August 30th 2009

સહનશીલતા

                          સહનશીલતા

તાઃ૩૦/૮/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

સહન કરે એ મોટો, મારા ઘરમાં હું એ જોતો
ગામમાં હું જ્યાં ફરતો,ત્યાં પ્રેમ સૌનો મળતો
                                 ……. સહન કરે એ મોટો.
મળતી માયા ને પ્રેમ,ના તેમાં કોઇ વ્હેમ મને
સંસ્કારસીંચન મળીગયા,દુર ભાગીજગનીબલા
કુદરત કેરા ન્યાયમાં, સકળ વિશ્વનો સાથ રહે
મળશે મનથી સાથમને,કરીશ જ્યાં કામ મને
                                  …….સહન કરે એ મોટો.
એક ભાવના મનમાં રમે,પ્રેમ સૌનો મને મળે
નાલોભકે મોહમાયા દીસે,માનવમન જગેજીતે
માણસાઇમાં મનમળે,ને સંસ્કારસંગે જીવનરહે
સહનશીલતાને માનવતા,જગમાંતેને પ્રભુગણે
                                 ……..સહન કરે એ મોટો.
અપમાન અદેખાઇ પારખતા,દુર માણસાઇ રહે
ના સ્પંદન કે સહેવાસ મળે,ના સ્પર્શે અભિમાન
જલાસાંઇની પ્રેમજ્યોત,માનવજીવે મળે ઉજાસ
ના બંધન જીવને જગેમળે,ના દેહજગે ફરી મળે
                                  …….સહન કરે એ મોટો.

+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+_+

August 30th 2009

જલાસાંઇમાં વિશ્વાસ

                     જલાસાંઇમાં વિશ્વાસ

તાઃ૩૦/૮/૨૦૦૯                              પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા મારા મનમાં છે,ને ભક્તિમાં વિશ્વાસ
માગણી કદી ના મનથી કરતો,
                       આવશે જલાસાંઇ મારે દ્વાર
                                 …….શ્રધ્ધા મારા મનમાં.
રટણ કરું હું પ્રભુ નામનું, મનમા રાખુ ધ્યેય
પાવન થાશે આજન્મ,ને ઉજ્વળ આ જીવન
સંતનીજોઇ ભક્તિસાચી,જીંદગી પવિત્રજાણી
માગુ કપાપરમાત્માની,જીવને સદામળનારી
                                  …….શ્રધ્ધા મારા મનમાં.
ના માગું હું માયા જગમાં કે ના માગું હું મોહ
જીવ જગતની પ્રીતભાગે,ના માનવ દેહ મળે
પ્રભુ કપામળે સદાયે,જલાસાંઇ જ્યાંઆવે દ્વારે
રમા,રવિનો પાવનજન્મ,સંગેમારે દિપલઆવે
                                     …….શ્રધ્ધા મારા મનમાં.                   
કરુણાપામીપરમપિતાની,સાચીભક્તિકરીજવાની
અપેક્ષાને અળગી રાખી,મોક્ષ માટે પ્રીત પ્રભુથી
સંસારનીમાયાને છોડી,પાવન મુક્તિ પકડીલેવી
જલાસાંઇની ભક્તિએવી,જગતજીવમાંઆવેપહેલી
                                           …….શ્રધ્ધા મારા મનમાં.

%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%