October 31st 2012

આંબા ડાળ

.                        આંબા ડાળ

તાઃ૩૧/૧૦/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંબા ડાળે કેરી પાકતાં જ,ડાળખુ એ નમી જાય
પાવન કર્મની કેડી લેતાં,આ જીવન સુધરી જાય
.                 ………………..આંબા ડાળે કેરી પાકતાં જ.
જગમાં જીવન પ્રેમથીજીવતાં,પાવનકર્મ થતાં જાય
મોહમાયાના વાદળ છુટતાં,કરુણા સાગરમળી જાય
જલાસાંઇનો પ્રેમઅનેરો,જીવનમાંશાંન્તિ આપીજાય
મળે કૃપા સાચા સંતની,નિર્મળ રાહ પણ મળી જાય
.               ………………….આંબા ડાળે કેરી પાકતાં જ.
આંબાડાળે જો સડો લાગેતો,ડાળખુ તુટવા નમીજાય
નાઆધાર રહે જ્યાં આંબાને,અંતે એ કોવાઇ જ જાય
જીવને છે આધાર પ્રભુનો,જે સાચીભક્તિએ મેળવાય
સાથ મળે જ્યાં જલાસાંઇનો,ના આભ પણ અથડાય
.                 …………………આંબા ડાળે કેરી પાકતાં જ.

#############################

October 31st 2012

દીલની ધડકન

.                      દીલની ધડકન

તાઃ૩૧/૧૦/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

ધડક ધડક છે દીલની ધડકન,જીવને આપે છે એ સાથ
અટકી જાય જ્યાં શરીરમાંએ,દેહને મૃત્યુ મળે છે આજ
.                …………………..ધડક ધડક છે દીલની ધડકન.
કુદરતની આ અનોખીરીત,સમજાય જીવને મળતાં પ્રીત
કર્મની લખેલકેડી જીવની,જગમાં જીવની સંગે એ રહેતી
ભક્તિ સંગે પ્રીત રહેતી,ધડકન ભક્તિની દીલને મળતી
સરળ જીવને એ પ્રેમ કરતી,સાચી શ્રધ્ધા મનમાં રહેતી
.               ……………………ધડક ધડક છે દીલની ધડકન.
માનવતાએ મહેંકેજીવન.ભક્તિપ્રીત જ્યાં શીતળ રહેતી
મોહમાયાની કેડી છુટતા,જીવને આનંદની ગંગા મળતી
સિધ્ધિનાસોપાન મળતાં જીવનમાં,કર્મ પાવનકરી દેતી
લખેલકર્મ  મિથ્યાબનતાં,જ્યાં જલાસાંઇથી પ્રીત રહેતી
.               ……………………ધડક ધડક છે દીલની ધડકન.

*****************************************

October 31st 2012

શીતળ સાથ

.                          શીતળ સાથ

તાઃ૩૧/૧૦/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખ દુઃખ એતો સંસારની કેડી,માનવ જન્મે મળી જાય છે આજ
ભક્તિ પ્રેમની નિર્મળ જ્યોતે,આવી મળે જીવનમાં શીતળ સાથ
.                       ………………… સુખ દુઃખ એતો સંસારની કેડી.
દેહ એજ સાંકળ છે જીવની,જીવને જન્મો જન્મ એ જકડી જાય
પશુ પક્ષી પ્રાણી ને માનવદેહ મળે છે,જે કર્મબંધનથી જકડાય
કરુણા સાગરની એક પવિત્ર કેડી,જે જીવને શ્રધ્ધાએ સમજાય
મળે જીવને પ્રેમ જલાસાંઇનો,એ જીવને મુક્તિ માર્ગ દઈ જાય
.                      …………………..સુખ દુઃખ એતો સંસારની કેડી.
લાગણી પ્રેમ હૈયામાં ઉભરે,જેને  અંતરનો સાચો પ્રેમ કહેવાય
પરમાત્માની પરમકૃપાએ,જીવનમાં એનો સહવાસ છે મેળવાય
શીતળતાનો સંગાથ મળતાં જીવનમાં,સુખની વર્ષા પણ થાય
લેખ લખેલ જીવનાઅવનીએ,સાચી શ્રધ્ધા ભક્તિએ છુટી જાય
.                  ……………………..સુખ દુઃખ એતો સંસારની કેડી.

