October 8th 2012

ભક્તિ

.                      .ભક્તિ

તા૮/૧૦/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિમાં તો અજબ શક્તિ છે,જીવ દુઃખસાગરતરી જાય
મનની શાંન્તિ માગતા પહેલા,પ્રભુ કૃપાએજ મળી જાય
.               …………………..ભક્તિમાં તો અજબ શક્તિ છે.
નિરાધારને આધાર  મળીજાય,મળે સુખસાગરનો સાથ
શીતળજીવન સાર્થકલાગે,જ્યાંસાચી ભક્તિ થાય આજ
પરમકૃપાળુ છે અંતરયામી,ભક્તિ પારખીદેતા એ સાથ
જલાસાંઇની જ્યોત નિરાળી,આપી જાય ભક્તિ અપાર
.                 ………………….ભક્તિમાં તો અજબ શક્તિ છે.
વ્યાધી વંટોળને દુરકરે,જ્યાં મનથી પકડે ભક્તિનો હાથ
આફતનેએ આંબીલે,ને જીવને દઇદે કૃપાએ રાહત આજ
ભક્તિમાં છે રંગ અનેરો જગે,ઉજ્વળ જીવન આપી જાય
સુખશાંન્તિની કેડી મળે,જીવનમાં ના દુઃખ કદી મેળવાય
.               ……………………ભક્તિમાં તો અજબ શક્તિ છે.

++++++++++++++++++++++++++++++++

October 8th 2012

ભોળા ભોલેનાથ

 

 

 

 

 

 

 

 

.

.

.

 

.                     .ભોળા ભોલેનાથ

તાઃ૮/૧૦/૨૦૧૨     (સોમવાર)       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવ્યા ભોળાના ભગવાન,જગતમાં ભોલેનાથ કહેવાય
માતા ગૌરીના ભરથાર,સારી જગત સૄષ્ટિના તારણહાર
.                   ………………………આવ્યા ભોળાના ભગવાન.
ત્રિશુળ ધારી છે અજબ અવિનાશી,પ્રેમ ભક્તિએ હરખાય
સ્મરણૐ નમઃ શિવાયનુંકરતાં,મળેલજન્મસફળ કરીજાય
વિધી વિધાતા ગણેશજીના,એ વ્હાલા પિતા પણ કહેવાય
ગૌરીનંદન ભજન કરતાં,જીવના કર્મના બંધન છુટી જાય
.                        ……………………આવ્યા ભોળાના ભગવાન.
માયા મને પ્રભુ શિવજીની,મને પ્રેમ પિતાનો આપી જાય
પાર્વતીમાતા પ્રેમ આપે માનો,સંતાનને વ્હાલ કરી જાય
ગંગાધારી છે અવિનાશી,સકળ સૃષ્ટિના છે એ પાલનહાર
અવનીપરના બંધન છોડીને,જીવનેભક્તિએ સાચવીજાય
.                        ……………………આવ્યા ભોળાના ભગવાન.

#########################################

October 8th 2012

પ્રીત મળે

.                     .પ્રીત મળે

તાઃ૮/૧૦/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગણીના બે શબ્દ બોલીને,જીવ અંતે માગણીએ લબદાય
સાચી શ્રધ્ધા રાખી  જીવતા,ના માગણીએ પ્રીત મળી જાય
.                        …………………..માગણીના બે શબ્દ બોલીને.
ઉજ્વળ જીવન મળે જીવને,જ્યાં જીવે રાહ સાચી મળી જાય
અન્યોઅન્યની જ્યોત સમજતાં,સાચોપ્રકાશ જીવનમાં થાય
સંગાથીનો સાથ મેળવતાં જીવને,સાચી શ્રધ્ધા  દેખાઇ જાય
આવી આંગણે પ્રીત મળતાં,મળેલ જીવન ઉજ્વળ થઈ જાય
.                    ………………………માગણીના બે શબ્દ બોલીને.
મોહમાયાનો દેહને સંબંધ,કળીયુગની એજ પકડ કહેવાય
જીવને બંધન જ્યાં ભક્તિસંગ,ત્યાં કૃપા જલાસાંઇની થાય
સુખદુઃખ તોછે કર્મનાબંધન,જે સાચી પ્રભુભક્તિએ છોડાય
પરમપ્રેમીનીકૃપા મળતાજગે,જીવપર પ્રીતની વર્ષા થાય
.                      …………………….માગણીના બે શબ્દ બોલીને.

*********************************************