July 4th 2011

મનની ચાલ

                          મનની ચાલ

તાઃ૪/૭/૨૦૧૧                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનથી મળેલ માર્ગ જીવનને,સદા સરળતા આપી જાય
સમજણની એક નાની ટકોરે,માનવી પર્વતને ચઢી જાય
                          ………..મનથી મળેલ માર્ગ જીવનને.
કરતાં કામ જીવનમાં સૌને,એક અનુભવ આપી જજાય
એક ટકોર કુદરતની નાની,આખી જીંદગી બચાવી જાય
નાહકની વળગેલ વ્યાધીઓ,જે પળમાં અલોપ થઈજાય
આવી શાંન્તિ જીવને મળતી,જે પાવન કર્મ કરાવી જાય
                         …………મનથી મળેલ માર્ગ જીવનને.
જ્યોત જીવનમાં જલતી લાગે,ના કોઇથીય એને છોડાય
મળતીમાયા કળીયુગની,ત્યાં જીવનમાં આગ લાગી જાય
મળે કૃપા જલાસાંઇની દેહે,ભક્તિનો જ્યાં સંગ મળી જાય
નિર્મળ પ્રેમનીજ્યોત ન્યારી,દેહથી જીવનેમુક્તિ દઈ જાય
                          …………મનથી મળેલ માર્ગ જીવનને.

====================================