વેરઝેરના વાદળ
વેરઝેરના વાદળ
તાઃ૨૫/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આ તારું છે ને આ મારુ છેં,એ માનવ મનની ચાહત એક
સમજણનો સંગાથ માબાપથી,જીવન ઉજ્વળ કરી દે છેક
………….આ તારું છે ને આ મારુ છેં.
ઉજ્વળ આવતીકાલ દેહે મળે,જ્યાં સદીઓ ભુસાઇ જાય
અતિની ચાહત છોડી દેતાં,વેરઝેરના વાદળ ચાલી જાય
સમજણ એ સફળતા પણલાવે,ના માટી મોહ મળી જાય
સહવાસ સૌનો સાથે રહેતાં,માનવજન્મ સાર્થક થઈજાય
………….આ તારું છે ને આ મારુ છેં.
શીતળ સવાર મળે દેહને,ત્યાં સંધ્યાકાલ પાવન દેખાય
ઉજ્વળતાના વાદળ ઘેરા,દેહને સુખ શાંન્તિય દઈ જાય
સ્નેહાળપ્રેમ માબાપનો લેતાં,સંતાનનું ભાવીસુધરી જાય
એક પવનની મીઠી લહેરે,દુઃખના વાદળ દુર થઈ જાય
………….આ તારું છે ને આ મારુ છેં.
[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[[