August 31st 2009
અમેરીકન રીત
તાઃ૩૦/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શર્ટ પૅન્ટ પહેરીને દીઠી, માણસાઇને માગતી ભીખ
ટાય ગળે હવે ફાંસો બની,આ કેવી અમેરીકન રીત
…….શર્ટ પૅન્ટ પહેરીને દીઠી.
ભણતરની સીડી લેવા ભઇ મારી ફલાંગ લાંબી દુર
સહનશીલતા સાચવી રાખી,કરતા જે મળતા કામ
મક્કમમનની મેળવીપ્રીત,મળતી જીવે અનેકરીત
માંગણીએ ના માનવતામળે,ને નાસંબંધીની પ્રીત
………શર્ટ પૅન્ટ પહેરીને દીઠી.
લઇને ફરતો હાથમાં સર્ટી,જે છે ભણતરનુ સોપાન
પડી જાય એ હાથમાંથી, ત્યાં દેખાવ દેખાઇ જાય
પ્રેમ દેખાડવા હાયબાય,ને પછી સરમૅડમ કહેવાય
મુંઝવણનો ના કોઇ માર્ગ,જ્યાં અમેરીકા આવીજાય
……..શર્ટ પૅન્ટ પહેરીને દીઠી.
માનવતાની મહેંક છોડી, જ્યાં કોમ્પ્યુટર લીધુ તેડી
બગડો તગડો ના સમજાય,કેના માનવમનની કેડી
આગળના સોપાન ઉંચા,ના એ માણસાઇમાં દેખાય
રીત આતો અમેરીકન,જે અહી આવીનેજ સમજાય
………શર્ટ પૅન્ટ પહેરીને દીઠી.
=========================================
August 30th 2009
સહનશીલતા
તાઃ૩૦/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સહન કરે એ મોટો, મારા ઘરમાં હું એ જોતો
ગામમાં હું જ્યાં ફરતો,ત્યાં પ્રેમ સૌનો મળતો
……. સહન કરે એ મોટો.
મળતી માયા ને પ્રેમ,ના તેમાં કોઇ વ્હેમ મને
સંસ્કારસીંચન મળીગયા,દુર ભાગીજગનીબલા
કુદરત કેરા ન્યાયમાં, સકળ વિશ્વનો સાથ રહે
મળશે મનથી સાથમને,કરીશ જ્યાં કામ મને
…….સહન કરે એ મોટો.
એક ભાવના મનમાં રમે,પ્રેમ સૌનો મને મળે
નાલોભકે મોહમાયા દીસે,માનવમન જગેજીતે
માણસાઇમાં મનમળે,ને સંસ્કારસંગે જીવનરહે
સહનશીલતાને માનવતા,જગમાંતેને પ્રભુગણે
……..સહન કરે એ મોટો.
અપમાન અદેખાઇ પારખતા,દુર માણસાઇ રહે
ના સ્પંદન કે સહેવાસ મળે,ના સ્પર્શે અભિમાન
જલાસાંઇની પ્રેમજ્યોત,માનવજીવે મળે ઉજાસ
ના બંધન જીવને જગેમળે,ના દેહજગે ફરી મળે
…….સહન કરે એ મોટો.
+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+
August 30th 2009
જલાસાંઇમાં વિશ્વાસ
તાઃ૩૦/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધા મારા મનમાં છે,ને ભક્તિમાં વિશ્વાસ
માગણી કદી ના મનથી કરતો,
આવશે જલાસાંઇ મારે દ્વાર
…….શ્રધ્ધા મારા મનમાં.
રટણ કરું હું પ્રભુ નામનું, મનમા રાખુ ધ્યેય
પાવન થાશે આજન્મ,ને ઉજ્વળ આ જીવન
સંતનીજોઇ ભક્તિસાચી,જીંદગી પવિત્રજાણી
માગુ કપાપરમાત્માની,જીવને સદામળનારી
…….શ્રધ્ધા મારા મનમાં.
ના માગું હું માયા જગમાં કે ના માગું હું મોહ
જીવ જગતની પ્રીતભાગે,ના માનવ દેહ મળે
પ્રભુ કપામળે સદાયે,જલાસાંઇ જ્યાંઆવે દ્વારે
રમા,રવિનો પાવનજન્મ,સંગેમારે દિપલઆવે
…….શ્રધ્ધા મારા મનમાં.
કરુણાપામીપરમપિતાની,સાચીભક્તિકરીજવાની
અપેક્ષાને અળગી રાખી,મોક્ષ માટે પ્રીત પ્રભુથી
સંસારનીમાયાને છોડી,પાવન મુક્તિ પકડીલેવી
જલાસાંઇની ભક્તિએવી,જગતજીવમાંઆવેપહેલી
…….શ્રધ્ધા મારા મનમાં.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
August 29th 2009
श्रध्धा और विश्वास
ताः२८/८/२००९ प्रदीप ब्रह्मभट्ट
श्रध्धामें लगन रहे और रहेममें हो विश्वास
बाबा आके प्यारदो, मुझे भक्ति मीले अपार
……..श्रध्धामें लगन रहे.
