July 5th 2011

ઍડવાન્સ

                             ઍડવાન્સ

તાઃ૫/૭/૨૦૧૧                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધોતીયુ છુટ્યું ઍડવાન્સ થવામાં ભઈ;
             પૅન્ટ પહેરી અહીં આવતા,ચડ્ડી આવી ગઈ,
આ ઍડવાન્સની વ્યાધી છે અહીં આવતા સમજાઇ ભઈ.

પુંજન અર્ચન થતાં સવારમાં સદાય તહીં;
          અહીં આવતા ઘરમાં ભક્તિ  નાસાથે આવી રહી,
રવિવારની રાહ જોવાતી રસોડાથી છુટવા અહીં;
  આરતી ટાણે રહીં મંદીરમાં ખાવા લાઇનમાં રહેવું જઈ.
એવી ઍડવાન્સની વ્યાધી છે અહીં આવતા સમજાઇ ભઈ.

હાય સાંભળતા દુઃખ થાય એ શબ્દની સમજ તહીં;
            અહીં આવતા હાય બાય એ વળગી ચાલતાં જઈ,
ડૅડ,મમીની અહીં વ્યાધી આવીને વળગી ગઈ;
જીવન ઉજ્વળ કરવાને બહાને માબાપને તરછોડ્યા તહીં.
એવી ઍડવાન્સની વ્યાધી છે અહીં આવતા સમજાઇ ભઈ.

+++++++++++==========+++++++++++