July 15th 2011

આધાર નિરાધારનો

                  આધાર નિરાધારનો

તાઃ૧૫/૭/૨૦૧૧                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિરાધારનો આધાર બનતા,સંત જલાસાંઇ હરખાય
પ્રેમપ્યારના ચક્કર છુટતાં,આ જીવન ઉજ્વળ થાય
                       ………..નિરાધારનો આધાર બનતા.
શીતળસ્નેહ મનથી મળતાં,જીવને શાંન્તિ મળી જાય
કરતાકામ નિશ્વાર્થ ભાવથી,આ જીવન પણ સચવાય
કુદરતની એકજ કૃપાએ,મળેલ જન્મ સફળ પણ થાય
ઉજ્વળઆંગણું દેહેમળતાં,આધાર નિરાધારનો થવાય
                        ………..નિરાધારનો આધાર બનતા.
સાચી ભક્તિ પ્રેમ ભાવની,જે સવાર સાંજ થઈ જાય
નિર્મળજીવન પામીલેતાં,આજીવ જન્મથી બચી જાય
શુધ્ધા ભાવના રાખીને જીવતાં,સુખસાગર મળી જાય
અંતદેહનો આવતાંઆંગણે,સંત જલાસાંઇ આવી જાય
                       ………..નિરાધારનો આધાર બનતા.

================================