October 26th 2012

ગુજરાતી

.                         ગુજરાતી

તાઃ૨૬/૧૦/૨૦૧૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કાર મારું ભઈ સીંચન છે,ને ભાષા મારી ગુજરાતી
પ્રેમની સાંભળતા વાણી જીવનમાં,સૌને એ સમજાતી
.                  ………………….સંસ્કાર મારું ભઈ સીંચન છે.
ગુજરાતીનુ મને ગૌરવ છે,જેણે જગતમાં નામના દીધી
બાપુ ગાંધીનીસરળ શ્રધ્ધાએ,ભારતની આઝાદી લીધી
સરદાર પટેલને કેમ ભુલાય,જેણે લોખંડી તાકાત દીધી
અંગ્રેજોને ભુલ સમજાવી,ગુજરાતીની જગે હિંમત દીઠી
.                 …………………..સંસ્કાર મારું ભઈ સીંચન છે.
ભાષાનો છે ભાર જગતમાં,જેને ગુજરાતી ભાષા કહેવાય
ગરમ થાય જ્યાં ગુજરાતી,ત્યાં એ  ભાષા જાય બદલાઈ
માર પડે જ્યાં શબ્દોનો તમને,ના કોઇનાથી એ સહેવાય
સંગે ચાલી જે પોતાના બનેલા,તરત દુર એ ભાગી જાય
.                  …………………..સંસ્કાર મારું ભઈ સીંચન છે.
સમય પારખીને ચાલતાં જગતમાંએ ગુજરાતી કહેવાય
માનવતાની કેડીને પકડી,એ સાચી પ્રભુ ભક્તિ કરી જાય
શિતળ સ્નેહના વાદળ સંગે,માનવ જીવન એ જીવી જાય
જન્મદીનના આનંદપ્રસંગે,હ્રદયથીઆશિર્વાદ મેળવીજાય
.                ……………………  સંસ્કાર મારું ભઈ સીંચન છે.

+++++++++++++++++++++++++++++++

October 26th 2012

સાચો આવકાર

.                     સાચો આવકાર

તાઃ૨૬/૧૦/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં,મળી જાય જલાસાંઇનો પ્રેમ
આંગણે આવી આવકાર દેતાંજ,ના રહે જીવનમાં વહેમ
.                      …………………શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં.
નિર્મળતાનો સંગ રાખતાં,ના મોહ માયા કદી ભટકાય
આવી પ્રેમનીગંગા મળેજીવને,દે સુખશાંન્તિનો ભંડાર
કર્મની કેડી મળે સરળ જ્યાં,મળી  જાય દેહને સંગાથ
આચમન કરતાં અંતરથીપ્રભાતે,જીવમુક્તિએ બધાય
.                      …………………શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં.
કામણગારી આકાયા જગતમાં,જગે સૃષ્ટિ ના સમજાય
અહીંતહીં ભટકી ભીખમાગતાં,વ્યર્થ આ જીવનથી જાય
કરેલ કર્મના બંધન છે જીવને, જન્મોજન્મ મળતા જાય
આવકાર પરમાત્માને આપતાં,મુક્તિ માર્ગ મળી જાય
.                   …………………..શ્રધ્ધા રાખી ભક્તિ કરતાં.

++++++++++++++++++++++++++++++++++++=