August 9th 2009

કરવા કામ

                            કરવા કામ

તાઃ૮/૮/૨૦૦૯                                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મારે કરવા જગમાં એવા કામ,જ્યાં નામળે અપમાન
પ્રેમ ભાવના ભીડી રાખી,મનથી જ કરવા સૌના કામ
                                         ……….
મારે કરવા જગમાં એવા.
પ્રભુ કૃપા મને મળશે સાચી,જ્યાં પ્રેમ ભાવના થાય
લાગણી સ્નેહ ને વરસસે હેત,જ્યાં દેહને મળશે પ્રેમ
આગમન અવની પરનુ, ને જન્મ સફળ પણ દેખાય
મળી જાય ભક્તિભાવના,જ્યાં જગત વ્હાલુ થઇજાય
                                         ……….
મારે કરવા જગમાં એવા.
દેખાદેખની માયા જગની, ને ના મોહ રહે મનમાંય
થાય કામ જ્યાં પ્રેમ હેતથી,સફળતા પણ દઇ જાય
ના માગણી અધુરી રહે,કે ના રહે અપેક્ષા કોઇમનની
આવી બારણે પ્રેમ જ રહે,જ્યાં સ્નેહ સબળ થઇજાય
                                         ……….
મારે કરવા જગમાં એવા.

+++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment