July 31st 2011

કામની કદર

.                    કામની કદર

તાઃ૩૧/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી કરતાં કામ જીવનમાં,સફળતાઓ જ સહેવાય
માનવતાની મહેંક ત્યાં પ્રસરે,જ્યાં કામની કદર થાય
.                    ………….મનથી કરતાં કામ જીવનમાં.
સમજણનો સહવાસ રાખતાં,દેહે મહેનત સાચી થાય
કામકાજને મનથી સમજીલેતાં,સફળતામળતી જાય
મહેંક માનવતાની મળેજગે,એ જન્મપાવન કરીજાય
ના અપેક્ષા અંતરની રહે,કે ના કોઇ કામ અધુરા થાય
.                   …………..મનથી કરતાં કામ જીવનમાં.
આજનું કામ આજે જ કરતાં,ના આવતીકાલે લંબાય
નાઆધી વ્યાધી રહે દેહે,જ્યાં સાચવી મહેનત થાય
નિર્મળતાની વહેતી ગંગા,એ પાવન જન્મ કરી જાય
ના અપેક્ષા અંતરની રહે,કે ના કોઇ કામ અધુરા થાય
.                    …………..મનથી કરતાં કામ જીવનમાં.

++++++++++++++++++++++++++++++++

July 31st 2011

લફરુ

.                   લફરુ

તાઃ૩૧/૭/૨૦૧૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

લટક મટકતી ચાલ જોતાં,કળીયુગે દેહ લબડી જ જાય
બે ત્રણ ડગલાં ચાલતાં પાછળ,બરડે લાકડી પડી જાય
.                            ………….લટક મટકતી ચાલ જોતાં.
હાય બોલતા હૈયુ થથરે,ને ના પાછળ વળીને જોવાય
અટકી જાય એક ડગલું જગે,તો મોહ માયાએ ભટકાય
ચાર દીવસની ચાંદની ચમકે,ને અંધારૂ ઘોર થઈજાય
ના દેખાય દીવાલ કે દરવાજો,ત્યાં લફરું વળગી જાય
.                          …………..લટક મટકતી ચાલ જોતાં.
બંધ થાય એકઆંખ મટકી,ત્યાં સામેબીજી મટકી જાય
અણસાર દે એ તકલીફનો,જે ના માનવ દેહે સમજાય
તકલીફોના વાદળઘેરાતાં,જીવનમાંઅંધકાર શરૂથાય
આગળપાછળ ના કોઇ સહારો,આ જીદગી ત્યાંવેડફાય
.                          …………..લટક મટકતી ચાલ જોતાં.

===================================

July 31st 2011

જીંદગી કેટલી

.                  જીંદગી કેટલી

તાઃ૩૧/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાણતું નથી કોઇ આ જગતમાં,કે જીંદગી ક્યારે પુરી થાય
નિર્ધન કે ધનવાનની ના કિંમત,જીવ જ્યાં દેહ છોડી જાય
.                       …………જાણતું નથી કોઇ આ જગતમાં.
આજકાલને પરખાય નાકોઇથી,ના પરમદીવસનો ખ્યાલ
સમજે સાચીરાહ મળીછે,જેનાથી જગમાં થઇ જશે ન્યાલ
મળેલ જીંદગી માનવીની જીવને,જગે  આફતોથી ધેરાય
સાચવી સમજી ચાલતી જીંદગી,આફતે નર્ક એ થઈ જાય
.                      ………….જાણતું નથી કોઇ આ જગતમાં.
આંગળી પકડી ચાલતું બાળક,માબાપે સંસ્કારથી બંધાય
સરળ ચાલતી જીવની કેડી,ભાવનાએ નિર્મળ બની જાય
સકળજગતમાં સૃષ્ટિનીમાયા,જીવને કાયાએ જકડી જાય
ભક્તિનીનિરળી રાહમળે,ત્યાં જીવની જીંદગી સુધરીજાય
.                       …………..જાણતું નથી કોઇ આ જગતમાં.

==================================

July 31st 2011

પકડાયેલ કેડી

.                      પકડાયેલ કેડી

તાઃ૩૧/૭/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જકડે મોહ નેમાયા,ના જગમાં છે તેની કોઇ કાયા
આડી અવળી રીત બતાવી,આપી જાય જીવનમાં લ્હારા
.                      …………..જીવને જકડે મોહ ને માયા.
કેવી કોરી જીંદગી દેહની,જીવનમાં બંધ આંખેજ સમજાય
વર્તન વાણીને જાણી લેતાં,જગમાં એ જીવ પરખાઇ જાય
દેખાવે ફરતી માળાના મણકે,ના કુદરતની કલા સમજાય
મુક્તિ માગવી દેહથીજગે,એજ દીપની ઉજ્વળતા દેખાય
.                       …………..જીવને જકડે મોહ ને માયા.
સરળતાની જ્યાં સીડી મળે,ત્યાં કામક્રોધ પણ  ભાગીજાય
મળે કૃપા સંત જલાસાંઇની,જે મળેલ દેહથીય અનુભવાય
સાચીસમજણ માનવીની છે,જેનાથી ભક્તિદ્વાર ખુલીજાય
પકડાયેલી કેડી જગતે જીવની,તે તેના કર્મબંધન કહેવાય
.                          ………….જીવને જકડે મોહ ને માયા.

++++++++++++++++++++++++++++++++++++