October 4th 2012

મળેલ ટકોર

.                   મળેલ ટકોર

તાઃ૪/૧૦/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઝરમર ઝરમર સ્નેહ વરસતા,જીવને એ શાંન્તિ આપી જાય
ઉજ્વળ જીવનમાં રાહમળે,જ્યાં મળેલ ટકોર સમજાઇ જાય
.                     ………………….ઝરમર ઝરમર સ્નેહ વરસતા.
મળતાં માનવદેહ અવનીએ,જીવને કર્મના બંધન સમજાય
મળે સ્નેહપ્રેમની હેલીજીવને,જ્યાંસાચી નિર્મળતા વહેંચાય
લાગણી મનને સ્પર્શી લેતાં,જીવનમાં કર્મપાવન થઈ જાય
આદરમાનને મનથી કરતાં,જીવનમાંરાહ સાચી મળી જાય
.                    …………………..ઝરમર ઝરમર સ્નેહ વરસતા.
ભક્તિભાવની અનોખીકેડી,જલાસાંઇની ભક્તિએ મેળવાય
કર્મનીકેડી શીતળ બને જ્યાં,જીવને અનંતશાંન્તિમળીજાય
માગે નામળતી માયા જીવને,મળેલ એક ટકોરથી સમજાય
આવીઆંગણે પ્રેમમળે,જ્યાં જીવને નિર્મળસ્નેહ સ્પર્શી જાય
.                  ……………………ઝરમર ઝરમર સ્નેહ વરસતા.

===========================================

October 4th 2012

શુભેચ્છાનો સંગ

.                 .શુભેચ્છાનો સંગ

તાઃ૪/૧૦/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

કરતા કામ જીવનમાં મનથી,સફળતા મળતી જાય
આશીર્વાદ સંગે રહેતા,ધણી શુભેચ્છાઓ મળી જાય
.                     …………………કરતા કામ જીવનમાં મનથી.
આજકાલને સમજી ચાલતાં,ના માનવીમન લબદાય
મનથીકરતાં મહેનત જીવનમાં,સાચીરાહ આપી જાય
સંબંધનો સંગાથ અવનીએ,જીવને કર્મ બંધને બંધાય
વાણીવર્તનપકડીચાલતાં,સૌની શુભેચ્છાઓમેળવાય
.                    …………………..કરતા કામ જીવનમાં મનથી.
લાગણી મોહના વાદળ એવા,માનવ જીવનને જકડાય
અપેક્ષાનેઆધી મુકતાજીવને,સાચી સફળતા મળી જાય
દેહને મળતાં પ્રેમઅંતરનો,આવતાઉમરાઓ આંબી જાય
સફળતાનોસાથમળે જીવનમાં,સાચાઆશિર્વાદમળીજાય
.                        ………………….કરતા કામ જીવનમાં મનથી.

+++++++++++++++++++++++++++++++++++++++