October 13th 2012

રામનુ સ્મરણ

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                    રામનુ સ્મરણ

તાઃ૧૩/૧૦/૨૦૧૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ

રામનામનુ રટણ કરતાં,ભક્તિથી પ્રીત લાગી ગઈ
આડીઅવળી વૃત્તિ છોડતાં,સત્કર્મની કેડી મળીગઈ
.                  …………………રામનામનુ રટણ કરતાં.
પ્રભાતપહોરના પ્રથમ કિરણે,મારી અર્ચના શરૂ થઈ
પામી કૃપા જલાસાંઇની.જીવને સાચીરાહ મળી ગઈ
નિર્મળતાનો સંગ મેળવતાં,મોહમાયાયા ભાગી ગઈ
અતુટશાંન્તિ પ્રભુથીમળતાં,આ જીંદગી ઉજ્વળ થઈ
.               ……………………રામનામનુ રટણ કરતાં.
માળાનો મણકો કદીક છટકે,ના સ્મરણ કદી છટકાય
મનથીકરતાં સ્મરણસદા,કૃપાસીતારામનીમળીજાય
બજરંગબલીની પડતાંદ્રષ્ટિ,સાચી ભક્તિમનથીથાય
સુખ શાંન્તિની રાહ મળતાં,જીવ પ્રભુકૃપાએ હરખાય
.                …………………..રામનામનુ રટણ કરતાં.

**************************************

October 13th 2012

પવનસુત

.

.

.

.

.

.

 

.

.

.

.

.

.

.                         પવનસુત

તાઃ૧૩/૧૦/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

બોલો બજરંગબલી હનુમાન,એ છે પવનસુત બળવાન
સાચી ભક્તિના તારણહાર,એને શ્રી રામ ભક્ત કહેવાય
.                 ……………………બોલો બજરંગબલી હનુમાન
શ્રધ્ધા એ છે ભક્તિની કેડી,પ્રીત પરમાત્માથી મેળવાય
મુક્તિજીવને મળે પ્રેમથી.જ્યાં પ્રભુ રામની ભક્તિથાય
ગદા એતો  છે તાકાત જીવની,જે દુષ્કર્મોને આંબી જાય
શીતળતાનો સદા સાથ મળે,જ્યાં  પવનસુતને પુંજાય
.                  …………………….બોલો બજરંગબલી હનુમાન.
સિંદુરનો સંગાથ રાખતાં,જીવપર માસીતાજી રાજીથાય
અવગણતાને  ઓવારે મુકતાં,પાલનહારની કૃપા થાય
ભક્તિ છે ભંડાર કૃપાનો.જે સાચી રાહ મળતા મેળવાય
મુક્તિદ્વારખુલેછે જીવના,જ્યાંબજરંગબલીની કૃપાથાય
.                   …………………..બોલો બજરંગબલી હનુમાન.

=====================================