++++++++++++++++++++++++++++++++++++++

 

October 30th 2012

પ્રેમાળ રાહ

.                    પ્રેમાળ રાહ

તાઃ૩૦/૧૦/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલારામની પ્રેમાળ રાહે,જીવ સાચીભક્તિએ સહેવાય
અન્નદાનની એક જ કેડીએ,જગત પિતા પણ હરખાય
.                         ………………..જલારામની પ્રેમાળ રાહે.
જગમાં દીધી શ્રધ્ધાની રાહ,જે જીવને દઈ જાયછે ઉજાસ
શ્રધ્ધા રાખી અન્ન પીરસતા,વિરબાઇ માતા પણ હરખાય
આંગણેઆવી પ્રભુ પ્રેમ મેળવે,એજ સાચીભક્તિ કહેવાય
માનવ જીવન સાર્થક થતાંજ,જીવ પર પ્રભુની કૃપા થાય
.                      ………………….જલારામની પ્રેમાળ રાહે.
સાંઇસાંઇનુ સ્મરણ કરતાં,જગતમાં માનવતા સચવાય
અલ્લા ઇશ્વર એક બતાવી,સાચાકર્મનીકેડી એ દઈ જાય
બાબાનામની અખંડજ્યોત,જીવનમાંપ્રકાશ આપી જાય
મળી જાય પ્રેમ સાચા સંતોનો,એજ પ્રેમાળ કેડી કહેવાય
.                     …………………..જલારામની પ્રેમાળ રાહે.
મળે માયા જ્યાં જલાસાંઇથી,કાયાના બંધન છુટી જાય
જ્યોત જીવનમાં ભક્તિની જલે,ત્યાં પરમાત્મા હરખાય
દુઃખને દુર કરે જીવનમાં,ત્યાં જ સુખ સાગર મળી જાય
અખંડ કૃપા પ્રભુની થતાં,જીવને મુક્તિ માર્ગ મળી જાય
.                     …………………..જલારામની પ્રેમાળ રાહે.

++++++++++++++++++++++++++++++++++++=

October 30th 2012

જન્મદીવસ

.                     નિશીતકુમારનો

 

 

 

 

 

 

 

 

.

.

.

.

.                          જન્મદીવસ

તાઃ૩૦/૧૦/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવજો વ્હેલા દોડી આજે,નિશીતકુમારનો જન્મદીન ઉજવાય
લાવજો પ્રેમની નિર્મળ હેલી સંગે,કરજો આશીર્વાદનો વરસાદ
.                           …………………આવજો વ્હેલા દોડી આજે.
પપ્પા મમ્મીને આનંદઅનેરો,સંગે અ.સૌ.દીપલ પણ હરખાય
મળ્યોપ્રેમ મામા મામીનો અંતરથી,નિશીતને હૈયે આનંદ થાય
લાગણી પ્રેમની સરળ કેડી મળતા,ઉજ્વળ જીવન મળી જાય
કુદરતની અજબ લીલા,કે અમદાવાદથી માબાપ આવી જાય
.                          ………………….આવજો વ્હેલા દોડી આજે.
શ્વેતા કહે મારો લાડલો ભાઇ,ને પ્રદીપ રમાના વ્હાલા  જમાઇ
રવિના વ્હાલા બનેવીછે,ને અ.સૌ.હિમાના વ્હાલાએ નણદોઇ
અનંત શાંન્તિ જલાસાંઇ દેજો,એ જ પ્રાર્થના અમારી છે આજ
ઉજ્વળજીવન ને લાંબુ આયુષ્ય,ને મળે જીવનમાં સૌનો સાથ
.                         …………………..આવજો વ્હેલા દોડી આજે.

