સફળતા
. .સફળતા
તાઃ૨૩/૧૦/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સહવાસ જેનો સાચો છે,ત્યાં નિર્મળરાહ મળતી જાય
સરળતાની કેડી છે ન્યારી,જ્યાં સફળતા મળી જાય
. ………………..સહવાસ જેનો સાચો છે.
આંગળી પકડીને ચાલતુ બાળક,શ્રધ્ધાએ ચાલતુ જાય
મળેઅંતરથી પ્રેમ માબાપનો,ત્યાં જીવન ઉજ્વળ થાય
સફળતા આવી બારણેરહે,કામ પુર્ણ થતાંએ મળી જાય
એજ લાયકાતછે જીવનીજગે,ના માગણી કોઇજ રખાય
. …………………સહવાસ જેનો સાચો છે.
મહેનત મનથી સાચી કરતાં,કેડીસફળતાની મળી જાય
ડગલે ડગલુ સાચવીને ભરતાં,ના વ્યાધી કોઇ ભટકાય
કરતાં કામ જીવનમાં મનથી,જલાસાંઇનીય કૃપા થાય
સરળતાનો સંગ અનેરો,પાવનકર્મ જીવનમાં થઈ જાય
. ………………….સહવાસ જેનો સાચો છે.
+++++++++++++++++++++++++++++++