October 25th 2012

સાગર દીલ

.                    સાગર દીલ

તાઃ૨૫/૧૦/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાગર જેવું દીલ રાખતાં,મને  નદીઓ મળી ગઈ
આંગળીપકડી સંગેચાલતાં,વ્યાધીઓ ભાગી ગઈ
.                     …………………..સાગર જેવું દીલ રાખતાં.
માનવતાની મહેંક પ્રસરતાં,જીંદગી સચવાઇ ગઈ
સરળતાની કેડી મળતાંજ,મુંઝવણ પણ ટળી ગઈ
ભક્તિ પ્રેમની જ્યોત પ્રગટતાં,ભક્તિ પાવન થઈ
જલાસાંઇની રાહ મળતાં,આ જીંદગી ઉજ્વળ થઈ
.                       ………………… સાગર જેવું દીલ રાખતાં.
મારું તારુંની ઝંઝટ છોડતાં,સૌનુ થઈ ગયુ છે અહીં
આંગણે આવતાને પ્રેમ આપતાં,મનને શાંન્તિ થઈ
નિર્મળભાવના મનમાં રાખતાં,સરળતા મળી ગઈ
માનવતા મહેંકતા જીવે,પ્રદીપની ભક્તિસાચી થઈ
.                        ………………….સાગર જેવું દીલ રાખતાં.
વ્યાધી આવતી દુર ભાગે,જ્યાં સાચોપ્રેમ મળીજાય
ઉજ્વળતાના વાદળ વરસતાં,શ્રધ્ધા પણવધી જાય
મળેપ્રેમ વણમાગ્યો જીવને,સાચી ભક્તિએ કહેવાય
સંતોનોસાથ મળે જ્યાંજીવને,મુક્તિમાર્ગ મળી જાય
.                       …………………..સાગર જેવું દીલ રાખતાં.

++++++++++++++++++++++++++++++++++