October 9th 2012

સંકેત મળે

.                    .સંકેત મળે

તાઃ૯/૧૦/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુ પ્રેરણા મળે ભક્તિએ,જ્યાં ઘરમાંમનથી ભક્તિથાય
સાચી માનવતાનો સંકેત મળે,જ્યાં કામ નિખાલસ થાય
.                    …………………. પ્રભુ પ્રેરણા મળે ભક્તિએ.
જીવનમાં છે અનેક કેડીઓ,સમયે સમયે એ મળી જાય
ઉજ્વળતાની કેડી મળે દેહને,જ્યાં  શ્રધ્ધાએ કામ થાય
કુદરતનોસંકેત મળેજીવને,સાચીમાનવતાએ સહેવાય
સાથ મળે જીવનમાં સૌનો,સંગ જલાસાંઇનો મળી જાય
.                     …………………પ્રભુ પ્રેરણા મળે ભક્તિએ.
લેખ લખેલ એ કર્મના બંધન,ના કોઇ જીવથી છટકાય
સરળતા જીવનમાંમળે,જ્યાં જીવેભક્તિભાવ મેળવાય
ના લખાણી મોહ કે માયા,જે કળીયુગી બંધન કહેવાય
શાંન્તિનો સંકેત મળે જીવને,જ્યાં નિર્મળભાવના હોય
.                  …………………. પ્રભુ પ્રેરણા મળે ભક્તિએ.

+++++++++++++++++++++++++++++++++++++