रामनामसे नाता जोडा, और श्रध्धामें सबुरी
मीला मानवजीवन अब,ना भक्ति रहे अधुरी
पाना है प्यार तुम्हारा, दे जाना मुझे पलवार
राह देखते खडा द्वारपे,आ जाना सबसे पहेले
………श्रध्धामें लगन रहे.
मेरे प्यारमे भावना है, और प्यार रामका पाना
करु रटण भक्तिप्रेमसे,साथमें जलारामको लाना
जन्मजीवका उज्वलकरना,जीवन चलता झरना
निर्मलप्रेम देना बाबा,साथमें प्रभुप्यारको लाना
……….श्रध्धामें लगन रहे.
*****************************************
August 28th 2009
ભક્તિપ્રેમનો દીવો
તાઃ૨૮/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જ્યોતપ્રેમની થઇ વિરપુરમાં,
ભક્તિને દીધો છે પ્રકાશ
ધરતીના જન્મને બિરદાવી
પ્રભુપ્રેમમાં આંબી લીધુ આકાશ.
……..જ્યોતપ્રેમની થઇ.
જલારામની કેડી સાચી, ભક્તિને પ્રેમથી કરી લીધી
જન્મસફળ કરવાને કાજ,જગતજીવ ભક્તિ કરે આજ
મત્યુનેદેહને મળે જગમાં,જન્મ મળે અવનીએ જ્યાં
લાગશે માયામોહના બંધન,નામળશે જીવનેસ્પંદન
……..જ્યોતપ્રેમની થઇ.
માવિરબાઇની રાહસાચી,ભરથારની આજ્ઞામાંવિશ્વાસ
આજ્ઞાને આદર કરી,જીવન જગમાં ઉજ્વળકરી લીધું
સંસ્કાર સ્નેહને પામી આદેહે, મુક્તિ પ્રેમે લીધી સદેહે
આવ્યા આંગણે પિતાજગતના,માગ્યા ભક્તિએ દાન
………જ્યોતપ્રેમની થઇ.
===================================
August 26th 2009
ચી.રવિને આશીર્વાદ
તાઃ૨૫/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મદીનની શુભ કામના, જે મનમાં આવી જાય
પગે લાગે માબાપને,રવિને આશીર્વાદ મળીજાય
…….જન્મદીનની શુભ કામના.
માગણી પ્રેમની કદી કરે ના, વર્તનથી મળી જાય
જીભ,જીવન નેવર્તન સાચવી,મનથીમહેનત થાય
સોપાનભણતરના ચઢેસાચવી,ના ક્યાંયે અટવાય
મહેનતમનથી કરીલેતા,સફળતા સાથે ચાલી જાય
…….જન્મદીનની શુભ કામના.
પપ્પાનો પ્રેમ મેળવી,મમ્મીને વ્હાલ એ કરી જાય
બહેનનો પ્રેમ ટપલેખાતો,જ્યાં રહેછે પ્રેમનો નાતો
માયાનાબંધનથી છટકી,પ્રેમનોપોકારસાંભળી જાય
જલાસાંઇની મળે દ્રષ્ટિ,નેઉજ્વળ જીવન એનું થાય
…….જન્મદીનની શુભ કામના.
*************************************
August 25th 2009
ચી.રવિનો જન્મદીન
તાઃ૨૫/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શુભ ભાવના ને આશિર્વાદ હૈયેથી જ દેવા છે
પ્રેમ પામી જલાસાંઇનો તે ઉજ્વળ જીવન લે
આજે મારા વ્હાલાદીકરા રવિનો જન્મદીન છે
જન્મ મળ્યો એ જીવને ઑગસ્ટ ૨૫,૧૯૮૫ એ
દીકરો થયો રમા,પ્રદીપનો ને દીપલનો ભાઇ
લાગણી સાથે બાળપણથી ને રહેતો પ્રેમ હૈયે
દોડી આવે પપ્પા પાસે જ્યાં બુમ મમ્મી પાડે
એવા મારા લાડલા દીકરાનો જન્મદીન આજે.
ભણતરનાસોપાન શોધ્યાને ચઢી રહ્યોછે સાથે
આવતીકાલને નિરખીનિરાળી હૈયા ઉભરેઆજે
મનની ભાવનાને સ્નેહ બધાનોસાથે જલાસાંઇ
મળે આશીશને પ્રેમસાચો જે આંખેપાણી લાવે
એવા મારા લાડલા દીકરાનો જન્મદીન આજે.
