સરોજબેનનો જન્મદીવસ
સરોજબેનનો જન્મદીવસ
તાઃ૧૨/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગાડા ગામથી આવ્યા પાળજ,બનવા સરોજના ભરથાર
અશોકુમારને વિશ્વાસએવો,પકડી ચાલશે જીવનમાં હાથ
………….ગાડા ગામથી આવ્યા પાળજ.
આજકાલની દોર પકડીને ચાલ્યા,લીધો પ્રેમથી સંગાથ
મોહ માયાને દુર જ રાખતાંજ,મળ્યો ભક્તિનો અણસાર
સમયની કેડી તો લાગે નિરાળી,તનથી એ નિકળી જાય
આવ્યો જન્મદીન સરોજબહેનનો,સૌના પ્રેમેથી ઉજ્વાય
………..ગાડા ગામથી આવ્યા પાળજ.
સંસારની સાચી સીડી મળતાં,પતિનોપ્રેમ મળ્યો અપાર
દીકરો વૈભવ પકડી કેડી મહેનતની,ચાલી રહ્યો છે આજ
દીપુલાડલી દીકરીએવી,લગ્ને કલ્પેનકુમાર પણ હરખાય
કુટુંબની એવી સાચી લાગણી,જે તેમના વર્તનથી દેખાય
………..ગાડા ગામથી આવ્યા પાળજ.
જન્મદીનનીપ્રીત સૌને,માણી રમા,રવિ,દિપલ ખુશ થાય
જલાસાંઇની મેળવી ભક્તિ,એ પવિત્ર જીવન પામી જાય
આવી હ્યુસ્ટન આંગણુ શોભાવ્યુ,પામીને ભક્તિનો શણગાર
જીવન ઉજ્વળ મેળવી લીધુ,જે તેમના વર્તનથીજ દેખાય
………..ગાડા ગામથી આવ્યા પાળજ.
************HAPPY BIRTHDAY**********
આજે સરોજબેનનો જન્મદીવસ છે તો તેની યાદ રૂપે આ લખાણ
પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમાર તરફથી જય જલારામ સહિત
સપ્રેમ ભેંટ.