ઓળખાણ
ઓળખાણ
તાઃ૨૨/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ના લાગણી ના વાણી,ના સહવાસથી કોઇને સમજાય
દેખાવની દુનીયા દુર કરતાં,વ્યક્તિ વર્તને ઓણખાય
……….ના લાગણી ના વાણી.
આવીઆંગણે જ્યાં પ્રેમ ધરે,ત્યાં ચેતી ચાલજો આજ
સમજણમાં થોડી જો ભુલ થઈ,તો બુધ્ધિ તમારી ડુલ
એક આફતથી છુટતાં તમને,બીજી તરત મળશે જરૂર
દરીયો તકલીફનો મોટો,હલેશાથી ના જાય કદીએ દુર
………..ના લાગણી ના વાણી.
આશરો લીધો જ્યાં સાચી ભક્તિનો,કૃપા કરશે કરતાર
મળશે મંજીરાનો રણકાર જીવનમાં,ભાગશે વ્યાધી દુર
વર્તન એતો અરીશો દેહનો,જે દઈદે સાચી ઓળખાણ
તનનેશાંન્તિ મનનેશાંન્તિ,જ્યાં ઓળખાણ સાચીથાય
………..ના લાગણી ના વાણી.
++++++++++++++++++++++++++++++