October 6th 2012

જગબંધન

.                     .જગબંધન

તાઃ૬/૧૦/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળ્યો અવનીએ જીવને,જે કર્મની કેડીએજ સમજાય
વિચારના વમળમાં નારહેતા,જીવથી જન્મસફળ મેળવાય
.                   ………………….જન્મ મળ્યો અવનીએ જીવને.
મળતા પ્રેમ માબાપનો,સંતાનનું જીવનઉજ્વળ થઈ જાય
આશીર્વાદ અંતરથી મળતાં,સાચી રાહ જીવને મળી જાય
ઉજ્વળતાના સોપાન મેળવતાં,પાવન કર્મ જીવનમાંથાય
અંતરમાં નાકોઇ અભિલાષાઅટકે,નાવ્યાધી કોઇ અથડાય
.                  ………………….જન્મ મળ્યો અવનીએ જીવને.
સફળતાનોસંગ મળતાંજીવને,સિધ્ધિના સોપાન મળી જાય
માગણી પહેલા મળી જાય,એજ કૃપા જલાસાંઇની કહેવાય
શ્રધ્ધા એજ જીવનનો પાયો,જે સાચી ભક્તિથીજ મેળવાય
જન્મમરણના બંધન છુટતાં,જીવને સાચી રાહ મળી જાય
.                  ………………….જન્મ મળ્યો અવનીએ જીવને.

=======================================

October 6th 2012

જન્મદીન પુ.લક્ષ્મીબાનો

.

.

 

 

 

 

 

 

 

 

 

.

.                     જન્મદીન પુ. લક્ષ્મીબાનો

તાઃ૬/૧૨/૨૦૧૨   (૬/૧૨/૧૯૩૩)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જલાસાંઇની જ્યોત પકડીને,આવ્યા પુ.લક્ષ્મીબા હ્યુસ્ટન
સરળ જીવનમાં ભક્તિનાસંગે,એ વિરપુર લાવ્યા અહીંયા
.                              ………………….જલાસાંઇની જ્યોત પકડીને.
વિસંજીભાઇના એ વ્હાલી દીકરી,ને માતા કેસરબેનનુ એ  હેત
ભક્તિપ્રેમનો સંગમળ્યો માબાપથી,નામ લક્ષ્મીબા મળ્યુ એક
ઉજ્વળ સોપાનો મળ્યા જીવને, જ્યાં લીધી જીવે ભક્તિની ટેક
જલાસાંઇના મંદીર બનાવ્યા,અનેક જીવોને દીધી ભક્તિ પ્રીત
.                            ……………………જલાસાંઇની જ્યોત પકડીને.
આજકાલનો તો સંગ દેહને ,ના જીવને દે કોઇ પળે એ સહવાસ
ઓગણીસો તેત્રીસમાં જન્મ્યા,આજે બે હજાર બાર પણ જોવાય
પતિ બેચરદાસનો સંગ અનેરો,અનંત પ્રેમ આજીવન મેળવાય
અદભુતકૃપા જલાસાંઇની થતાં,હજુય વર્ષોવર્ષ સુખેથી જીવાય
.                             ………………….. જલાસાંઇની જ્યોત પકડીને.
=====================================
.         .પુજ્ય લક્ષ્મીબાનો આજે ૭૯મો જન્મદીન છે.સંતપુજ્ય જલારામબાપા અને
સંત પુ.સાંઇબાના વ્હાલા ભક્ત તરીકે અમેરીકામાં પ્રથમ બંન્ને સંતોનું એક મંદીર
હ્યુસ્ટનમાં કરી અનેક ભક્તોને આ સંતોની સેવા કરાવી તક અને શાંન્તિ આપી છે.
આજે તેમના જન્મ દીવસે અમે જલાબાપા અને સાંઇબાબાને પ્રાર્થના કરીએ કે
તેમને જીવનમાં તનમન અને ધનથી શાંન્તિ આપી જીવને તેમના ચરણમાં રાખે.

લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા રમા,રવિ,હિમા,દીપલ અને નિશીતકુમારના જય જલારામ
અને પ્રેમથી  Happy Birthday to Lakshamiba.