વિશ્વાસની કેડી
. વિશ્વાસની કેડી
તાઃ૧૨/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનમાં રાખતા વિશ્વાસને,જીવનમાં રાહસાચી મળીજાય
મળતાં માનવતાની સીધી કેડીએ,તકલીફો ભાગી જાય
. ………………….મનમાં રાખતા વિશ્વાસને.
ડગલેપગલે સફળતા મળતી,જ્યાં મનથી મહેનત થાય
સદમાર્ગની કેડીએ જીવતા,સાચો ભક્તિમાર્ગ મળી જાય
અગમનિગમના ભેદખુલતા,જીવથીમોક્ષ માર્ગ મેળવાય
આવીઆંગણે પ્રભુકૃપામળતાં,કળીયુગી માયા ભાગીજાય
. ………………….. મનમાં રાખતા વિશ્વાસને.
જ્યોત પ્રેમની જળહળતા,જીવનમાં પ્રકાશ આવી જાય
મળેપ્રેમ જલાસાંઇનોજીવને,જ્યાં ભક્તિમાર્ગ મળી જાય
શ્રધ્ધા ને વિશ્વાસનીકેડીએ,જીવથી પાવનકર્મ થઈ જાય
મુક્તિની નામાગણી જીવની,જ્યાં પરમાત્મા આવી જાય
. ……………………..મનમાં રાખતા વિશ્વાસને.
++++++++++++++++++++++++++++++++++++++