August 15th 2009

દરીયા દીલ

                          દરીયા દીલ

તાઃ ૧૫/૮/૨૦૦૯                         પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીલ મારુ છે દરીયા જેવું,ને મનમારું ભઇ ખોબે
પ્રેમનો ઉભરો મળે મોટો, ના મન માગણી શોધે
                              ……….દીલ મારુ છે દરીયા જેવું.
પગલુ માંડતા મન વિચારે,ક્યાંક મળે ના ક્ષોભ
જીવન ઉજ્વળ જગમાં માગુ,ના મળે કોઇ લોભ
આવી આંગણે માગણી ઉભી,ના જગમાં છે ખોટ
અટકી અટકી દોડી રહે એ,ના છોડે જીવને છેક
                              ……….દીલ મારુ છે દરીયા જેવું.
મનપર રાખી લગામ,જ્યાં જગજીવન સમજાય
ના અપેક્ષાકે મોહજગમાં,ના તેને કોઇ અણસાર
માગણીકરતોપરમાત્માથી,દેજો જલાસાંઇનોપ્રેમ
જન્મ સફળથઇ ઉજ્વળ જીવન,મળે ફરી નાદેહ
                              ……….દીલ મારુ છે દરીયા જેવું.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

August 15th 2009

ટેબલ ખુરશી

                               ટેબલ ખુરશી

તાઃ૧૨/૮/૨૦૦૯                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

ટાય બાંધી પહેરણ પર, ને હાથમાં રાખ્યો રુમાલ
બુટ પહેર્યા ચાલવા માટે,ને ખીસ્સામાં રાખી પેન
                                  ……..ટાય બાંધી પહેરણ પર.
ઇસ્ત્રીવાળા કપડાં પહેરી,નાંખવા નીકળ્યો અરજી
માનનો મોભો ને ડોક ઉંચી, આંખો પણ કતરાય
નીચેના થોડુંય જોતા, અચાનક ખાડામાં પડાય
ના કોઇએ જોયો મને,ના ચારેબાજુ કોઇ દેખાય  
                                ……..ટાય બાંધી પહેરણ પર.
ટેબલના ચાર પાયા,ને ખુરશીને પણ પાયા ચાર
ના ખ્યાલરહ્યો અહીં આવીને,કે ના બેપગે દોડાય
લાડી મારી ઘેર રહી છે,પણ ગાડી જ્યાં ત્યાં જાય
ટેબલ ખુરશી શોધતામને,મળ્યા લારીનાપૈડાચાર
                                ……..ટાય બાંધી પહેરણ પર.
કાર્ટ ખેંચતા કૉલર છુટ્યા, ને ઇસ્ત્રી પણ દોડી  ગઇ
પેન્ટશર્ટ તો ભુલાઇ ગયા,ટીશર્ટ જીન્સ મળ્યાઅહીં
માથે  ટોપી પણ આવીગઇ,જાણે જોકર સર્કસ મઇ
અંત એવો આવી ગયો અહીં,ને નોકરી મળી નહીં
                                ……..ટાય બાંધી પહેરણ પર.

===================================

August 15th 2009

પ્રેમની જ્યોત

                    પ્રેમની જ્યોત

તાઃ૧૨/૮/૨૦૦૯                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર મળી ત્યાં નૈન મળ્યા,
                         ને મનડુ ખળભળ થાય
લગામ છુટી જ્યાં અંતરની,
                        ત્યાં આંખો જ ઢળી જાય.
                                  ………નજર મળી ત્યાં નૈન.

શીતળ પવનની લહેર આવી,
                          ત્યાં ચુંદડીય ઉડી જાય.
લહેરાયેલા વાદળ જેવા,
                        વાળ પણ વિખરાઇ જાય
                                 ………નજર મળી ત્યાં નૈન.

દેહને અનેક સાંકળ વળગી,
                     ના છુટી કે કોઇથી છોડાય
સમાજ સંસારની ચાલ એવી
                      જ્યાં આંખો જ ઢળી જાય
                                ………નજર મળી ત્યાં નૈન.

મળતી જ્યાં માયા કાયાની
                  ના આજુબાજુ કાંઇ દેખાય
સ્પર્શ શીતળ મળી જાય
             ત્યાં પ્રેમની જ્યોત મળી જાય
                              ………નજર મળી ત્યાં નૈન.

+++++++++++++++++++++++++++++++