August 7th 2009

શ્રી રામ

                                   શ્રી રામ

તાઃ ૬/૮/૨૦૦૯                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રી રામ જયરામ જય જયરામ
             શ્રી રામ જયરામ જય જલારામ
શ્રી રામ જયરામ જય જયરામ
             શ્રી રામ જયરામ જય સાંઇરામ
                                 …….શ્રી રામ જયરામ.
રામનામથી ભક્તિ કરીને,
              જીવની જગતથી મુક્તિ માગી
પ્રેમ પામી પરમાત્માનો,
               જીવનો જન્મ સફળ કરી લીધો
સગપણ સાચુ જીવનુ જાણી,
                  પ્રભુ કૂપાનુ ફળ માગી લીધુ
આવી આંગણે જગત આધારી,
                  ભીખનુ ફળ પણ આપી દીધુ
                                 …….શ્રી રામ જયરામ.
અલ્લાહ ઇશ્વરને પારખી લેતા,
                    સૌને પ્રભુની ભક્તિ દીધી
સકળ સષ્ટિના કર્તાનો પ્રેમ
                     પામવા સીધી દ્રષ્ટિ દીઠી
પામી પ્રેમ જગતપિતાનો
                  માનવજન્મ સફળકરી લીધો
સ્નેહ પ્રેમની લાગણી દઇને,
                   પામર જીવને મુક્તિ દીધી
                                 …….શ્રી રામ જયરામ.
==============================