***********************************************************

.            .અમારા જમાઇ ચીં.નિશીતકુમારનો આજે જન્મદીવસ છે. આ દીવસે
પુંજ્ય જલારામ બાપા અને પુજ્ય સાંઇબાબાને પ્રાર્થના કે તેમને તન મન અને
ધનથી શાંન્તિ આપી જીવનમાં સર્વ પળે સાથે રહી ઉજ્વળ અને લાંબુ આયુષ્ય
આપે તે અંતરથી જય શ્રી સ્વામીનારાયણ સહિત પ્રાર્થના.

લી. પ્રદીપ રમા ના જય જલારામ સહિત આશિર્વાદ
અને રવિ,અ.સૌ.હિમાનાજય જલારામ.

============================================

October 29th 2012

ઉતાવળની કેડી

.                    ઉતાવળની કેડી

તાઃ૨૯/૧૦/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉતાવળે ના આંબા પાકે,કે ના ભણતર પણ મેળવાય
સમયની સાંકળ સાથેરાખતાં,ધીમે ધીમે એ મળીજાય
.                      …………………ઉતાવળે ના આંબા પાકે.
નિર્મળતાનો સંગ રાખીને,સમયને સમજીને જ ચલાય
મળે જીવપર કૃપા પ્રભુની,જે ઉજ્વળ જીવન કરી જાય
આફતને ના આંબે કોઇ,કે ના જગતમાં કોઇની તાકાત
શક્તિ એજ ભક્તિમાં છે,જે સધળાકામ સફળ કરીજાય
.                    …………………..ઉતાવળે ના આંબા પાકે.
કર્મ લખેલને  કોઇના રોકે,કે નાજગે કોઇથીય છટકાય
જલાસાંઇની ભક્તિ કેડીએ,જીવને સરળતા મળતીજાય
સમયને પારખી સંગે રહેતા,જગે શાંન્તિને અનુભવાય
સમજી વિચારી પગલુ ભરતાં,સૌ કામ સરળ થઈ જાય
.                      …………………ઉતાવળે ના આંબા પાકે.

+++++++++++++++++++++++++++++++++++++

October 28th 2012

જન્મ બંધન

.                          જન્મ બંધન

તાઃ૨૮/૧૦/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંધી આવે ને વ્યાધી આવે,દેહને જગતમાં જકડી રાખે
મળે માયા કાયાને જગમાં,ઉજ્વળ જીવનને વેડફી નાખે
.                       …………………..આંધી આવે વ્યાધી આવે.
લીધી લાકડી જગતપિતાએ,જ્યાં મતી જીવની બદલાય
મનમાં રાખી મક્કમ માયા,જ્યાં જગતમાં જીવે ભટકાય
પડે લાકડી પરમાત્માની,ના કોઇ જીવથી જગે છટકાય
કળીયુગની કાતરને લેતાં,માનવ જીવન આખુ વેડફાય
.                         ………………….આંધી આવે વ્યાધી આવે.
સુંદરતાનોસાથ મળેજીવનમાં,જ્યાં ભક્તિ માર્ગ પકડાય
સુખ શાંન્તિના વાદળ વરસતાં, મોહ માયાજ ભાગી જાય
લાગણીપ્રેમને સિમીતરાખતાં,જીવપર પ્રભુકૃપાથઈજાય
ઉજ્વળ જીવનની કેડી મળતાં,જીવને જન્મ સફળ દેખાય
.                          ………………….આંધી આવે વ્યાધી આવે.

