August 9th 2009

સફળ જન્મ

                         સફળ જન્મ

તાઃ૮/૮/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ જન્મનો સંબંધ નિરાળો,
                    
ના સમજે અવનીએ આવનારો
કામણગારી કુદરતની એ લીલા,
             
પ્રભુ સ્મરણ એ જન્મ સફળ કરી લેવા.
                                          …….
જીવ જન્મનો સંબંધ.
બંધન કર્મના આ દેહને લાગે
             
માનવ મોહમાં રહેતા કદી ના જાગે 
આગમન અવની પરના એ,
            
મળે મોહ જીવને શાંન્તિથી દુર ભાગે
જન્મ મ્રુત્યુનો ભેદ જગતમાં
             
પારખી માનવદેહ પ્રેમ પ્રભુથી રાખે
                                        …….
જીવ જન્મનો સંબંધ.
મતી લાવતી આધી વ્યાધી
             
જીવને જગતમાં મળતી જ્યાં ઉપાધી
માર્ગ સરળ છે ભક્તિપ્રીતનો
                    
મળી જાય જ્યાં સાચી રીતનો
પામી પ્રેમ પરમાત્માનો દેહે,
                      
સફળ જન્મ આ કરી છે લેવો
                                         …….
જીવ જન્મનો સંબંધ.

////////////////////////////////////////////

 
 

 

August 9th 2009

કરવા કામ

                            કરવા કામ

તાઃ૮/૮/૨૦૦૯                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારે કરવા જગમાં એવા કામ,જ્યાં નામળે અપમાન
પ્રેમ ભાવના ભીડી રાખી,મનથી જ કરવા સૌના કામ
                                         ……….
મારે કરવા જગમાં એવા.
પ્રભુ કૃપા મને મળશે સાચી,જ્યાં પ્રેમ ભાવના થાય
લાગણી સ્નેહ ને વરસસે હેત,જ્યાં દેહને મળશે પ્રેમ
આગમન અવની પરનુ, ને જન્મ સફળ પણ દેખાય
મળી જાય ભક્તિભાવના,જ્યાં જગત વ્હાલુ થઇજાય
                                         ……….
મારે કરવા જગમાં એવા.
દેખાદેખની માયા જગની, ને ના મોહ રહે મનમાંય
થાય કામ જ્યાં પ્રેમ હેતથી,સફળતા પણ દઇ જાય
ના માગણી અધુરી રહે,કે ના રહે અપેક્ષા કોઇમનની
આવી બારણે પ્રેમ જ રહે,જ્યાં સ્નેહ સબળ થઇજાય
                                         ……….
મારે કરવા જગમાં એવા.

+++++++++++++++++++++++++++++++