July 31st 2011

કામની કદર

.                    કામની કદર

તાઃ૩૧/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરતાં કામ જીવનમાં,સફળતાઓ જ સહેવાય
માનવતાની મહેંક ત્યાં પ્રસરે,જ્યાં કામની કદર થાય
.                    ………….મનથી કરતાં કામ જીવનમાં.
સમજણનો સહવાસ રાખતાં,દેહે મહેનત સાચી થાય
કામકાજને મનથી સમજીલેતાં,સફળતામળતી જાય
મહેંક માનવતાની મળેજગે,એ જન્મપાવન કરીજાય
ના અપેક્ષા અંતરની રહે,કે ના કોઇ કામ અધુરા થાય
.                   …………..મનથી કરતાં કામ જીવનમાં.
આજનું કામ આજે જ કરતાં,ના આવતીકાલે લંબાય
નાઆધી વ્યાધી રહે દેહે,જ્યાં સાચવી મહેનત થાય
નિર્મળતાની વહેતી ગંગા,એ પાવન જન્મ કરી જાય
ના અપેક્ષા અંતરની રહે,કે ના કોઇ કામ અધુરા થાય
.                    …………..મનથી કરતાં કામ જીવનમાં.

++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment