July 17th 2011

નિર્ધન ને ધનવાન

                    નિર્ધન ને ધનવાન

તાઃ૧૭/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપરનુ આગમન એતો, જીવનો સંબંધ કહેવાય
લેણદેણ જે ધરતીના જીવને,કર્મનાબંધનથી સચવાય
                       ……….અવનીપરનુ આગમન એતો.
મારું તારું કરતાં કરતાં,જ્યાં દેહ મૃત્યુને મેળવી જાય
આશા અધુરી રહી જતાં જીવને,ફરી જન્મ મળી જાય
મોહમાયા ધનવાનની વૃત્તિ,ધન મળી જતાં બદલાય
સગા સંબંધીને દુર રાખતાં,દેહને તિરસ્કાર મળી જાય
                       ……….અવનીપરનુ આગમન એતો.
નિર્ધનને નામાયા ધનની,એતો મહેનતથી જીવી જાય
તન,મન,ધનને સરળરાખતાં,આમન પાવન થઈજાય
નિશ્વાર્થભાવની ભક્તિસંગે,નિશ્વાર્થપ્રેમ પણ મળી જાય
ધનની માયા વળગીજતાં,જીવનોજન્મ વ્યર્થ થઈજાય
                   …………..અવનીપરનુ આગમન એતો.

=================================

July 17th 2011

પારકો પ્રેમ

                         પારકો પ્રેમ

તાઃ૧૭/૭/૨૦૧૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમ પારકો પારખી લેતાં,સુખ દુઃખ સચવાઇ જાય
કોનો,કેટલો,કેવો,ક્યાંથી,એતો સમયે સમજાઇ જાય
                        …………પ્રેમ પારકો પારખી લેતાં.
ના માગે મળતો પ્રેમ સંતાનને,નિખાલસ કહેવાય
સાચી લાગણી પામીલેતાં,જીવને માર્ગ મળી જાય
ભાઇબહેનનો પ્રેમઅંતરનો,સાચીલાગણીએ લેવાય
માયા મોહને દુર રાખતાં,સાચો પ્રેમ પકડાઇ જાય
                          ………..પ્રેમ પારકો પારખી લેતાં.
દેખાવનીદુનીયામાં ફરતાં,આગળપાછળ નાજોવાય
સ્વાર્થ ભરેલા આ સંસારમાં,હદથી વધુજ છુટી જાય
સુખમાં પકડી હાથ ચાલે સાથે,દુઃખમાં ખોવાઇ જાય
પારકાપ્રેમની પરખ એજ છે,જે સુખમાં વહેંચી જાય
                            ……….પ્રેમ પારકો પારખી લેતાં.

+++++++++++++++++++++++++++++++

July 17th 2011

વ્હાલા હનુમાન

 

 

 

 

 

 

 

 

 

 

.

 

 

.                       વ્હાલા હનુમાન

તાઃ૧૭/૭/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાણી લીધી ભક્તિસાચી,જ્યાં મળ્યા ભક્ત હનુમાન
શ્રધ્ધા રાખી કર્મકરતાં,રાજી કરી લીધા પ્રભુ શ્રીરામ
                       ………..જાણી લીધી ભક્તિ સાચી.
રામનામનુ રટણ કરતાં,દરીયાના પત્થર તરી જાય
શ્રધ્ધા રાખી રામનામમાં,કરી ગયા એ સાર્થક કામ
મોહ માયાને દુર રાખતા,કૃપાળુની કૃપાને મેળવાય
અજબ શક્તિ ભક્તિની છે,જે કર્મ થકીજ મળી જાય
                         ………..જાણી લીધી ભક્તિ સાચી.
મુખમાં સુરજ ગળી જતાં તો, જગે અંધારુ થઇ જાય
દેવોને પણ નમવુ પડ્યૂં,જે શક્તિ ભક્તિની કહેવાય
સાગર પાર કરી લંકામાં,સીતાજીને અંગુઠી દઈ જાય
સિંદુરતેલની સમજઆપીને,વિશ્વાસુ વહાણ દોરીજાય
                        …………જાણી લીધી ભક્તિ સાચી.

++++++++++++++++++++++++++++++++

July 17th 2011

કર્મ સંબંધ

                           કર્મ સંબંધ 

તાઃ૧૭/૭/૨૦૧૧                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરત કેરા ન્યાયમાં જગત પર,કોઇ ના છટકી શકે
જીવને મળતા જન્મ  જગે,ના ઝંઝટ કોઇ અટકી શકે
             ………..  કુદરત કેરા ન્યાયમાં જગત પર.
કર્મના બંધન જીવને જગે, જન્મ મળતાજ સમજાય
માનવતાની મહેંક છે સાચી,જ્યાં ભક્તિપ્રેમથી થાય
મળી જાય છે કૃપા પ્રભુની,જે સાર્થકજન્મ કરી જાય
આવીઆંગણે પ્રભુ મળે,જે ભક્તિ જીવથીજ મેળવાય 
                ……….કુદરત કેરા ન્યાયમાં જગત પર.
કર જોડીને વંદન કરતાં,જીવથી રાહ સાચી મેળવાય
જલાસાંઇની સાચી ભક્તિએ,જીવને પ્રેરણા મળીજાય
મોહમાયાના બંધ દ્વારથી,જીવનમાંઉજાસ આવીજાય
નિર્મળ જીવન સાચી પુંજા,જીવને આધાર મળી જાય
                ……….કુદરત કેરા ન્યાયમાં જગત પર.

################################