અમેરીકન રીત
અમેરીકન રીત
તાઃ૩૦/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શર્ટ પૅન્ટ પહેરીને દીઠી, માણસાઇને માગતી ભીખ
ટાય ગળે હવે ફાંસો બની,આ કેવી અમેરીકન રીત
…….શર્ટ પૅન્ટ પહેરીને દીઠી.
ભણતરની સીડી લેવા ભઇ મારી ફલાંગ લાંબી દુર
સહનશીલતા સાચવી રાખી,કરતા જે મળતા કામ
મક્કમમનની મેળવીપ્રીત,મળતી જીવે અનેકરીત
માંગણીએ ના માનવતામળે,ને નાસંબંધીની પ્રીત
………શર્ટ પૅન્ટ પહેરીને દીઠી.
લઇને ફરતો હાથમાં સર્ટી,જે છે ભણતરનુ સોપાન
પડી જાય એ હાથમાંથી, ત્યાં દેખાવ દેખાઇ જાય
પ્રેમ દેખાડવા હાયબાય,ને પછી સરમૅડમ કહેવાય
મુંઝવણનો ના કોઇ માર્ગ,જ્યાં અમેરીકા આવીજાય
……..શર્ટ પૅન્ટ પહેરીને દીઠી.
માનવતાની મહેંક છોડી, જ્યાં કોમ્પ્યુટર લીધુ તેડી
બગડો તગડો ના સમજાય,કેના માનવમનની કેડી
આગળના સોપાન ઉંચા,ના એ માણસાઇમાં દેખાય
રીત આતો અમેરીકન,જે અહી આવીનેજ સમજાય
………શર્ટ પૅન્ટ પહેરીને દીઠી.
=========================================