##################################

October 28th 2012

અનંતપ્રેમ

.                    અનંતપ્રેમ

તાઃ૨૮/૧૦/૨૦૧૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગમન જીવનું થાય અવનીએ,જે દેહ થકી દેખાય
પ્રાણી પશુ પક્ષી કે માનવ,એ કર્મબંધનથી મેળવાય
.              …………………આગમન જીવનું થાય અવનીએ.
આધારિતદેહ જગમાં છે,જેને પ્રાણીપશુ પક્ષી કહેવાય
મૃત્યુપામતા સુધી દેહને,જીવનમાં ના કોઇરાહ દેખાય
ભુખ લાગે ત્યારે ભટકી રહેવું,ને નાસંતોષથી મેળવાય
કુદરતની આ કામણ લીલા,જીવને દેહ  જતા સમજાય
.               ………………..આગમન જીવનું થાય અવનીએ.
મળતાં દેહ માનવનો,જગતે જીવને અનેક રાહ દેખાય
સમજી વિચારી રાહ પકડતાં,દેહે પાવનકર્મ થતા જાય
મળે જો કૃપા પ્રભુની,સધળી આધી વ્યાધીથી  છટકાય
દેહનેમળેજ્યાં સંગસંતોનો,પ્રભુનોઅનંતપ્રેમ મળીજાય
.                ……………….આગમન જીવનું થાય અવનીએ.

****************************************

October 27th 2012

લફરાની લોટી

.                      .લફરાની લોટી

તાઃ૨૭/૧૦/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

લફરાની ભઈ લોટી એવી,ના પાણી તેમાં કદી ભરાય
ઉલેચવાની ઇચ્છા કરતાંજ,દેહપર તકલીફો છલકાય
.                  …………………લફરાની ભઈ લોટી એવી.
આ ગમ્યુ ને તે ગમ્યું ભઈ,તેમાં આ માનવ મન મુંઝાય
આંગળી પકડતાં હાથ છુટી જાય,ત્યાં દેહ ભોંયે ભટકાય
લાગણીને તો લાકડી સમજે,સૌ તેનાથી દુર ભાગી જાય
અંતેમળે એકલખોટી નાની,નાકોઇને કાંઇ એઆપીજાય
.                  ………………….લફરાની ભઈ લોટી એવી.
સમજેએમ કે મળીગયુમને,જીવનમાં સુખનુ આ સોપાન
ના માગણી જીવનમાં  રહી હવે,છોને સૌ દુર ભાગી જાય
સમય આવતા શોધવુ પડે જીવનમા,ના સંતોષ કહેવાય
ઉલેચવાને જ્યાં લોટીશોધે,ત્યાં દુઃખસાગર છલકાઇ જાય
.                   ………………….લફરાની ભઈ લોટી એવી.

====================================

October 26th 2012

ગુજરાતી

.                         ગુજરાતી

તાઃ૨૬/૧૦/૨૦૧૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કાર મારું ભઈ સીંચન છે,ને ભાષા મારી ગુજરાતી
પ્રેમની સાંભળતા વાણી જીવનમાં,સૌને એ સમજાતી
.                  ………………….સંસ્કાર મારું ભઈ સીંચન છે.
ગુજરાતીનુ મને ગૌરવ છે,જેણે જગતમાં નામના દીધી
બાપુ ગાંધીનીસરળ શ્રધ્ધાએ,ભારતની આઝાદી લીધી
સરદાર પટેલને કેમ ભુલાય,જેણે લોખંડી તાકાત દીધી
અંગ્રેજોને ભુલ સમજાવી,ગુજરાતીની જગે હિંમત દીઠી
.                 …………………..સંસ્કાર મારું ભઈ સીંચન છે.
ભાષાનો છે ભાર જગતમાં,જેને ગુજરાતી ભાષા કહેવાય
ગરમ થાય જ્યાં ગુજરાતી,ત્યાં એ  ભાષા જાય બદલાઈ
માર પડે જ્યાં શબ્દોનો તમને,ના કોઇનાથી એ સહેવાય
સંગે ચાલી જે પોતાના બનેલા,તરત દુર એ ભાગી જાય
.                  …………………..સંસ્કાર મારું ભઈ સીંચન છે.
સમય પારખીને ચાલતાં જગતમાંએ ગુજરાતી કહેવાય
માનવતાની કેડીને પકડી,એ સાચી પ્રભુ ભક્તિ કરી જાય
શિતળ સ્નેહના વાદળ સંગે,માનવ જીવન એ જીવી જાય
જન્મદીનના આનંદપ્રસંગે,હ્રદયથીઆશિર્વાદ મેળવીજાય
.                ……………………  સંસ્કાર મારું ભઈ સીંચન છે.

+++++++++++++++++++++++++++++++

Next Page »