ બની જાય
. ………..ચાલતી ગાડીએ ચઢી જાવ તો.
સમયને કોઇ ના રોકે,કે ના સમયને કોઇથીય પકડાય
નાતાકાત અવનીપર કોઇની,છોને રૂપ હોય ભગવાન
દેહના બંધન અતુટ જગતમાં,કર્મથી જ એ ઓળખાય
મળે માનવ દેહ અવનીપર,એજ સાચી સફર કહેવાય
. …………ચાલતી ગાડીએ ચઢી જાવ તો.
નિંદરને નોખી રાખવીદેહથી,તો નાકોઇ જગે ભટકાય
શિતળ હોય જ્યાં સવારી,ત્યાં મધુર પવન મેળવાય
જગતની ગાડી જીવને બાંધે,ત્યાં જન્મે જીવ બંધાય
મુક્તિ એ છેલ્લુ સ્ટેશન મળે,જ્યાં ભક્તિ સાચી થાય
. …………ચાલતી ગાડીએ ચઢી જાવ તો.
____________________________________
July 30th 2011
. પુજ્ય સાહેબને ૯૦મા. .(૨જી ઑગસ્ટ ૧૯૨૧)
. જન્મદીને યાદ.
. કૌટુમ્બીક વૃક્ષ રૂપે.
.તાઃ૩૦/૭/૨૦૧૧______________ લી. પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્કુલના મારા સાહેબ હતા,ને નામ છે અંબાલાલ
. ખડોલ ગામથી આણંદ આવ્યા લઈ કાશીબાને સાથ
. જન્મદીનનો આનંદ અનેરો,ભોજનમાં ઉજવાય છે આજ
દીકરા મોટા વિનુભાઇ ને સંગે સ્મીતાભાભીનો સહવાસ
. સંસ્કાર દીધા દીકરા જીગરને ને દીકરી ઉર્વીમાંય દેખાય
દીકરી બીજી હતી વ્હાલી જેનુ નામ મધુબેન પ્રેમે બોલાય
. જમાઇ સતીષકુમાર છે જેનો સહવાસ બધાથી મેળવાય.
સંતાનમાં દીકરો મીતેશ છે,ને દીકરીને સોનલ કહેવાય
. સંસ્કાર સિંચન મળ્યા સાહેબથી,ના બાળકોથી ભુલાય.
ત્રીજા સંતાન દીકરા વસંતભાઇ જેમને સહવાસ વિણાબેનનો
. મોટી દીકરી તો શીતલ, અને વચેટ દીકરી છે ચાંદની
દીકરો એક છે નામ તેનું આકાશ,ત્રણેય સંતાનમાં છે સાથ
. અમને મળેલ પ્રેમ અનોખો,અમારાથી ના કદીય ભુલાય
સૌથી નાના દીકરા રાજુભાઇ છે,ને સાથે અમીબેનનો સાથ
. સંતાનમાં છે બે વ્હાલી દીકરીઓ,નીકી રુહીથી ઓળખાય
પ્રેમ હ્ર્દયથી દેતા અમને,ના કદી રમા,રવિ,દીપલથી ભુલાય
. અમને મળેલ આઉજ્વળ પ્રેમે,અમારા જીવન મહેંકી જાય
++++++++++++++++++++++++++++++++++++++++++
. આણંદના મારા હાઇસ્કુલના શિક્ષક પુજ્ય અંબાલાલ સાહેબના ૯૦મા જન્મદીનની યાદ
રૂપે તેમના કુટુંબના પ્રેમને કદી ના ભુલાય તે ભાવનાથી આ કૌટુમ્બીક વૃક્ષ તેમની સેવામાં અર્પણ
કરુ છુ. કોઇપણ ભુલ હોય તો દીકરો સમજી માફ કરશોજી,
લી.આપનો સ્કુલી સંતાન
. પ્રદીપ બ્રહ્મભટ્ટ્ના વંદન સહિત જય જલારામ. તાઃ૩૦ મી જુલાઇ ૨૦૧૧. હ્યુસ્ટન.
==================================================
July 29th 2011
. ઘોડીયુ ગમે
તાઃ૨૯/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઓ શાંન્તિભાઇ,ઓ રાવજીભાઇ,ઓ મંજુબેનના ભાઇ
સાંભળો મારીવાત,હું સાચુ કહુ,મને ઘોડીયુ ગમે ભઇ
. …………ઓ શાંન્તિભાઇ,ઓ રાવજીભાઇ.
