દેહના બંધન
દેહના બંધન
તાઃ૨૦/૮/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
દશે દિશાએ વળગી ચાલે, મળેલ જગના બંધન
અવનીપરના અવતરણમાં,જીવને મળેજ સ્પંદન
………દશે દીશાએ વળગી ચાલે.
ચાર દિશા ને ચાર ખુણા, ને અંબર ધરતી સંગ
માનવ જન્મમાં જ્યોત પ્રેમની,લાવે અનેક રંગ
મારુંતારું માયાનુ બંધન,ના કાયાથી એ અળગુ
ડગલુ એક માંડતા સંગે,ચાલે એ જીવથી સધળુ
………દશે દીશાએ વળગી ચાલે.
ઉત્તર,દક્ષીણ,પુર્વને પશ્ચીમ,પૃથ્વી પરની છે દિશા
ઇશાન,અગ્નિ,નૈરુત્યનેવાયવ્ય,ખુણા ધરતી પરના
અંબરને ના આંબી શકે કોઇ, ના ધરતી કોઇને છોડે
નાસહારો મળે પ્રભુનો,ના છુટેમળતા દેહના બંધન
………દશે દીશાએ વળગી ચાલે.
+++++++++++++++++++++++++++++++++++