દેજો પ્રેમ
દેજો પ્રેમ
તાઃ૯/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મારી સાંભળજો પુકાર,અમોને દેજો પ્રેમ અપાર
ઓ શેરડીના સાંઇબાબા,મારીસામે જોજો લગાર
……….મારી સાંભળજો પુકાર.
મનમાં એક છે આશા,મારી પુરી કરો અભિલાષા
ઉજ્વળ જીવન જીવતા,મને મળે કૃપા એ આશા
સદવિચારે છાયા મળતાં,મારાદ્વાર ઉજ્વળ થાતા
નિત્ય પુંજનઅર્ચન કરતાં,અમે જીવે શાંન્તિ લેતાં
………..મારી સાંભળજો પુકાર
બાબા છે પ્રદીપની વિનંતી,મને ભક્તિ રાહ દેજો
કરજો થોડી કૃપા બાળક પર,મુક્તિ દ્વારને ખોલજો
આવીઆંગણે ભક્તિપ્રેમલેજો,જીવન ઉજ્વળકરજો
સાંઇબાબા નિર્મળજીવન દઈને,મુક્તિ અમને દેજો
…………મારી સાંભળજો પુકાર.
++++++++++++++++++++++++++++++