ના સવાર બપોર કે સાંજ નડે,ને ના તાપ કે અંધકાર
અરે મળે આનંદઓઢીને ડોલતાં,ના કોઇથીય છોડાય
ભુખ લાગે ત્યારે ના ભસવાનું,ઉંઆ ઉંઆ કરવાનું તંઇ
મળીજાય બાટલી મોંઢામાં,ફરીપાછુ પારણે ઝુલવાનું
. …………..ઓ શાંન્તિભાઇ,ઓ રાવજીભાઇ.
નામારે કોઇ કામકરવાનું,ના ટેબલ ખુરશીએ બેસવાનું
આરામ કરતાં પગ હલાવું,ને શીતળ કપડુયે ઓઢવાનું
મનનેમઝા ને તનનેઆનંદ,શાંન્તિ ભરીને ઉંઘી લેવાનું
ટપલીપડતાં બુમ પાડવાની,છાનું રહેવા બચી લેવાની
. ………….ઓ શાંન્તિભાઇ,ઓ રાવજીભાઇ.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
July 29th 2011
. It’s True
Dt:29/7/2011 pradip Brahmbhatt
It’s TRUE………
. If you pray god,God will bless you.
. If you love people they will love you.
. If you love you kids they will love you.
. If you write some thing,some will read it.
. If you forget the past your future will bright.
. If you share your hope,God will share with you.
. If you work hard,you will achive your goal.
. If you think twice,you will be very nice to everyone.
. If you love your wife your kids will love you.
. When you pray in the house it will be temple in your life.
+++++++++++++++++++++++++++++++++++++++++++++
July 29th 2011
. जगके संबंध
ताः२९/७/२०११ प्रदीप ब्रह्मभट्ट
ना कोइ है मेरा जगमें,और नाकोइ है पराया भी
जगके संबंध है देहके,मृत्यु पामके छुट जाते भी
. …………. ना कोइ है मेरा जगमें.
प्रेमभावकी ज्योतजले,जहां निर्मळ भावना जागे
अंतरमे जब स्नेह जागे,जगके सब जीव ये मागे
कृपाकरते है गीरधारी,जहां जीवकी भक्ति न्यारी
आकर शांन्ति मनको दे,दे जीवको जगसे मुक्ति
कृपा प्रेमकी होगी प्रभुसे,आशीर्वादकी गंगा बहेगी
. ………….ना कोइ है मेरा जगमें.
बंधहो जाते जगकेनाते,जहां भक्तिराहमील जाती
रामनामके एक रटणसे,मुक्तिद्वार भी खुल जाते
मोहमायाका छुटे बंधन,मीले भक्तिभावका सागर
और अपेक्षा दुरहीरहेती,येहीमिलती जीवको शक्ति
वाळी वर्तन सब छुट जाते,ना कभीभी बीचमे आते
. …………. ना कोइ है मेरा जगमें.
॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॔॓
July 29th 2011
. સરળતાનો સાથ
તાઃ૨૯/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સુખદુઃખને સંબંધ દેહથી,જગતમાં જીવ કદી ના જકડાય
સરળતાનો સાથ મળે જ્યાં,ત્યાં સંત જલાસાંઇને ભજાય
. ………….સુખદુઃખને સંબંધ દેહથી.
નિર્મળતાની આ નાજુક કેડી,તન,મન,ધનથી સમજાય
નામમતા કેના માયાજાગે,જ્યાં ઘેર પ્રભાત વહેલુ થાય
આવે આંગણે કૃપાપ્રભુની,ના બીજા કોઇથી જગે જોવાય
મનન શાંન્તિ દે નિર્મળતા,લાયકાતે સાતેવારે મેળવાય
. …………..સુખદુઃખને સંબંધ દેહથી.
સરળતાનો સાથ મુક્તિથી,જે જીવને માર્ગ બતાવી જાય
જલાસાંઇની એક માળાએ,દેહનો દીવસ ધન્ય થઈ જાય
સંસ્કારનીકેડી છે નિરાળી,જે સાચીમાનવતાએ સમજાય
ના આશાના કિરણ કોઇ શોધે,જ્યાં પ્રેમીભક્તિ થઈ જાય
. ………….સુખદુઃખને સંબંધ દેહથી.
@@@@@@@@@@@@@@@@@@@@@@@