આગમન વ્યાધીનુ
. આગમન વ્યાધીનું
તાઃ૧૮/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
વ્યાધી મારે બારણે આવી,ખખડાવે છે ઘરના દ્વાર
જલાસાંઇની ધુન સાંભળી,ના ઉભીરહે એપળવાર
. ………………… વ્યાધી મારે બારણે આવી.
ના સમય કે ના કોઇ વાર,ગમે ત્યારે એ આવી જાય
આવી મળતાં જીવને,ખોલીજાય એ તકલીફના દ્વાર
નિર્મળતાના સંગે રહેતા,જીવને મળી જાય પળવાર
આપે દુઃખની કેડી દેહને,જે જીવનમા આપે અંધકાર
. …………………. વ્યાધી મારે બારણે આવી.
ભક્તિ સાચી મનથી કરતાં,કળીયુગનો ના રહે સંગ
મનવચન ને વાણીસાચવતાં,નાપડે જીવનમાંભંગ
સાચા સંતની કેડી નિરાળી,પામે જીવ ભક્તિનોરંગ
મુક્તિ દ્વાર સંતો ખોલતા,જીવને આપી જાય ઉમંગ
. ………………… વ્યાધી મારે બારણે આવી.
===============================