July 21st 2011

સાંકળ શ્રધ્ધાની

                         સાંકળ શ્રધ્ધાની

તાઃ૨૧/૭/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા એતો સાંકળ છે,જે જીવને સદમાર્ગે દોરી જાય 
ભક્તિ ભાવના પ્રથમ પગથીએ,જીવને આનંદ થાય
                             …………શ્રધ્ધા એતો સાંકળ છે.
માયા છે કળીયુગના બંધન,જન્મ મળતાં મળી જાય
કોટી કરતાં ઉપાય જગતમાં,કોઇથીય એ ના છોડાય
રાહભક્તિની સાચીમળતાં,જીવને શાંન્તિમળતી થાય
મળે પ્રભુની ભક્તિ જીવને,ત્યાં મનની મુંઝવણ જાય
                               ……….શ્રધ્ધા એતો સાંકળ છે.
ડગલુભરતાં ભક્તિરાહ પર,કળીયુગી વ્યાધી ભટકાય
શ્રધ્ધાનીસાંકળ મળીજતાં,જીવને પ્રભુપ્રેમ મળીજાય
મનનેશાંન્તિ તનનેરાહત,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ થાય
સુખમળે જ્યાં સ્વર્ગનુ જીવને,મુક્તિ માર્ગ મળી જાય
                              …………શ્રધ્ધા એતો સાંકળ છે.

===============================

July 21st 2011

શીતળતાની લહેર

                        શીતળતાની લહેર

તાઃ૨૧/૭/૨૦૧૧                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

માન અપમાનને માળીયે મુકતાં,મોહમાયા ભાગી જાય
શીતળતાની લહેર જીવને મળતાં,જલાસાંઇ રાજી થાય
                     ………..માન અપમાનને માળીયે મુકતાં.
જન્મ મૃત્યુથી જકડાયેલ જીવ,અવનીએ આવે વારંવાર
નાછુટે દેહના સંબંધ જીવના,આવન જાવનમાં ભટકાય
કર્મનીસાચી કેડી ના મળતાં,મુક્તિ પણ દુર ચાલી જાય
ગતિમતિની નાકાંઇ સમજરહેતા,જીવ અવગતીએ જાય
                    ………..માન અપમાનને માળીયે મુકતાં.
મળે તનને કૃપાપ્રભુની જગે,ત્યાંજ સંત સાચા મળી જાય
શ્રધ્ધારાખી ભક્તિકરતાં,ઉજ્વળરાહ જીવનેએ આપી જાય
આવતી વ્યાધી કળીયુગની,સાચી ભક્તિએ ભાગીજ જાય
મળે કૃપાજીવને જલાસાંઇની,જે શીતળ લહેરથી સહેવાય
                     ………..માન અપમાનને માળીયે મુકતાં.
કળીયુગની તો ભઈ ભક્તિએવી,જે દેહનેમસ્તી આપીજાય
ભગવાની રાખી છાયા આયુગમાં,મસ્તમઝાય માણી જાય
સંસારની સાંકળમાં રહીને,જીવોનોસહવાસ એમેળવી જાય
દેખાવની આ તો ગાડીલાંબી,જીવને ગેરમાર્ગે જ દોરી જાય
                     …………માન અપમાનને માળીયે મુકતાં.

$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$