August 4th 2009

દયાળુની દયા

                   દયાળુની દયા

તાઃ૩/૮/૨૦૦૯                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

દયાની જગમાં દાદાગીરી,ભઇ પૃથ્વીએ પરખાય
કરીથોડી જ્યાં મનથી દયા,ત્યાંમાનવી મલકાય
                                  ……..દયાની જગમાં દાદાગીરી.
સૂષ્ટિનો સથવારો સાથે ત્યાં સાચી જ દયા થાય
શોધે આધારે જ્યાં પ્રભુને દયા દુખી  ત્યાં દેખાય
ઉંમરનો આધારો લેતાં ના કોઇ બની શકે મહાન
દયામાં ના દાન છુપાયેલ,જે દેવાથી મળી જાય
                                  ……..દયાની જગમાં દાદાગીરી.
કુદરતની કરામત જગમાં,અકળ જગતની લીલા
જન્મમળ્યો જ્યાં માનવીનો,દયાપ્રભુની સમજાય
મતીગતીને પારખી ચાલે,માનવ જન્મ મળીજાય
મળે દયાળુની દયા ,જ્યાં સાચી ભક્તિથી ભજાય
                                  ……..દયાની જગમાં દાદાગીરી.

==============================

August 4th 2009

મુક્તિનો માર્ગ

                 મુક્તિનો માર્ગ

તાઃ૩/૮/૨૦૦૯                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણાગતિનું  શરણુ એવું, જે આભને આંટી જાય
દુનિયાના દુષણ દુરભાગે,જ્યાં હાથ પ્રસરી જાય
                              …….શરણાગતિનું  શરણુ.
મળતી માયા મોહની સાથે, ના લગીરે છુટી થાય
નાહકની વ્યાધીઓ લાવી,ઉપાધીઓ વળગી જાય
આગમનને વિદાયની વેળા,ના જીવનેય સમજાય
લીધો આશરો કૃપાળુ નો,મુક્તિનો માર્ગ મળી જાય
                              …….શરણાગતિનું  શરણુ.
સાંકળ સંસારની એવી,કડીકડી ના કદી છુટી થાય
એક છોડતાં બીજી લટકે,ના માનવ મને સમજાય
લગીર છુટે જો માયા જગની, મોહથી મુક્તિ થાય
અંત જીવનો સફળથાય,મુક્તિનો માર્ગ મળી જાય
                               …….શરણાગતિનું  શરણુ.
ભક્તિપ્રેમની સંગત લેતાં,ના અધુરા રહે અરમાન
મળે પ્રેમ સગાં સ્નેહીઓનો, ત્યાં હૈયુ ઉભરાઇ જાય
માગણી ના રહે મનથી,કે ના માનવમન લલચાય
એક આધારભક્તિનો,જ્યાં મુક્તિનો માર્ગ મળીજાય
                              …….શરણાગતિનું  શરણુ.

=============================