October 19th 2012

ભીખ ભક્તિની

.                     ભીખ ભક્તિની

તાઃ૧૯/૧૦/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે દેહ માનવીનો જીવને,એજ પરમાત્માની છે પ્રીત
ભીખ માગતાં ભક્તિની પ્રભુથી,મળેમોક્ષની સાચીરીત
.                  …………………મળે દેહ માનવીનો જીવને.
માગણી અનેક જીવોની પ્રભુથી,જન્મ મળતાં શરૂ થાય
નિર્ધનને ધનવાનનીપ્રીત,જગે એ ભીખ ધનની કહેવાય
પ્રીત માગતા અહીંતહીં ફરે,ત્યાં પ્રેમનીભીખ છે કહેવાય
અવનીપરના આગમને,જીવથી અનેક માગણીઓ થાય
.                   ……………….. મળે દેહ માનવીનો જીવને.
પાવન કર્મની મળે કેડી,જ્યાં જલાસાંઇની કૃપા થઇ જાય
ભીખમાગતાં કળીયુગમાંજીવે,અનેક વ્યાધીઓ મળીજાય
પરમાત્માનેચરણે જઇને,જીવ જ્યાં સાચીભક્તિએ દોરાય
મળી જાય કૃપા ભક્તિથી,એને સાચી ભક્તિપ્રીત કહેવાય
.                     ………………..મળે દેહ માનવીનો જીવને.

%%%%%%%%%%%%%%%%%%%%%%

October 19th 2012

સાચોપ્રેમ

.                      સાચોપ્રેમ

તાઃ૧૯/૧૦/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે જો સાચોપ્રેમ જીવનમાં,માનવતા મહેંકી જાય
ઉજ્વળતાના સોપાન મળતાં,જન્મ સફળથઈ જાય
.                ………………..મળે જો સાચોપ્રેમ જીવનમાં.
સિધ્ધીએ માનવીની કેડી,જે મેળવવા મહેનત થાય
સાચી શ્રધ્ધાનો સંગ રાખતાં,નિર્મળતાએ મળીજાય
પ્રેમ નિખાલસ મળે જીવને,જ્યાં સાચી શ્રધ્ધાદેખાય
ઉજ્વળતા એ સફળ કેડી છે,જે સાચા પ્રેમે મળી જાય
.               …………………મળે જો સાચોપ્રેમ જીવનમાં.
સંસ્કાર મળે જીવનમાં,ત્યાં ના આફત કોઇ અથડાય
સફળતાની સીધી રાહે,સાચો પ્રેમ જીવને મળી જાય
અગમ નિગમના ભેદ એવાં,ના માનવીને  સમજાય
ભક્તિની કેડી સાચી મળતાં,જીવન ઉજ્વળથઇજાય
.                …………………મળે જો સાચોપ્રેમ જીવનમાં.

+++++++++++++++++++++++++++++