જય જલારામ જય સાંઇરામ જય જલારામ જય સાંઇરામ.
આજે મારા વ્હાલા દીકરા ચી. રવિનો જન્મદીવસ હોઇ પુ.જલારામ બાપા અને
પુ.સાંઇબાબાને પ્રાર્થના કે તેના જીવનમાં તે ઉન્નાતીના શીખરોને પામી ઉજ્વળ અને
પવિત્ર જીવન મેળેવે તેવી દ્રષ્ટિ કરે.
પ્રદીપ અને રમા બ્રહ્મભટ્ટ
૨૫ ઑગસ્ટ,૨૦૦૯ (હ્યુસ્ટન)
August 24th 2009
બુધ્ધિનુ બલીદાન
તાઃ૨૩/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
એકડો બગડો જાણી લીધો,મન તગડે છે ખચકાય
બુધ્ધિનુ બલીદાન કર્યું જ્યાં,ના આગળ સમજાય
……..એકડો બગડો જાણી.
માણી લેવા મન જગતના,છલાંગ મારી આ પાર
સમજી લીધા માનવ મનને,જે અહીંયા છે લગાર
ઉજ્વળતાની લહેર શોધવા,છેઆવી ઉભા સૌ દ્વાર
મહેંક થોડીઅહીંમાણી લેતા,થઇ જાય લાંબી કતાર
……..એકડો બગડો જાણી.
માનને મોભે ઉભા રહીને,ડરાવે જગને છે પળવાર
ના મળતી માનવતાનીમહેંક,ના દેખાવનોકોઇપ્રેમ
બુધ્ધિ બબડે બલીદાનમાં,આ જગતમાં કેવો વ્હેમ
અટકી અટકી લટકી ચાલે,ના માનવ જીવન ક્ષેમ
……. એકડો બગડો જાણી.
()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()
August 24th 2009
અંતરનો પ્રેમ
તાઃ ૨૨/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ હ્રદયમાં ઉભરી આવે, ના કોઇથી જાણી શકાય
મળી જાય એ માનવતાએ,જીવન પણ ઉજ્વળથાય
…….. પ્રેમ હ્રદયમાં ઉભરી આવે.
લાગણી આવે જ્યાં આંગણે, સૌથી એ જોવાઇ જાય
મનના મેળ ને હેત જગમાં, આંખોથી પરખાઇ જાય
પ્રેમ મનથી મળી જાય,ત્યાં હેત હૈયેથી વરસી જાય
સ્પંદન એવા આવી જાય,જે નૈનોમાં જ દેખાઇ જાય
…….. પ્રેમ હ્રદયમાં ઉભરી આવે.
માનવતાની મહેંક જ્યાંમળે,ત્યાં ભક્તિપ્રેમ થઇ જાય
નિર્મળ સ્નેહનાબંધન એવા,જ્યાં સ્વાર્થસદા અકળાય
મળતો ખોબે પ્રેમ સાચો જ્યાં,ના ઢગલો ત્યાં દેખાય
અમરત્વના આંગણે એવો,અંતરનો પ્રેમ જ મળીજાય
…….. પ્રેમ હ્રદયમાં ઉભરી આવે.
+++++++++++++++++++++++++++++++++++
August 23rd 2009
ભક્તિ પ્રેમની
તાઃ૨૩/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ કરવી પ્રેમ ભાવથી, ને માગણી રાખવી દુર
સકળ વિશ્વના કર્તા દયાળુ,કરેના જગમાં કોઇ ભુલ
……… ભક્તિ કરવી પ્રેમ ભાવથી.
શ્રધ્ધા મનમાં રાખવી એક,જીવને મળે પ્રભુનો પ્રેમ
માળાનામણકા ના ગણવા,ભક્તિસાચી મનથીકરવા
……..ભક્તિ કરવી પ્રેમ ભાવથી.
આવશે દોડી ભક્તિ દ્વારે,પ્રભુ પ્રેમ પણ મળી જશે
રામનામમાં શ્રધ્ધા નિરાળી,મળીજશે જગતવિહારી
…….ભક્તિ કરવી પ્રેમ ભાવથી.
લાવેલાગણી મોહનેમાયા,સંગેઆવે મળેજ્યાં કાયા
અટકીજાશે લોભજગતનો,મળશે પ્રેમજ્યાંકુદરતનો
……..ભક્તિ કરવી પ્રેમ ભાવથી.
કરુણાસાગર વિશ્વવ્યાપી,નાતરસે જગમાં છે આવી
મળીજશે જ્યાં જલાસાંઇ,મુંઝવણો છે તરી જવાની
……..ભક્તિ કરવી પ્રેમ ભાવથી.
ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