July 8th 2011

જન્મદીનની માયા

 

 

 

 

 

 

 

 

 

 

 

.                     જન્મદીનની માયા

તાઃ૮/૭/૨૦૧૧                             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મદીનની માયા દક્ષાને,દર વર્ષે એ ગણતી જાય
નાનીનાની રહેવાના ભ્રમમાં,ભઈ ઉંમર વધતી જાય
                        ………..જન્મદિનની માયા દક્ષાને.
આઠ જુલાઇ તો યાદરહે,પણવર્ષ ૧૯૦૦ ગણતી જાય
૨૦૦૦નીયાદ નારહે તેને,કારણ તેનીઉંમર વધી જાય
રમેશલાલ તો દિવસો જગણે,તેમને વર્ષોના સમજાય
આજકાલનો નાસમય સમજતાં,દેહેઘરડા થઈ જવાય
                       ………..જન્મદિનની માયા દક્ષાને.
સંતાનને જ્યાં નિરખ્યાજીવનમાં,બાળપણ ભુલીજવાય
ધ્રુમીલની એકજબુમ સાંભળતા,માબાપ બંન્ને દોડી જાય
કૅક કાપતા ટેબલ પર આજે,દક્ષાને ઉંમર સમજાઇ જાય
આવે સગા સ્નેહીઓ મનથી,ત્યાં આનંદનો ઉત્સવ થાય
                       ………..જન્મદિનની માયા દક્ષાને.

***************************************
        રમાની બહેનપણી અ.સૌ. દક્ષાનો આજે જુલાઇ આઠ ના રોજ જન્મ દીવસ છે.
સંત સાંઇબાબા અને સંત જલારામબાપા તેની સર્વ મનોકામના પુર્ણ કરે અનેજીવનમાં
સુખ શાંન્તિ આપે તે ભાવનાથી આ લખાણ તેની યાદ રૂપે અમારા તરફથી સપ્રેમ ભેંટ.

લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમારના જય જલારામ.

July 8th 2011

અદભુત અવની

                         અદભુત અવની

તાઃ૮/૭/૨૦૧૧                                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

અઠવાડીયાના સાતદીવસ,પણ મહીનાના ત્રીસ એકત્રીસ
વર્ષના મહીના બાર જ રહે,અને દીવસના કલાકો ચોવીસ
કુદરતની આકરામત,ઉદય નેસંધ્યાએ મળે સુરજની પ્રીત

જન્મમળ્યો જ્યાં અવનીએ,ત્યાં દેહને સુર્યના દર્શન થાય
ઉગમણે ઉગતા પુંજાય સુર્યને,ને સંધ્યાકાલે આરતી થાય
મળે માયામોહ દેહને જગતમાં,ના કોઇથી અતિથી થવાય
આશીર્વાદમળે જ્યાં વડીલના,ત્યાં સમજણ દેહથી પકડાય

સમય નાપકડાય કોઇથીજગે,છોને હોય કોઇપણ એ સ્વરૂપ
લાકડી પકડી ચાલે દેહથી,કે આંગળીયે માળાય ફરતી હોય
શબ્દ શ્ર્લોકના સંબંધ સમજે,જીવપર જલાસાંઇની કૃપાથાય
મળે મનને લાયકાતની શાંન્તિ,જેને સમયના સ્પર્શતો હોય

++++++++++++++++++++++++++++++++++

July 8th 2011

ખાવાની મઝા

                            ખાવાની મઝા

તાઃ૮/૭/૨૦૧૧                                પ્રદીપ બ્રહ્મભટ્ટ

          જગતમાં પ્રસરેલા ગુજરાતીઓ જ જીવનમાં ખાવાની મઝા
માણી શકે છે અને તેનુ કારણ છે તેમની મહેનત. ભણતરને બાજુમાં
મુકીને પણ દીનરાત પારકા દેશમાં મનની શાંન્તિ હૉટલ,મોટેલ,ડેલી, 
ગેસસ્ટેશન કે ગ્રોસરી સ્ટોર કરીને પણ મેળવે છે.પણ ખાવાના ટેસ્ટમાં
તો કદી પાછા ના પડે એટલે…..

સોમવારે ભઈ અમે સમોસા ખઇએ
                     ને મંગળવારે મેથીના મુઢીયા
બુધવારે અમે બાસુદી ખાઈએ
                ને ગુરૂવારે તો ભઈ ગાજરનો હલવો
શુક્રવારે અમે સાદુ ભોજન કરીએ
            ને શનિવારે તો અમે શીરો પુરી ખઇએ
                            અને
રવિવારે તો અમે મંદીર જઈને ખઇએ.

   * મસ્ત મઝાની જીંદગી તો આને કહેવાય,છે બીજા કોઇની તાકાત.

$#$#$#$#$#%%%%%%%$#$#$#$#$#%%%%%%%%%